scorecardresearch
Premium

ચંદ્રયાન-3 મૂન મિશન પર આખી દુનિયાની નજર કેમ છે? શું છે મનુષ્ય અને ચંદ્ર વચ્ચે સંબંધ, જાણો દરેક સવાલનો જવાબ

Chandrayaan 3 : ચંદ્રયાન-3માં સ્વદેશી લેન્ડર મોડલ, પ્રપોશનલ મોડલ અને રોવર છે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે. જો ઇસરો સફળતાપૂર્વક તેનું લેન્ડિંગ કરાવશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરનાર પ્રથમ દેશ બની જશે

Chandrayaan 3 mission |chandrayaan 3 | isro
ચંદ્રયાન-3 મિશનને 14 જુલાઈએ બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે (તસવીર – ઇસરો)

Chandrayaan 3 Launch : ભારત અંતરિક્ષમાં વધુ એક રેકોર્ડ બનાવવા તૈયાર છે. ઈસરોએ ચંદ્રયાન-3 લોન્ચના પરીક્ષણ માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. ચંદ્રયાન-3 મિશનને 14 જુલાઈએ બપોરે 2:35 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3 ના નિર્માણમાં 615 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 ને અંતરિક્ષમાં લઈ જવા માટે એલબીએમ-3 રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવશે. આ મિશનને ખાસ બનાવવા માટે ઈસરોએ તૈયારીઓ પણ પૂરી કરી લીધી છે. સામાન્ય લોકો આ મિશનને લાઈવ જોઈ શકે તે માટે ઈસરોની વેબસાઈટ પર બુકિંગ કરવામાં આવી રહ્યું છે.

ચંદ્રયાન-3 મિશન કેમ છે ખાસ?

ચંદ્રયાન મિશન દ્વારા ઈસરો ચંદ્ર પરની ઘટનાઓ અને રસાયણોની જાણકારી મેળવશે. આ મિશનને ઈસરોએ 2008માં લોન્ચ કર્યું હતું. આ મિશનના લોન્ચિંગના 312 દિવસ બાદ જ ઈસરોનો ચંદ્રયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જોકે ઈસરોએ આ મિશનને સફળ ગણાવ્યું હતું. ઇસરોના તત્કાલીન વડાએ મીડિયાને જણાવ્યું હતું કે ચંદ્રયાન-1એ તેનું 95 ટકા કામ પૂરું કરી લીધું છે. ત્યારબાદ તેનો ઇસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ પછી 2019 ચંદ્રયાન-2 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન આંશિક રીતે સફળ રહ્યું હતું અને અંતરિક્ષની અંદર વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડિંગને કારણે તે તૂટી ગયું હતું.

ચંદ્રયાન-3માં સ્વદેશી લેન્ડર મોડલ, પ્રપોશનલ મોડલ અને રોવર છે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે. જો ઇસરો સફળતાપૂર્વક તેનું લેન્ડિંગ કરાવશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરનાર પ્રથમ દેશ બની જશે. આ મિશન હેઠળ ઈસરો ચંદ્રની સપાટીની સંરચનાનો અભ્યાસ કરતા કેમિકલ એનાલિસિસના મિશન પર પણ જશે.

આ પણ વાંચો – ચંદ્રયાન 3 : ડર, આશા અને ખુશીની તે 15 મિનિટ…આ સ્ટેજ પાર થયું તો ઝુમી ઉઠશે આખું ભારત

શા માટે વૈજ્ઞાનિકો માટે ખાસ છે ચંદ્ર?

વિશ્વના તમામ દેશો વચ્ચે ચંદ્ર પર જવાની સ્પર્ધા છે. વૈજ્ઞાનિકોએ ચંદ્રને પ્રારંભિક ઇતિહાસનો ભંડાર ગણાવ્યો છે. તેઓ કહે છે કે ચંદ્ર પૃથ્વીથી તુટીને બન્યો છે. માનવપ્રવૃત્તિઓને કારણે પૃથ્વી પરથી જે રેકોર્ડ ભૂંસાઈ ગયા છે તે આજે પણ ચંદ્ર પર સચવાયેલા છે. ચંદ્રની શોધ આપણને પૃથ્વીના પ્રારંભિક ઇતિહાસને સમજવાની તક આપશે. પૃથ્વી અને સૌરમંડળ સાથે ચંદ્રના સંબંધને ઊંડાણપૂર્વક સમજવાની તક પણ મળશે.

ચંદ્ર માનવ સ્વાસ્થ્ય સાથે કેવી રીતે જોડાયેલો છે?

ચંદ્રમાં પૃથ્વી કરતા ઓછું ગુરુત્વાકર્ષણ અને રેડિએશન વધુ છે. વૈજ્ઞાનિકો હવે સંશોધન કરી રહ્યા છે કે મનુષ્યની અંદર જોવા મળતા કેન્સર જેવા રોગોને રોકવામાં રેડિએશન કેવી રીતે અસરકારક છે. આ સાથે જ વૈજ્ઞાનિકો એ પણ શોધી રહ્યા છે કે કેવી રીતે રેડિએશનથી મનુષ્યના હાડકા અને માંસપેશીઓ ઠીક થઈ શકે છે.

ચંદ્ર પર છુપાયેલા છે કિંમતી ભંડાર

ચંદ્ર પર ઘણા કિંમતી ખનીજો પણ ઉપલબ્ધ છે. વૈજ્ઞાનિકો હવે ભવિષ્યમાં ચંદ્રને સ્પેસ સ્ટેશન તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના પર ભાર મૂકી રહ્યા છે, જેથી ભવિષ્યમાં અન્ય ગ્રહ પર જવાનું સરળ બને. અહીં વૈજ્ઞાનિકો ઘણા ઉપકરણોનું પરીક્ષણ કરી શકે છે. સરળ ભાષામાં કહીએ તો વૈજ્ઞાનિકો ચંદ્રને પોતાની ટેસ્ટ લેબ બનાવી શકે છે જેથી અંતરિક્ષમાં થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકાય અને સાથે જ બીજા ગ્રહ પર જીવન શોધવાની પ્રક્રિયાને વધુ વેગ મળી શકે.

Web Title: Chandrayaan 3 mission launches on july 14 why moon is important for human how it is related to chandrayaan 3 ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×