ચેનાબ રેલ બ્રિજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં 14,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચેનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બ્રિજને દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ કહેવામાં આવી રહ્યો છે. તે પેરિસના એફિલ ટાવર કરતાં પણ ઊંચું છે. આ બ્રિજ બનાવવા માટે સિવિલ એન્જિનિયરિંગને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. આ પુલ બનાવવાની મંજૂરી 2003 માં મળી હતી. પુલની સુરક્ષાને લઈને ઘણી ચિંતાઓ હતી પરંતુ, હવે આ પુલ સંપૂર્ણ રીતે તૈયાર છે. આવો અમે તમને જણાવીએ કે, આ બ્રિજની ખાસિયત શું છે.
1 – જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરી વચ્ચે ચેનાબ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ પુલ કટરાથી બનિહાલ સુધીની લિંક બનાવે છે.
2 – આ પુલ નદીના પટથી 1,178 ફૂટ ઉપર છે, જે તેને એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો બનાવે છે.
3 – આ પુલ રૂ. 35,000 કરોડના ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાનો છે.
4 – ચિનાબ બ્રિજની કિંમત અંદાજે 14,000 કરોડ રૂપિયા છે. આ પુલનો હેતુ કાશ્મીરને દેશના અન્ય રાજ્યો સાથે જોડવાનો છે.
5 – વિશ્વના સૌથી ઉંચા પુલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેજ હવા પરીક્ષણ, અતિશય તાપમાન પરીક્ષણ, ભૂકંપ પ્રતિરોધક પરીક્ષણ અને તેજ જળ પ્રવાહ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
6 – આ પુલની શેલ્ફ લાઇફ અંદાજે 120 વર્ષ રહેવાની ધારણા છે.
7 – આ પુલ 260 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તો પણ અડીખમ ઉભો રહેવા સક્ષમ છે.
8 – આ પુલમાં 2015 કિલોમીટર લાંબો માર્ગ ધરાવે છે અને તેને ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – હલ્દવાની હિંસા : 11 ટીમો, 280 ઘર પર દરોડા…, માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિકને પકડવા પોલીસે બનાવ્યો આ પ્લાન
9 – બે મોટી કેબલ ક્રેનની મદદથી બ્રિજની કમાન બનાવવામાં એન્જિનિયરોને ત્રણ વર્ષ લાગ્યા હતા.
10 – આ પુલ માટે જમ્મુ-કાશ્મીરના લોકોએ બે દાયકા સુધી રાહ જોવી પડી હતી.
11 – આ પુલ બનાવવાની મંજૂરી 2003 માં મળી હતી. બ્રિજ ચાલુ થયા બાદ વંદે ભારત મેટ્રો ટ્રેન જમ્મુ અને શ્રીનગર વચ્ચે દોડશે.