Chandrayaan 3 mission latest updates : ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરમાં લાગેલા પેલોડ્સે પોતાનું કામ કરવાનું શરુ કર્યું છે. ઈસરોએ ચંદ્રયાન 3 થી સતત નવી જાણકારી મળી રહી છે. ચંદ્રયાનના દક્ષિણી ધ્રૂવ પર હાજર વિક્રમ લેન્ડરમાં લાગેલા CHASTE પેલોડે ચંદ્રની સપાટી પર તાપમાનની જાણકારી મોકલી છે. ઇસરોના લેન્ડર મોડ્યુલમાં લાગેલા ચાર પેલોડ્સમાંથી એક CHASTE દ્વારા પણ કરવામાં આવેલી શોધના ડાટા સાર્વજનીક કર્યા છે.
CHASTE પેલોડનો ઉદેશ્ય ચંદ્રમાની સપાટી પર તાપમાનનું અધ્યયન કરવાનું અને ચંદ્રની થર્મલ પ્રોફાઇલ બનાવવાની છે. CHASTE ચંદ્રની ઉપરની સપાટી અને નીચેલી સપાટીમાં તપામાનમાં અંતર માપવામાં સક્ષમ છે. ઉલ્લેકનીય છે કે CHASTE પેલોડને તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા બાવવામાં આવ્યું છે.
ઉપરની અને નીચેની સપાટીના તાપમાનમાં ખુબ જ અંતર
ઈસરો દ્વારા ચાલું આંકડાઓના હિસાબથી ચંદ્રમાની સપાટીના ઠીક ઉપર અને નીચેના તાપમાનમાં ખુબ જ મોટું અંતર જોવા મળી રહ્યું છે. ઈસરોના એક ગ્રાફ શેર કરીને આ તાપમાનમાં અંતર દર્શાવ્યું છે. ગ્રાફ જોઈને માલુમ પડે છે કે ચંદ્રની સપાટી પર તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી વધારે છે. પરંતુ સપાટીના કેટલાક મીલીમીટર નીચે જ તાપમાન માઇનસ 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.
ઈસરોએ એ પણ જાણ્યું કે ચંદ્રની સપાટી ઉપરની માટી ગર્મીને નીચે જવાથી રોકે છે. આના કારણે ચંદ્રની ઉપરની સપાટી ગરમ છે અને નીચેની સપાટી પર તાપમાન માઇનસમાં છે.
ઈસરો દ્વારા રજૂ કરવામાં આવેલા ડાટા પૂર્વમાં લૂનર મિશનના એક્સપેરિમેન્ટથી મેળ ખાય છે. ઉલ્લેખનીય છે કે વિભિન્ન સ્પેસ એજન્સીઓ ચંદ્રમાના થર્મલ પ્રોફાઇલ વિશે જાણકારી મેળવી ચૂકી છે. પરંતુ ભારત ચંદ્રના દક્ષિણી ધ્રૂવ નજીક ઉપલી સપાટી અને નીચલી સપાટીના તાપમાનમાં અંતરની જાણનાર પહેલો દેશ બની ગયો છે.
ચંદ્રની સપાટી પર દિવસ અને રાતમાં તાપમાનમાં ખૂબ જ અંતર હોય છે. ચંદ્ર પર કેટલાક સ્થળ પર રાતના સમયે 200 ડિગ્રી સેલ્સિયસથી વધારે ઠંડો માનવામાં આવે છે જ્યારે અન્ય સ્થાન પર દિવસ દરમિયાન 100 ડિગ્રી સેલ્સિયસથી વધારે ગરમ હોય છે. ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર પાણી અને હીલિયમની શોધ પણ કરશે. ઉલ્લેખનીય છે કે વિક્રમ લેન્ડરમાં કુલ 4 પેલોડ્સ લાગેલા છે. જ્યારે પ્રજ્ઞાન રોવરમાં બે પેલોડ્સ લાગેલા છે.