Jammu And Kashmir News : જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. પોલીસના એક અધિકારીનું કહેવું છે કે સુરક્ષાદળોએ દક્ષિણ કશ્મીરમાં કુલગામ જિલ્લામાં હલાણ વન ક્ષેત્રના ઉંચાઈ વાળા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરુ કર્યું હતું.
તેમણે કહ્યું કે આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો ઉપર ગોળીબારી શરુ કરી દીધી હતી. સેનાએ પણ વળતો જવાબ આપવાનું શરુ કર્યું હતું. સેના અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ થતાં સેનાના ત્રણ જવાબનો ઘાયલ થયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
શ્રીનગર સ્થિત સેનાની ચિનાર કોરે એક ટ્વીટમાં કહ્યું કે ઓપરેશન હલાણ, કુલગામમાં હલાણની ઊંચી ચોટીઓ પર આતંકવાદીની ઉપસ્થિતિ અંગે માહિતી મળી હતી. સુરક્ષાદળો દ્વારા ચાર ઓગસ્ટ 2023ના રોજ અભિયાન શરુ કર્યું હતું. આતંકવાદીઓની સાથે ફાયરિંગમાં ત્રણ જવાનો ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન શહીદ થયા હતા.
કાશ્મીરમાં કોઈ પણ ઘટના માટે સીઆરપીએફ હંમેશા તૈયારઃ આઇજી
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળે શુક્રવારે કહ્યું કે સુરક્ષા દળ લોકોની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે કાશ્મીર ઘાટીમાં કોઈપણ ઘટનાથી લડવા માટે હંમેશા સતર્ક રહે છે. શ્રીનગર સેક્ટરના સીઆરપીએફ પોલીસ મહાનિરીક્ષક આઇજી અજય યાદવે કહ્યું કે ખેલ સમારોહથી ઇતર મીડિયાને જણાવ્યું કે સીઆરપીએફ કોઇપણ ઘટનાને લડવા માટે અડધી તૈયારી રાખતી નથી. અમે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, મહોરમ અને ઇદ જેવા દિવસો માટે હંમેશા તૈયાર રહીએ છીએ. અમે પ્રત્યેક ડ્યૂટી માટે પણ સતર્ક રહીએ છીએ.