scorecardresearch
Premium

ચંદ્રયાન 3: શનિવારે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરી થશે એક્ટિવ? સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટરે શું કહ્યું

chandrayaan 3 : પ્રજ્ઞાન અને વિક્રમ’ માટે મોટો પડકાર -200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સક્રિય થયા બાદ ફરી એક્શનમાં લાવવાનો રહેશે

Chandrayaan 3 | vikram lander
ચંદ્ર પર સવાર પડતાં જ ઇસરો હવે તેના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના સૌર ઊર્જાથી ચાલતા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરીને તેમને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે (ફાઇલ ફોટો)

chandrayaan 3 : દેશમાં ચંદ્રયાન-3 મિશન પર સૌની નજર છે, કારણ કે ઈસરો આજે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને એક્ટિવેટ કરવાનું પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ આજે આ પ્રક્રિયા થઈ શકી નથી. આ વિશે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ શું કહ્યું કે અમારી યોજના 22 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં (પ્રજ્ઞાન) રોવર અને (વિક્રમ) લેન્ડર ફરીથી શરૂ કરવાની હતી. પરંતુ કોઈ કારણસર હવે આવતીકાલે 23 સપ્ટેમ્બરે કરીશું. લેન્ડર અને રોવરને સ્લીપ મોડથી દૂર કરીને ફરીથી સક્રિય કરવાની યોજના છે.

ચંદ્ર પર સવાર પડતાં જ ઇસરો હવે તેના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના સૌર ઊર્જાથી ચાલતા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરીને તેમને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી તેઓ વૈજ્ઞાનિક પ્રયોગો ચાલુ રાખી શકે. પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્રની રાત શરૂ થાય તે પહેલાં લેન્ડર અને રોવર બંનેને આ મહિનાની શરૂઆતમાં અનુક્રમે 4 અને 2 સપ્ટેમ્બરના રોજ સ્લીપ મોડમાં મુકવામાં આવ્યા હતા.

જાણો ‘પ્રજ્ઞાન અને વિક્રમ’ માટે મોટો પડકાર

‘પ્રજ્ઞાન અને વિક્રમ’ માટે મોટો પડકાર -200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સક્રિય થયા બાદ ફરી એક્શનમાં આવવાનો રહેશે. તેના પર લાગેલા ઉપકરણો ચંદ્ર પરના નીચા તાપમાનમાં ટકી રહે છે તો મોડ્યુલ ફરી એક્ટિવ મૂડમાં પાછા ફરી શકે છે અને આગામી ચૌદ દિવસ સુધી ચંદ્ર પરથી માહિતી મોકલવાનું તેમનું મિશન ચાલુ રાખી શકે છે. જો બધુ યોજના મુજબ ચાલશે તો કમાન્ડ રોવરમાં ફીડ થયા પછી રોવર આગળ વધવાનું શરૂ કરશે. બાદમાં લેન્ડર મોડ્યુલ પર પણ આ જ પ્રક્રિયા કરવામાં આવશે.

આ પણ વાંચો – વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરી કામ શરૂ કરશે! ઈસરોએ દક્ષિણ ધ્રુવ પર સૂર્યોદય વિશે આપી મોટી માહિતી

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પર ઈસરોના પૂર્વ ચેરમેન કે સિવાને કહ્યું કે આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે. તેણે ચંદ્ર પર એક રાત પસાર કરી છે. હવે ત્યાં દિવસ શરૂ થયો છે તેથી હવે તેઓ જાગવાનો પ્રયાસ કરશે. જો બધી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરવાનું શરૂ કરશે તો પછી બધું બરાબર થઈ જશે. આ અંત નથી અને ઘણું બધું નવું વિજ્ઞાન આવશે. હજુ પણ ચંદ્રયાન-1ના ડેટામાં ઘણી બધી શોધ લઇને આવ્યા છે તેથી મને આશા છે કે ઘણું બધું નવું આવશે, વૈજ્ઞાનિકો પ્રયાસ કરતા રહેશે. આ કહાનીનો અંત નથી.

ઈસરોના પૂર્વ ચેરમેન જી માધવન નાયરે પણ કહ્યું કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર લગભગ બે અઠવાડિયાથી ડીપ સ્લિપમાં છે. તે લગભગ ફ્રીઝરમાંથી કંઈક તપાસવા અને પછી તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવા જેવું છે. તાપમાન -150 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થઇ ગયુ હશે. બેટરી, ઇલેક્ટ્રોનિક્સ આ તાપમાને કેવી રીતે ટકી રહે છે તે ખરેખર ચિંતાનો વિષય છે. આવી પરિસ્થિતિ પછી પણ તે કામ કરશે તે પ્રસ્થાપિત કરવા માટે જમીની સ્તરે પૂરતા ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમ છતાં આપણે આપણી જાતનું ધ્યાન રાખવું પડશે અને બધું બરાબર થાય તે માટે પ્રાર્થના કરવી પડશે.

Web Title: Chandrayaan 3 will vikram lander and pragyan rover wake up tomorrow ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×