Chandrayaan 3 Today Update : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) માટે આજનો અને 17 ઓગસ્ટનો દિવસ પણ ખુબ મહત્તવનો છે. ઈસરોનું ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર ભારતનો ત્રિરંગો ફરકાવવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. હાલમાં તે 174 કિમી x 1437 કિમીની ભ્રમણકક્ષામાં ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. આજે ISRO ચંદ્રયાન-3ને સવારે 11.30 થી 12.30 વચ્ચે ચંદ્રની નીચેની કક્ષામાં મોકલવા તૈયાર થઈ ગયું છે. વૈજ્ઞાનિકો બેંગલુરુમાં બેસીને આ માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે.
આજે ચંદ્રયાન 3 માટે ઈસરો શું ઓપરેશન પાર પાડી રહ્યું
આજે ચંદ્રયાન 3 માટે મહત્વનો દિવસ છે, કારણ કે, આજે ચંદ્રયાન 3 ઓરબિટ રિડક્શન મૂનવર કરશે. તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન 3 નો રસ્તો ચંદ્રયાન 2 જેવો જ છે. આમાં ત્રણ ફેજ સામેલ છે, જેમાં અર્થ ઓરબિટ મૂનવર, ટ્રાન્સ લૂનર ઈન્જેક્શન, અને લૂનર ઓરબિટ મૂનવર.
17 ઓગસ્ટ ચંદ્રયાન 3ને લઈ ઈસરો માટે મહત્ત્વનો દિવસ
ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ચાલુ કરી દેવામાં આવ્યા હતા. અગાઉ 5 ઓગસ્ટ, 2023ના રોજ, જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું, ત્યારે તેણે ચંદ્રની પ્રથમ તસવીરો જાહેર કરી હતી. હવે ઈસરો વધુ એક ઓપરેશન પાર પાડી રહ્યું છે. આ પછી, 17 ઓગસ્ટે, ચંદ્રયાન 3 ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવશે. આ પછી ડી-ઓર્બિટીંગની કવાયત શરૂ કરવામાં આવશે. 18 થી 20 ઓગસ્ટની વચ્ચે ડીઓર્બીટીંગ થશે એટલે કે, ચંદ્રની ભ્રમણકક્ષાનું અંતર ઘટી જશે. ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટની સાંજે લગભગ 5.47 કલાકે કરવામાં આવશે.
ચંદ્રયાન 3 લાઈવ લોકેશન
ચંદ્રની સપાટીની નજીક
‘ચંદ્રયાન-3’ 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું અને 5 ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ એક ટ્વિટમાં કહ્યું, “ચંદ્રની સપાટીની નજીક. આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી બાદ ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ઘટાડીને 174 કિમી x 1437 કિમી કરી દેવામાં આવી છે.” ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ધીરે ધીરે ઓછી થવાની અપેક્ષા છે અને મહત્વાકાંક્ષી મિશન આગળ વધતા ચંદ્રના ધ્રુવો પર તેની સ્થિતિ વધશે. શ્રેણીબદ્ધ કવાયત કરવામાં આવી રહી છે. આ માટે ISRO દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન 3 એ 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો
તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન 5 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યું હતું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સ્પેસ સેન્ટરથી 14 જુલાઈએ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. ISROએ કહ્યું કે જેમ જેમ મિશન આગળ વધે છે તેમ, ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષાને ધીમે ધીમે ઓછી કરીને તેને ચંદ્રના ધ્રુવો પર મૂકવા માટે અનેક દાવપેચની યોજના છે.