scorecardresearch
Premium

Rajasthan : મોદીજી આજે હું તમારું સ્વાગત નહીં કરી શકું કારણ કે…, વડાપ્રધાન મોદીની સીકર મુલાકાતથી પહેલા મુખ્યમંત્રી ગહેલોતનું ટ્વીટ, PMO તરફથી આવ્યો વળતો જવાબ

PM Narendra modi Rajasthan visit : પીએમ મોદીના પ્રવાસ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરીને સામે કેટલીક માંગ રાખી છે. તેમણે વડાપ્રધાન કાર્યાલય ઉપર આરોપ લગાવતા કહ્યું કે તેમના કાર્યક્રમમાં તેમના ભાષણોને હટાવી દીધા છે.

PM Narendra modi Rajasthan visit, PM modi in Rajasthan, CM ashok gehlot
અશોક ગહેલોત એક્સપ્રેસ ફોટો

PM Narendra Modi in sikar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાત પર જઈ રહ્યા છે. આ દરમિયાન સીકરમાં દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સમ્માન નિધિની રાશિ ટ્રાન્સફર કરશે. તેઓ રાજસ્થાનમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને આધારશિલા પણ રાખશે. આ દરમિયાન એક રેલીને પણ સંબોધિત કરશે. પીએમ મોદીના પ્રવાસ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરીને સામે કેટલીક માંગ રાખી છે. તેમણે વડાપ્રધાન કાર્યાલય ઉપર આરોપ લગાવતા કહ્યું કે તેમના કાર્યક્રમમાં તેમના ભાષણોને હટાવી દીધા છે.

અશોક ગહેલોતે ટ્વીટ કરીને કહ્યું કે પીએમ મોદી આજે રાજસ્થાનના પ્રવાસે આવી રહ્યા છે પરંતુ પીએમઓએ આ કાર્યક્રમમાં તેમના ભાષણને હટાવી દીધું છે. એટલા માટે તેઓ ટ્વીટ કરી પોતાની વાત રાખે છે. ગહેલોતે કહ્યું કે તેમના ત્રણ મિનિટનું ભાષણ નક્કી હતું પરંતુ તેને હવે હટાવી દીધું છે. હું ભાષણના માધ્યમથી તમારું સ્વાગત નહીં કરી શકું એટલા માટે કહી રહયો છું.

અશોક ગહેલોતે ટ્વીટ કરીને કહ્યું કે 12 મેડિકલ કોલેજોના લોકાર્પણ અને શિલાન્યાસ રાજસ્થાન સરકાર અને કેન્દ્રની ભાગીદારીનું પરિણામ છે. આ મેડિકલ કોલેજોની પરિયોજનાનો ખર્ચ 3689 કરોડ રૂપિયા જેમાંથી 2,213 કરોડ કેન્દ્ર અને 1476 કરોડ રાજ્ય સરકારની ગ્રાન્ટ છે. હું રાજ્ય સરકાર તરફથી દરેકને શુભેચ્છા પાઠવું છું.

અશોક ગહેલોતે ટ્વીટ કરીને કરી આ માંગણી

  • રાજસ્થાન ખાસકરીને શેખાવટીના યુવાઓની માંગ પર અગ્નિવીર સ્કીમને પરત લઇને સેનામાં પરમેનેન્ટ ભરતી પૂર્વરત ચાલું રાખવામાં આવે.
  • રાજ્ય સરકારે પોતાના અંતર્ગત આવનારી બધી કો.ઓપરેટિવ બેંકોને 21 લાખ ખેડૂતોને 15,000 કરોડ રૂપિયાના દેવામાફ કર્યું છે. અમે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીયકૃત બેંકોના દેવા માફી માટે વન ટાઇમ સેટલમેન્ટનો પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં ખેડૂતોનો ભાગ અમે આપીશું. આ માંગને પુરી કરવામાં આવે.
  • રાજસ્થાન વિધાનસભાએ જાતિગત જનગણના માટે સંકલ્પ પસાર કરીને મોકલ્યો છે. કેન્દ્ર સરકારનો આના પર નિર્ણય વિલંબ પર છે.
  • એનએમસીની ગાઇડલાઇન્સના કારણે અમારી ત્રણ જિલ્લામાં ખોલવામાં આવી રહેલી મેડિકલ કોલેજોમાં કેન્દ્ર સરકારથી વધારે આર્થિક સહાયતા મળી નથી. આ સંપૂર્ણ પણે સ્ટેટ ફંડિંગથી બની રહ્યા છે. આ આદિવાસી બાહુલ્ય ત્રણ જિલ્લાઓમાં મેડિકલ કોલેજોમાં પણ કેન્દ્ર સરકાર 60 ટકાની ફંડિંગ છે.
  • પૂર્વ રાજસ્થાન નહર પરિયોજનાને રાષ્ટ્રીય મહત્વની પરિયોજનાનો દરજ્જો આપવામાં આવે.

પીએમઓએ આપ્યો આવો જવાબ

વડાપ્રધાન કાર્યાલય તરફથી મુખ્યમંત્રી અશોક ગહેલોત તરફથી કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપવામાં આવ્યો છે. પીએમઓ તરફથી સીએમ ગહેલોતને જવાબ આપતા ટ્વીટમાં કહ્યું છે કે પ્રોટોકોલ અનુસાર તમને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમારું ભાષણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. પરંતુ તમારા કાર્યલાયે જણાવ્યું કે તેમે સામેલ નહીં થઇ શકો. પીએમઓ તરફથી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લી યાત્રાઓ દરમિયાન તમને હંમેશા આમંત્રિત કરવામાં આવ્યું છે.

તમે તમારી ઉપસ્થિતિમાં એ કાર્યક્રમોની શોભા વધારી છે. આજના કાર્યક્રમમાં સામેલ થવા માટે તમારું હાર્દિક સ્વાગત છે. વિકાસ કાર્યોની પટ્ટિકા પર પણ તમારું નામ છે. જો તાજેતરમાં થયેલી ઇજાના કારણે કોઈ શારીરિક તકલીફ ન હોય તો તમારી ઉપસ્થિતિ ખુબ જ મહત્વ રાખશે.

Web Title: Chief minister gehlots tweet before prime minister modis visit to rajasthan sikar ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×