Chandrayaan 3 Update : ઇસરો (ISRO) તરફથી ચંદ્ર મિશન ચંદ્રયાન 3 ને લઇને મોટું અપડેટ આવ્યું છે. ઇસરોએ ટ્વિટ કરીને જાણકારી આપી કે રોવર પ્રજ્ઞાનનું મૂવમેન્ટ પ્લાન પ્રમાણે થઇ રહ્યું છે. ચંદ્રમાની સપાટી પર રોવર પ્રજ્ઞાન અત્યાર સુધી 8 મીટર ચાલ્યું છે. ઇસરોએ ટ્વિટ કરીને રોવર પ્રજ્ઞાનની મૂવમેન્ટને લઇને કહ્યું કે બધા પ્લાંડ રોવર મૂવમેન્ટ વેરિફાઇ કરી લેવામાં આવ્યા છે. રોવરે લગભગ 8 મીટરની દૂરી સફળતાપૂર્વક પાર કરી લીધી છે. રોવર પેલોડ LIBS અને APXS ચાલુ થઇ ગયા છે. પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર પર બધા પેલોડ નોમિનલી પ્રદર્શન કરી રહ્યા છે.
ઇસરોએ પ્રજ્ઞાન રોવરનો વીડિયો શેર કર્યો
આ પહેલા ઇસરો દ્વારા વિક્રમમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળતો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં વિક્રમમાંથી રોવર કેવી રીતે બહાર નીકળે છે અને ચંદ્રની ધરતી પર ઉતરતા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. વિક્રમ લેન્ડરનું દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ થયા બાદ વાતાવરણ શાંત થયા બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળ્યું હતું. ઇસરોએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયો શેર કર્યો હતો. ઇસરોએ આ વીડિયો શેર કરતા લખ્યું હતું કે…અને ચંદ્રયાન 3 નું રોવર લેન્ડરથી નીકળીને આ રીતે ચંદ્રની સપાટી પર ચાલ્યું.
આ પણ વાંચો – ઈસરો એ આપ્યા બીજા મોટા સમાચાર: આદિત્ય-L1 પ્રથમ સૂર્ય મિશન 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે
ઇસરોએ ચંદ્રયાન 3 ના લેન્ડરે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યા પછી ચંદ્રયાન 2 ના ઓર્બિટર હાઇ રેઝોલ્યૂશન કેમેરાથી લેવામાં આવેલી તસવીર પણ જાહેર કરી હતી. ઇસરોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ચંદ્રયાન 2 ઓર્બિટરે ચંદ્રયાન 3 લેન્ડરની તસવીર લીધી. ચંદ્રયાન 2 નું ઓર્બિટર હાઇ રેઝોલ્યૂશન કેમેરા ચંદ્રની પરિક્રમા કરી રહેલા વર્તમાનમાં બધા કેમેરાની સરખામણીમાં સર્વશ્રેષ્ઠ રેઝોલ્યૂશન વાળો કેમેરો છે.
પ્રજ્ઞાન અને વિક્રમ વચ્ચે વાત કેવી રીતે થાય છે?
પ્રજ્ઞાન અને વિક્રમ વચ્ચે વાતચીતના માધ્યમ રેડિયો વેબ્સ છે. આ ઇલેક્ટ્રો મેગ્નેટિવ વેવ હોય છે. જેને એ પ્રકારે બનાવવામાં આવ્યા છે. કે પ્રજ્ઞાન પોતાના લેન્ડર વિક્રમ સાથે વાત કરી શકે. પ્રજ્ઞાન સીધા બેંગ્લુરુ સ્થિત કમાંડ સેન્ટર સાથે વાત કરી શકે છે. પરંતુ વિક્રમ સીધા બેંગલુરુ સ્થિત કમાંડ સેન્ટર સાથે વાત કરી શકે છે. જોકે, ચંદ્રયાન 3ના પ્રોપેલ્શન મોડ્યુલમાં કોઈ કમ્યુનિકેશન ડિવાઇસ નથી. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ચંદ્રથી ધરતી સુધી સંદેશ આવવા માટે સવા સેકન્ડનો સમય લાગે છે. આ સંપૂર્ણ પ્રોસેસ ઓટોમેટેડ રીતે થાય છે.