scorecardresearch
Premium

Chandrayaan 3 : ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની તસવીર લીધી, જોવા મળ્યો આવો શાનદાર નજારો

Chandrayaan 3 Mission : આ તસવીર પ્રજ્ઞાન રોવર પર લગાવવામાં આવેલી NavCamથી લેવામાં આવી છે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદ વિક્રમ લેન્ડરની આ પહેલી તસવીર સામે આવી

chandrayaan 3 | ISRO
પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની તસવીર લઈને પૃથ્વી પર મોકલી (Image: ISRO)

Chandrayaan 3 Mission Latest Update : ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણી ધ્રુવ સુધી પહોંચ્યાને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની તસવીર લઈને પૃથ્વી પર મોકલી છે. ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર કેટલાક પ્રયોગો કરી રહ્યું છે. ઇસરોએ ટ્વિટમાં જાણકારી આપી છે કે પ્રજ્ઞાન રોવર પર લાગેલા કેમેરાએ સવારે વિક્રમ લેન્ડરની તસવીર લીધી છે. આ તસવીર પ્રજ્ઞાન રોવર પર લગાવવામાં આવેલી NavCamથી લેવામાં આવી છે. જણાવી દઈએ કે લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો ઓપ્ટિક્સ સિસ્ટમ્સ દ્વારા NavCam વિકસાવવામાં આવ્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદ વિક્રમ લેન્ડરની આ પહેલી તસવીર સામે આવી છે.

ચંદ્ર પર ઓક્સિજન સાથે આ પદાર્થો હોવાની સાબિતી મળી

ઇસરોએ એક દિવસ પહેલા જાણકારી આપી હતી કે ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરમાં લાગેલા એક યંત્રએ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઓક્સિજન હોવાની પૃષ્ટી કરી છે. આ કામ તેમા લાગેલા પેલોડ એટલે યંત્ર લેઝર ઇડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપીએ કર્યું છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3 નું આ પ્રથમ ઇન-સીટૂ એક્સપેરિમેન્ટ હતું.

ઇસરોએ જણાવ્યું કે આશા પ્રમાણે ચંદ્રમાની સપાટી પર એલ્યૂમિનિયમ, કેલ્સિયમ, લોહા, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેગ્નેશિયન અને સિલિકોન ડિટેક્ટ થયું છે. રોવર ચંદ્રમાની સપાટી પર હાઇડ્રોજનની શોધ કરી રહ્યું છે.

આ પણ વાંચો – ચંદ્રયાન 3 : પ્રજ્ઞાન રોવરના રસ્તામાં આવ્યો મોટો ખાડો, રસ્તો બદલવામાં આવ્યો

ચંદ્રની સપાટી પર તાપમાનમાં તફાવત છે

ઈસરો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ચંદ્રની સપાટીથી બિલકુલ ઉપર અને નીચેના તાપમાનમાં મોટો તફાવત જોવા મળ્યો છે. ઇસરોએ ગ્રાફ શેર કરીને તાપમાનમાં તફાવત બતાવ્યો હતો. ગ્રાફ જોતા ખબર પડે છે કે ચંદ્રની સપાટી પર તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. પરંતુ સપાટીથી થોડાક મિલિમીટર નીચે તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. ઇસરોએ એ પણ શોધી કાઢ્યું હતું કે ચંદ્રની સપાટીની ઉપલી માટી નીચલી સપાટી પર ગરમી વહન કરવામાં ખૂબ જ સારી રીતે અસમર્થ છે. આ કારણથી ચંદ્રની ઉપલી સપાટી એટલી ગરમ હોય છે, જ્યારે ચંદ્રની નીચલી સપાટી પર તાપમાન માઇનસ હોય છે.

Web Title: Chandrayaan 3 mission latest update isro shares image of lander vikram captured by pragyan rover ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×