scorecardresearch
Premium

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી : મલ્લિકાર્જુન ખડગે જીતશે તો બીજા દલિત પાર્ટી અધ્યક્ષ બનશે

Congress President Election – મલ્લિકાર્જુન ખડગેને કટ્ટર કોંગ્રેસી નેતા માનવામાં આવે છે. તે મજૂર આંદોલનથી નીકળેલા નેતા છે. છેલ્લા 50 વર્ષથી રાજનીતિમાં સક્રિય છે. 1972થી અત્યાર સુધી 8 વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચુક્યા છે

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે મલ્લિકાર્જુન ખડગે, શશિ થરુરે નામાંકન દાખલ કરી દીધું (PHOTO CREDIT- ANI)
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે મલ્લિકાર્જુન ખડગે, શશિ થરુરે નામાંકન દાખલ કરી દીધું (PHOTO CREDIT- ANI)

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી (Congress President Election)માટે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), ડો. શશિ થરુર (Shashi Tharoor)અને ઝારખંડના કોંગ્રેસ નેતા કેએન ત્રિપાઠીએ નામાંકન દાખલ કરી દીધું છે. આ મુકાબલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ખડગેની જીત થશે તો તે પાર્ટીનું પ્રમુખ પદ સંભાળનારા બીજા દલિત નેતા બનશે. 1970થી 1971 સુધી પાર્ટીના અધ્યક્ષ રહેનારા જગજીવન રામ કોંગ્રેસના પ્રથમ દલિત અધ્યક્ષ હતા.

મજૂર આંદોલનથી નીકળ્યા છે ખડગે

ખડગેને કટ્ટર કોંગ્રેસી નેતા માનવામાં આવે છે. તે મજૂર આંદોલનથી નીકળેલા નેતા છે. છેલ્લા 50 વર્ષથી રાજનીતિમાં સક્રિય છે. 1972થી અત્યાર સુધી 8 વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચુક્યા છે. વર્તમાનમાં રાજ્યસભા સાંસદ છે. તેમના નામે સતત 10 ચૂંટણી જીતવાનો રેકોર્ડ છે. તે અત્યાર સુધી ફક્ત એક ચૂંટણી હાર્યા છે. તે 2019ની લોકસભાની ચૂંટણી હતી. ખડગે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી રહી ચુક્યા છે.

અધ્યક્ષ બનવા પર શું કરશે થરુર?

નામાંકન દાખલ કર્યા પહેલા શશિ થરુરે રાજઘાટ જઇને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજીવ ગાંધી મેમોરિયલની મુલાકાત કરવા ગયેલા થરુરે રાજીવ ગાંધીના શબ્દો કહેતા ટ્વિટ કર્યું કે ભારત એક જૂનું પણ એક યુવા રાષ્ટ્ર છે. હું માનવતાની સેવામાં ભારતને મજબૂત, સ્વતંત્ર, આત્મનિર્ભર અને દુનિયાના બધા રાષ્ટ્રોથી આગળ હોવાનું સપનું જોઉ છું.

તેમણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને મિત્રતાપૂર્ણ મુકાબલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અમે બધા એક જ કોંગ્રેસની વિચારધારાને ફોલો કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે પાર્ટી મજબૂત થાય. આ કોઇ પ્રતિસ્પર્ધા નથી. આ મિત્રતાપૂર્ણ મુકાબલો થવા જઈ રહ્યો છે. આ સમયે મજબૂત લીડરશિપની જરૂર છે. જો અધ્યક્ષ બનીશ તો હું તે આપવાનો પ્રયત્ન કરીશ.

શશિ થરુરની સફર

શશિ થરુરનો જન્મ 9 માર્ચ 1956ના રોજ લંડનમાં થયો હતો. તેમનો અભ્યાસ ભારત અને વિદેશમાં બન્ને સ્થળો પર થયો છે. થરુરે 22 વર્ષની ઉંમરમાં પીએચડી કરી લીધી હતી. તે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અંડર સેક્રેટરી જનરલના પદ પર ત્રણ દાયકા સુધી રહ્યા છે. 2009માં કોંગ્રેસમાં સામેલ થયા હતા અને પ્રથમ વખત કેરલમાં તિરુવનંતપુરમ સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમનો લગભગ એક લાખ મતના અંતરેથી વિજય થયો હતો. આ પછી અત્યાર સુધી થરુર તિરુવનંતપુરમથી સાંસદ છે. UPAના નેતૃત્વવાળી સરકારમાં થરુર વિદેશ મંત્રી અને માનવ સંશાધન વિકાસ રાજ્યમંત્રી રહી ચુક્યા છે.

Web Title: Congress president election shashi tharoor and mallikarjun kharge files nomination

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×