scorecardresearch
Premium

Chandrayaan 3: ચંદ્રયાન 3 ના વધુ એક સારા સમાચાર આવ્યા, ISRO ચીફ એસ સોમનાથે એક મોટું અપડેટ આપ્યું

Chandrayaan 3 mission update : ચંદ્રયાન 3 મિશનને લઈ ઈસરો (ISRO) ના ચીફ એસ સોમનાથે (s somanath) નિવેદન આપી વિક્રમ લેન્ડર (vikram lander)અને પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) ની હેલ્થ વિશે માહિતી આપી કહ્યું, પ્લાઝમા (plasma) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પણ મળી આવ્યો છે, પરંતુ તે ઓછો ગાઢ છે.

isro chief s somanath | Chandrayaan 3
ઈસરો ચિફ એસ સોમનાથ

Chandrayaan 3 : ISRO ચીફ એસ સોમનાથે ચંદ્રયાન-3 મિશન પર મોટું નિવેદન આપ્યું છે. ચંદ્રયાન-3 વિશે અપડેટ આપતાં તેમણે કહ્યું કે, બધુ બરાબર ચાલી રહ્યું છે. સોમનાથે કહ્યું કે, તમામ ડેટા ખૂબ સારી રીતે આવી રહ્યા છે. બધું બરાબર કામ કરી રહ્યું છે. અમને આશા છે કે, અમારું મિશન 14 દિવસના અંત સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ થશે.

ચંદ્રયાન મિશન પર ગયેલા લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સતત પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. પ્લાઝમા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પણ મળી આવ્યો છે, પરંતુ તે ઓછો ગાઢ છે. ISRO એ રવિવારે પ્રજ્ઞાન રોવરનો એક વીડિયો જાહેર કર્યો, જેમાં તે સુરક્ષિત રીતે ચાલી રહ્યું છે અને સારી રીતે ફરી રહ્યું છે. તેનો ફોટો લેન્ડર વિક્રમે લીધો છે.

ISRO એ આ શેર કર્યું અને લખ્યું, “પ્રજ્ઞાન રોવર ચંદા મામા પર સારી રીતે કામ કરી રહ્યું છે. લેન્ડર વિક્રમ તેની તરફ જોઈ રહ્યો છે, જેમ માતા તેના બાળકોને રમતા જોતી હોય છે. તમને એવું નથી લાગતું?”

તમને જણાવી દઈએ કે, પ્રજ્ઞાન રોવર ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે અને આ રીતે 14 દિવસ સુધી ચાલુ રહેશે. 31 ઓગસ્ટના રોજ, પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર સલ્ફરની પુષ્ટિ કરી. ઈસરોએ કહ્યું કે, પ્રજ્ઞાન રોવર પર લગાવવામાં આવેલ આલ્ફા પ્રેક્ટિસ એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપ સલ્ફરની હાજરીની પુષ્ટિ કરે છે. ચંદ્રયાન 3 એ 28 ઓગસ્ટે બીજું અવલોકન મોકલ્યું હતું. તો, ચંદ્રની સપાટી પર એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન અને ટાઇટેનિયમની હાજરી પણ મળી આવી છે.

પ્રજ્ઞાન રોવર હાલમાં ચંદ્ર પર હાઈડ્રોજન ગેસની શોધ કરી રહ્યું છે. તો, ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પરનું તાપમાન લગભગ 50 ° સે છે, જ્યારે 80 mm ઊંડાઈમાં તાપમાન – 10 ° સે નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચોISRO એ બીજા મોટા સારા સમાચાર આપ્યા, પ્રજ્ઞાન રોવરમાં ફીટ કરાયેલા બીજા પેલોડે ‘સલ્ફર’ હોવાની પણ પુષ્ટી કરી

ચંદ્રયાન 3 સાથે કુલ 7 પેલોડ મોકલવામાં આવ્યા છે. ચંદ્રયાન-1 2008 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે 2019 માં ચંદ્રયાન-2 ચંદ્રની નજીક પહોંચી ગયું હતું, પરંતુ લેન્ડ થઈ શક્યું ન હતું. આ પછી ચંદ્રયાન-3ને 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

Web Title: Chandrayaan 3 mission latest update isro chief s somanath pragyan rover plasma km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×