scorecardresearch
Premium

Chandrayaan 4 mission | ચંદ્રયાન 4 મિશન : ISRO અને જાપાનની JAXA સાથે મળી ચંદ્ર મિશન કરશે, શું છે લક્ષ્ય? ક્યારે થશે લોન્ચ?

Chandrayaan 4 mission : ઈસરો (ISRO) અને જાપાન (Japan) ની JAXA સંયુક્ત રીતે ચંદ્રયાન 4 મિશન મોકલવાની તૈયારી કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો આ મિશનમાં ચંદ્ર (Moon) ની સપાટી પર હાજર જળ સંસાધનોની માત્રા અને પ્રકારનો અભ્યાસ કરશે. લેન્ડર (Lander) અને રોવર (Rover) ચંદ્ર પર રાત્રે ઠંડીમાં પણ રહી શકે તેવા બનાવવાની કોશિસ હશે.

Chandrayaan 4 mission ISRO and JAXA
ચંદ્રયાન 4 મિશન – ઈસરો અને જાપાનની જક્સા

Chandrayaan 4 Mission : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને જાપાનનું (JAXA) ચંદ્રયાન 4 મિશન પર જોર શોરથી કામ કરી રહ્યા છે, જેને લુનર પોલર એક્સપ્લોરેશન મિશન (LUPEX) તરીકે ઓળખવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય સહયોગી મિશન ચંદ્રની સપાટી પર હાજર જળ સંસાધનોની માત્રા અને પ્રકારનો અભ્યાસ કરશે.

જો બધુ યોજના મુજબ ચાલ્યું તો, ચંદ્રયાન-4 મિશન 2025 માં લોન્ચ કરવામાં આવશે. આ પ્રક્ષેપણ JAXA ના H3 રોકેટ દ્વારા કરવામાં આવશે. JAXA અનુસાર, લોન્ચ મિશન યાનનું વજન લગભગ 6 ટન છે, જ્યારે લેન્ડર અને રોવરનું વજન 350 કિલોથી વધુ છે. (જક્સા)

LUPEX મિશન પાણીની શોધમાં ચંદ્રના દક્ષિણી ધ્રુવીય પ્રદેશ પર ઉતરવાનું લક્ષ્ય રાખશે અને સફળ અભ્યાસ કરવા માટે ચંદ્ર પર 3 મહિનાથી વધુ સમય સુધી રહેવાની યોજના ધરાવે છે. મહત્વનું એ છે કે, રોવર અને લેન્ડરને પણ ચંદ્રની રાત્રે ભારે ઠંડીથી બચવા માટે ડિઝાઇન કરવામાં આવશે.

ચંદ્રયાન-4 મિશન છ મુખ્ય પેલોડ્સથી સજ્જ હશે: રિસોર્સ ઇન્વેસ્ટિગેશન વોટર એનાલિસ્ટ (REIWA), એડવાન્સ લુનર ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર (ALIS), ન્યુરોન સ્પેક્ટ્રોમીટર (NS), ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR), LUPEX (EMS-L) માટે એક્સોસ્ફેરિક માસ સ્પેક્ટ્રોમીટર), અને મિડિનફ્રારેડ ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર. (જક્સા).

આ પણ વાંચો – Saturn rings disappear 2025 | 2025 સુધીમાં શનિના વલયો કેમ અદૃશ્ય થઈ જશે? જાણો તેની પાછળનું કારણ

રિસોર્સ ઇન્વેસ્ટિગેશન વોટર એનાલિસ્ટ (REIWA) પેલોડમાં જળ સંસાધનોનો અભ્યાસ કરવા માટે ચાર મુખ્ય સાધનોનો સમાવેશ થશે. સાધનોમાં લુનર થર્મોગ્રેવિમેટ્રિક વિશ્લેષક (LTGA), ટ્રિપલ રિફ્લેક્શન રિફ્લેક્ટર (ટ્રાઇટન), એક્વિયસ ડિટેક્ટર યુઝિંગ ઓપ્ટિકલ રેઝોનન્સ (ADORE), અને સેમ્પલ એનાલિસિસ પેકેજ (ISAP) નો સમાવેશ થાય છે.

Web Title: Chandrayaan 4 mission isro japan jaxa launch lunar mission what study launch date km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×