scorecardresearch
Premium

અમિત શાહના નિવેદન પર નીતિશ કુમારનો વળતો પ્રહાર, કહ્યું- તેમની રાજનીતિક કારકિર્દી હજુ 20 વર્ષ પહેલા જ શરૂ થઇ છે

નીતિશ કુમાર ગૃહમંત્રીના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે જય પ્રકાશ નારાયણના સમાજવાદી શિષ્ય સત્તા માટે હવે કોંગ્રેસના ખોળામાં બેઠા છે

નીતિશ કુમાર (ફાઇલ ફોટો)
નીતિશ કુમાર (ફાઇલ ફોટો)

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજનીતિક કારકિર્દી હજુ 20 વર્ષ પહેલા જ શરૂ થઇ છે. તેમણે કહ્યું કે અમિત શાહને એ ખબર પણ છે કે લોકનાયક જય પ્રકાશ નારાયણ કયા સિદ્ધાંતોની લડાઇ લડી રહ્યા હતા. જેમની રાજનીતિક કારકિર્દી હજુ 20 વર્ષ પહેલા જ શરુ થઇ છે તે અમને જય પ્રકાશ નારાયણના સિદ્ધાંતોની શિક્ષા આપી રહ્યા છે. જનતા દળના નેતા નીતિશ કુમારે બે મહિના પહેલા જ ભાજપા સાથે ગઠબંધન તોડીને આરજેડી સાથે ગઠબંધન કરી લીધું હતું.

નીતિશ કુમાર ગૃહમંત્રીના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે જય પ્રકાશ નારાયણના સમાજવાદી શિષ્ય સત્તા માટે હવે કોંગ્રેસના ખોળામાં બેઠા છે. અમિત શાહે મંગળવારે જય પ્રકાશ નારાયણની જયંતિ પર તેમના ગામ સિતાબ દિયારામાં તેમની પ્રતિમાના અનાવરણ પછી લોકોને સંબોધિત કરતા આ વાત કહી હતી. અમિત શાહનું નિવેદન સ્પષ્ટ રીતે નીતિશ કુમાર માટે હતું.

આ પણ વાંચો – ભગવંત માન સરકારે પાકિસ્તાન સાથે બિઝનેસ શરૂ કરવાનો મુદ્દો ઉઠાવ્યો, બીજેપી-કોંગ્રેસે કર્યો પ્રહાર

બુધવારે જ્યારે પત્રકારોએ નીતિશ કુમાર પાસે આ વિશે પ્રતિક્રિયા માંગી તો તેમણે પલટવાર કરતા કહ્યું કે જે નામ તમે લોકો લઇ રહ્યા છો શું તેમને એ વાતનું કોઇ પ્રત્યક્ષ જ્ઞાન છે કે જેપીનો શું મતલબ છે? અમે 1974ના જેપી આંદોલનમાં ઝનૂન મેળવ્યું હતું. હું તે લોકોને કોઇ મહત્વ આપવા માંગતો નથી જેમની રાજનીતિક કારકિર્દી હજુ 20 વર્ષ પહેલા શરુ થઇ છે.

નીતિશ કુમારે કહ્યું કે હા તેમને હાલ સત્તામાં એક મોટી તક મળી છે અને મીડિયા પણ તેમને ઘણા હાઇલાઇટ કરી રહ્યું છે. દિલ્હીના બધા અંગ્રેજી અખબારોએ મારા વિશે તેમના આક્ષેપને પ્રમુખતાથી છાપ્યું છે. જોકે હું સહેજ પણ ચિંતા કરતો નથી.

Web Title: Cm nitishs fresh salvo at amit shah his political career began just 20 years ago

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×