scorecardresearch
Premium

Chandrayaan 3 Mission LIVE લોકેશન : ઈસરો નું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું – VIDEO

Chandrayaan 3 Mission LIVE Location : ઈસરો (ISRO) ની આજે અગ્નિપરીક્ષા ચાલી રહી છે, ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણકક્ષા (moon orbit) માં પ્રવેશ કરી રહ્યું છે. જુઓ લાઈવ વીડિયોમાં અદ્દભૂત નજારો.

Chandrayaan 3 Mission LIVE Location
ઈસરોનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી રહ્યું, લાઈવ લોકેશન વીડિયો

Chandrayaan 3 Mission Update : ભારતનું ચંદ્રયાન 3 મિશન હવે ચંદ્ર સુધી ઘણું દૂર પહોંચી ગયું છે. આજે શનિવારે તેને ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરવાનું હતું. ઈસરોએ કહ્યું છે કે, અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું છે, ચંદ્રયાન અનુમાન મુજબ જ આગળ વધી રહ્યું છે. એ જ એપિસોડમાં, હવે મિશનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો આવી ગયો અને જ્યારે ચંદ્રયાન 3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતા પૂર્વક પ્રવેશ કરી લીધો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સાંજે લગભગ સાત વાગ્યાની આસ-પાસ, તેના નિયત સમય પ્રમાણે ચંદ્રયાન 3 એ ચંદ્રની કક્ષામાં પોતાને સ્થાપિત કરી લીધુ છે. આ સમગ્ર પ્રક્રિયાને Lunar Orbit Injection (LOI) કહેવાય છે. આ પહેલા ચંદ્રયાન 3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાંચ વખત પરિક્રમા કરી ચુક્યું છે. પરંતુ હવે તે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો હતો. ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવાની તૈયારીઓ ચાલી રહી હતી, ઈસરોએ કહ્યું, બધુ બરાબર રહ્યું, અને સાંજે સાત વાગ્યે સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે. આ પછી, બધાની નજર 23 ઓગસ્ટના રોજ હશે, જ્યારે ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

ચંદ્રયાન 3 મિશન – LIVE

નિષ્ફળતાની ઓછી તક

ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધીના ઈતિહાસ મુજબ જે પણ દેશો કે અંતરિક્ષ એજન્સીઓએ રોકેટ દ્વારા સીધા ચંદ્ર પર જવાનો પ્રયાસ કર્યો છે, તે મોટાભાગે નિરાશ થયા છે. અત્યાર સુધી આવા ત્રણ મિશનમાંથી એક મિશન નિષ્ફળ ગયું છે. બીજી તરફ ઈસરોએ જે માર્ગ અને ટેક્નોલોજી પસંદ કરી છે, તેમાં નિષ્ફળતાનો અવકાશ ઓછો છે. ઈસરો અત્યાર સુધીમાં બે વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ચૂક્યું છે.

આ પણ વાંચોChandrayaan 3 Update: ચંદ્રયાન-3 ક્યાં સુધી પહોંચ્યું? હવે તમે પણ જોઈ શકશો, ઈસરોએ દેશવાસીઓ માટે લોન્ચ કર્યું લાઈવ ટ્રેકર, જાણો બધુ

લેન્ડર અને પ્રોપલ્શન મોડલ ક્યારે યાનમાથી અલગ થશે?

5 ઓગસ્ટથી 17 ઓગસ્ટની વચ્ચે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં ધીરે ધીરે આગળ વધશે અને ચંદ્રની સપાટીની નજીક પહોંચવાનો પ્રયાસ કરશે. 17 ઓગસ્ટે ચંદ્રયાન-3 લગભગ 100 કિલોમીટરની ભ્રમણકક્ષામાં આવશે. તો, પ્રોપલ્શન મોડલ અને લેન્ડર મોડલ એકબીજા સાથે જોડવામાં આવશે. આ પછી, 18 થી 20 ઓગસ્ટ સુધી, લેન્ડર મોડલ તેની ગતિ ઘટાડશે અને ડી-ઓર્બિટ કરવાનો પ્રયાસ કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચશે. જો ચંદ્રયાન-3 આ તમામ સ્તરોને પાર કરી લેશે તો 23 ઓગસ્ટે સાંજે 5:45 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે.

Web Title: Chandrayaan 3 mission live location see isro video entering moon orbit km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×