scorecardresearch
Premium

Chandrayaan 3 : લેન્ડર અને રોવરને ઇસરો કેમ કરી નાખશે નિષ્ક્રીય, જાણો ચંદ્રયાન 3 ની લેટેસ્ટ અપડેટ

Chandrayaan 3 Mission : અત્યાર સુધી પ્રજ્ઞાને ચંદ્રની ઘણી શાનદાર તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી છે. તે તસવીરોમાં ચંદ્રના એવા ઘણા રહસ્યો સામે આવ્યા છે જે હજુ પણ દુનિયા માટે અજાણ હતા

vikram lander | Chandrayaan 3 Mission
અત્યાર સુધી અનેક તબક્કાઓ પાર કરી ચૂકેલું ચંદ્રયાન 3 હવે લેન્ડરથી 100 મીટર દૂર છે (તસવીર – ઇસરો)

Chandrayaan 3 Mission Latest Update : ભારતનું ચંદ્રયાન 3 મિશન પોતાના ઉદ્દેશ્યોને ઝડપથી પૂર્ણ કરવામાં લાગેલું છે. અત્યાર સુધી અનેક તબક્કાઓ પાર કરી ચૂકેલું ચંદ્રયાન 3 હવે લેન્ડરથી 100 મીટર દૂર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હવે લેન્ડર અને રોવર બંનેને ડિએક્ટિવેટ કરવાની પ્રક્રિયા પણ શરૂ થવા જઈ રહી છે. અત્યાર સુધી પ્રજ્ઞાને ચંદ્રની ઘણી શાનદાર તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી છે. તે તસવીરોમાં ચંદ્રના એવા ઘણા રહસ્યો સામે આવ્યા છે જે હજુ પણ દુનિયા માટે અજાણ હતા.

ચંદ્રયાન 3નું શું થશે?

ઇસરોના વડા એસ સોમનાથે શનિવારે કહ્યું હતું કે ચંદ્રયાન -3 નું રોવર અને લેન્ડર ચંદ્ર પર મોકલવામાં આવ્યું છે તે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે અને ચંદ્ર પર રાત થતી હોવાથી તેમને નિષ્ક્રિય કરવામાં આવશે. સોમનાથે કહ્યું કે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન હજુ પણ કામ કરી રહ્યું છે અને અમારી ટીમ હવે વૈજ્ઞાનિક ઉપકરણો સાથે ઘણું કામ કરી રહી છે.

આ પણ વાંચો – ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની તસવીર લીધી, જોવા મળ્યો આવો શાનદાર નજારો

જાણકારી માટે જણાવી દઈએ કે ભારત પહેલો દેશ છે જેનું મૂન મિશન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતર્યું છે. રશિયાના લુના 25 એ પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. તે ચંદ્રની સપાટી પર તૂટી પડ્યું હતું. પરંતુ ભારતનું ચંદ્રયાન 3 દરેક સ્ટોપ પરથી પસાર થયું અને પછી તે દક્ષિણ ધ્રુવ પર પણ ઉતર્યું હતું. મોટી વાત એ છે કે જે જગ્યાએ ભારતનું ચંદ્રયાન 3 લેન્ડ થયું છે તેને શિવશક્તિ નામ આપવામાં આવ્યું છે.

લેન્ડિંગ પોઇન્ટ શિવશક્તિ શા માટે?

પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતના આ મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોનું પણ અભૂતપૂર્વ યોગદાન છે. તેથી તેમનું સન્માન કરવા માટે તે પોઇન્ટનું નામ શિવશક્તિ રાખવું જોઈએ. જે પોઈન્ટ સુધી ચંદ્રયાન 2 ગયું હતું તેનું નામ પણ રાખવામાં આવ્યું છે. તે પોઇન્ટને તિરંગા નામ આપવામાં આવ્યું છે.

Web Title: Chandrayaan 3 moon mission isro lander vikram latest update ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×