Chandrayaan 3 Mission : ચંદ્રયાન-3 મિશન બે દિવસ પછી એટલે કે 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3ની સફળ બને તેવું સમગ્ર ભારત ઈચ્છી રહ્યું છે. દેશના વિવિધ ભાગોમાં ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ ચંદ્રયાન-3ને તેના લેન્ડિંગ દરમિયાન મદદ કરવાની જાહેરાત કરી છે. નાસા બાદ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) પણ લેન્ડિંગ દરમિયાન ઈસરોને મદદ કરશે. બંને અવકાશ એજન્સીઓ ચંદ્રયાન-3 મિશનમાં ભારતને ખભે ખભા મિલાવીને મદદ કરશે. ધ હિંદુના એક અહેવાલ મુજબ, આ બંને એજન્સીઓ 14 જૂને લોન્ચ થયા બાદથી ભારતના ચંદ્રયાન-3 મિશનના હેલ્થ પર નજર રાખી રહી છે.
નાસાની મદદ, બીજું કોણ આવી રહ્યું છે?
જર્મનીના ESOC ડર્મસ્ટાડટના ગ્રાઉન્ડ ઓપરેશન એન્જિનિયર રમેશ ચેલ્લાથુરાઈએ મીડિયાને જણાવ્યું કે, ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણથી ESA તેની ભ્રમણકક્ષામાં સેટેલાઈટને ટ્રેક કરવા માટે કામ કરી રહ્યું છે. ગ્રાઉન્ડ સ્ટેશનની મદદથી, ટેલિમેટ્રી પ્રાપ્ત કરવામાં આવી રહી છે અને તેને બેંગલુરુમાં ISRO કમાન્ડ સેન્ટરમાં મોકલવામાં આવી રહી છે. ફ્રેન્ચ ગુઆનામાં ESA ના 15-મીટર એન્ટેના અને યુકેના ગોનહિલી અર્થ સ્ટેશનથી સંબંધિત 32-મીટર એન્ટેનાની મદદથી ISROને ચંદ્રયાનની દેખરેખમાં મદદ કરવામાં આવી રહી છે.
ચેલ્લાથુરાઈએ કહ્યું કે, આ બંને સ્ટેશન ચંદ્રયાન-3 મિશન સાથે નિયમિત રીતે સંચારમાં છે. આ રીતે બેંગલુરુમાં મિશન ઓપરેશન ટીમ અને ચંદ્રયાન-3 સેટેલાઇટ વચ્ચે સંપૂર્ણ સંચાર ચેનલ પ્રદાન કરે છે. સમાચાર અનુસાર, ISRO ને સૌથી મોટી મદદ નાસા તરફથી મળી રહી છે. જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ઈન્ટરપ્લેનેટરી નેટવર્ક ડિરેક્ટોરેટ કસ્ટમર ઈન્ટરફેસ મેનેજર સામી અસમરે મીડિયાને જણાવ્યું હતું કે, ચંદ્રયાન મિશન માટે પ્રાથમિક સમર્થન કેલિફોર્નિયામાં નાસાના DSN કોમ્પ્લેક્સમાંથી આવી રહ્યું છે. કારણ કે તે ભારતથી પૃથ્વીની વિરુદ્ધ બાજુએ છે. આવા સમયે જ્યારે ભારતના સ્પેસ સ્ટેશન પરથી ચંદ્ર જોઈ શકાતો નથી ત્યારે નાસા પાસેથી માહિતી એકત્ર કરીને ઈસરોને આપવામાં આવશે.
આ પણ વાંચો – ચંદ્રયાન-3 : વિક્રમ લેન્ડર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કેવી રીતે કરશે? કેમ નિષ્ફળ થવાની શક્યતા ઓછી, સમજો પુરૂ ગણિત
પ્રજ્ઞાન રોવર 14 દિવસ કામ કરશે
પ્રજ્ઞાન રોવરનું જીવન એક ચંદ્ર દિવસ જેટલું છે. તે ચંદ્રના એક દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ માટે તેના સંશોધન અને માહિતી એકત્રિત કરશે. તમને જણાવી દઈએ કે, ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસો બરાબર છે. પ્રજ્ઞાન રોવરની ઇલેક્ટ્રિક સિસ્ટમ સૌર ઉર્જાથી ચાલે છે.