scorecardresearch
Premium

China : ચીને ભારતની તાકાત માની, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની ઘણી પ્રશંસા કરી

China : ભારતની વધતી જતી શક્તિના અનેક પ્રસંગોએ વખાણ થયા છે પરંતુ ચીન તરફથી આવું કરવું આશ્ચર્યજનક છે. ચીન સાથે ભારતના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોથી તણાવપૂર્ણ છે

china global times | pm narendra modi
ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (તસવીર – સોશિયલ મીડિયા)

China Global Times : ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારતના જોરદાર વખાણ કર્યા છે. એક લેખમાં તેણે ભારતની શક્તિનો પણ સ્વીકાર કર્યો છે અને પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા છે. લેખમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ભારત હવે વ્યૂહાત્મક રીતે વધારે આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે, તે વિકાસ પ્રત્યે વધુ સક્રિય બન્યું છે.

ગ્લોબલ ટાઈમ્સના લેખમાં લખવામાં આવ્યું હતું કે ભારત પોતાની નિકાસ પર વધુ ભાર આપી રહ્યું છે. તેમાં ભારત વાળો નેરેટિવ વધારે ઉભરીને સામે આવ્યો છે. તેઓ વધારે આત્મવિશ્વાસથી ભરેલા લાગે છે. લેખમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત હવે કોઈપણ ભોગે ગુલામીની માનસિકતાથી મુક્ત થવા માંગે છે, તે રાજકીય હોય કે સાંસ્કૃતિક રીતે સમગ્ર વિશ્વનો માર્ગદર્શક બનવા માંગે છે. આ લેખ ફુડન યુનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડાયરેક્ટર ઝાંગ જિયાડોંગ દ્વારા લખવામાં આવ્યો છે.

ભારતની વધતી જતી શક્તિના અનેક પ્રસંગોએ વખાણ થયા છે પરંતુ ચીન તરફથી આવું કરવું આશ્ચર્યજનક છે. ચીન સાથે ભારતના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોથી તણાવપૂર્ણ છે, સ્થિતિ એ છે કે સરહદ પર તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન જો ચીની સરકારના સૌથી મોટા મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સ પીએમ મોદીના વખાણ કરે છે તો આખી દુનિયા માટે તેનો અર્થ વધી જાય છે.

આ પણ વાંચો – ઇરાનના પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર નજીક બે વિસ્ફોટ, 100થી વધુ લોકોનાં મોત

આમ જોવા જઈએ તો આ વખાણ એવા સમયે પણ કરવામાં આવ્યા છે જ્યારે ચીન આખી દુનિયાના નિશાના પર છે. એવી અટકળો છે કે ચીન કંઈક ખતરનાક કરવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનમાં લોપ નૂર નામની એક જગ્યા છે, જ્યાં 1964માં પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે વિસ્તારમાં ફરી આવી કેટલીક ગતિવિધિઓ જોવા મળી છે, જેના કારણે શી જિનપિંગ મોટી રણનીતિ પર કામ કરી રહ્યા હોવાની આશંકાઓ ઉઠવા લાગી છે.

જે તસવીરો સામે આવી છે તેમાં ઘણી જગ્યાએ વર્ટિકલ ડ્રિલિંગ જોવા મળ્યું હતું, એટલે કે ઊંડા ખાડા છે. જાણવા મળી રહ્યું છે કે ચીન નવા પ્રકારના પરમાણુ હથિયારો તૈયાર કરવા માટે ગુપચુપ રીતે કામ કરી રહ્યું છે.

Web Title: China global times praise pm narendra modi economic foreign policies ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×