scorecardresearch
Premium

Rahul Gandhi : રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો હાઈબ્રિડ મોડમાં યોજશે, જાણો ક્યારથી શરૂ થશે ભારત જોડો યાત્રા અને શું છે કોંગ્રેસની રણનીતિ

Congress Leader Rahul Gandhi Bharat Jodo Yatra Part 2 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે ભારત જોડો યાત્રા પાર્ટ -2 હાઈબ્રિડ મોડમાં આયોજન કરવામાં આવી શકે છે. જાણો ક્યારથી શરૂ થશે ભારત જોડો યાત્રા અને શું છે કોંગ્રેસની રણનીતિ

rahul gandhi | rahul gandhi In Bharat Jodo Yatra | Bharat Jodo Yatra | Bharat Jodo Yatra part 2 | congress leader rahul gandhi
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો પ્રથમ તબક્કો 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ કરી હતી અને 30 જાન્યુઆરીએ કાશ્મીરમાં પૂરી થઈ હતી. (Photo – @RahulGandhi)

Congress Leader Rahul Gandhi Bharat Jodo Yatra : કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા પાર્ટ-ટુ શરૂ થશે. જો કે આ યાત્રા સંપૂર્ણ રીતે પગપાળા ચલાવવામાં આવશે નહીં, પરંતુ તેને હાઇબ્રિડ મોડમાં આયોજિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

હાઇબ્રિડ મોડમાં ભારત જોડો યાત્રાનું આયોજન કરવાની તૈયારી

રાહુલ ગાંધી અન્ય નેતાઓ સાથે થોડુ અંતર ચાલશે અને અમુક અંતર વાહનો દ્વારા કાપવામાં આવશે. તમને જણાવી દઈએ કે જ્યારે ભારત છોડો માર્ચનો પહેલો તબક્કો શરૂ થયો ત્યારે રાહુલ ગાંધીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેમને ઘૂંટણમાં દુખાવો છે. પરંતુ લોકો તરફથી મળેલા પ્રેમને કારણે એ દર્દનો અંત આવ્યો. હવે કદાચ અન્ય નેતાઓને ચાલવાને કારણે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે, તેથી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાનું હાઈબ્રિડ મોડમાં આયોજન કરવાની તૈયારીઓ થઈ રહી છે.

rahul gandhi | rahul gandhi In Bharat Jodo Yatra | Bharat Jodo Yatra | Bharat Jodo Yatra part 2 | congress leader rahul gandhi | rahul gandhi with Priyanka Gandhi
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી. (Photo – @RahulGandhi)

ભારત જોડો યાત્રા પાર્ટ- ટુ ક્યારે શરૂ થશે (Bharat Jodo Yatra Part 2 Date And Time)

ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો 7 સપ્ટેમ્બર 2022 ના રોજ શરૂ થયો અને 30 જાન્યુઆરી 2023 ના રોજ સમાપ્ત થયો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રાનો પ્રથમ તબક્કો 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી, જ્યારે તે 30 જાન્યુઆરીએ કાશ્મીરમાં પૂરી થઈ હતી.

કોંગ્રેસના નેતાઓએ 4 હજાર કિમી પગપાળા પ્રવાસ કર્યો હતો (Rahul Gandhi Bharat Jodo Yatra)

ભારત જોડો યાત્રાના પ્રથમ તબક્કા દરમિયાન રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ 4000 કિલોમીટરથી વધુનું અંતર પગપાળા જ કાપ્યું હતું. આ યાત્રા કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબથી કાશ્મીર સુધીની હતી. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે ફિલ્મ જગતની હસ્તીઓ અને દેશના અન્ય ક્ષેત્રોના દિગ્ગજ કલાકારોએ પણ ભાગ લીધો હતો.

ભારત જોડો યાત્રામાં વિપક્ષના નેતાઓએ પણ જોડાયા હતા

ભારત જોડો યાત્રાના પ્રથમ તબક્કામાં રાહુલ ગાંધીને વિપક્ષી નેતાઓનું સમર્થન પણ મળ્યું હતું. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, પીડીપી વડા મહેબૂબા મુફ્તી, શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરે, પ્રિયંકા ચતુર્વેદી અને સંજય રાઉત અને એનસીપીના સુપ્રિયા સુલે જેવા વિપક્ષી નેતાઓએ પણ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.

Web Title: Congress leader rahul gandhi bharat jodo yatra part 2 start december hybrid mode as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×