scorecardresearch
Premium

Chandrayaan 3 mission : વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળતો અદભૂત નજારો, ISRO એ શેર કર્યો Video

Chandrayaan 3 mission pragyan rover video : વિક્રમ લેન્ડરનું દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ થયા બાદ વાતાવરણ શાંત થયા બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળ્યું હતું. ઈસરો દ્વારા વિક્રમમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળતો વીડિયો શેર કર્યો છે.

chandrayaan 3 mission, pragyan rover video, ISRO
પ્રજ્ઞાન રોવરનો વીડિયો પરથી તસવીર – PHOTO – ISRO

Chandrayaan 3 mission latest updates : ભારતીય અંતરિક્ષ સંસ્થા ઈસરોએ 23 ઓગસ્ટના સાંજે 6.4 વાગ્યે ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરને દક્ષિણ પોલ પર સફળતા પૂર્વક લેન્ડ કરીને વિક્રમ સર્જ્યો હતો. ત્યાર બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળ્યું હતું. ઈસરો દ્વારા વિક્રમમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિક્રમમાંથી રોવર કેવી રીતે બહાર નીકળે છે અને ચંદ્રની ધરતી પર ઉતરતા અદભૂત દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

ઇસરોએ પ્રજ્ઞાન રોવરનો વીડિયો શેર કર્યો

વિક્રમ લેન્ડરનું દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ થયા બાદ વાતાવરણ શાંત થયા બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળ્યું હતું. ઈસરો દ્વારા વિક્રમમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિક્રમમાંથી રોવર કેવી રીતે બહાર નીકળે છે અને ચંદ્રની ધરતી પર ઉતરતા અદભૂત દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ઇસરોએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયો શેર કર્યો હતો.

ઇસરોએ ચંદ્ર પર વિક્રમની તસવીરે શેર કરી હતી

ચંદ્રયાન 3નું ચદ્રની ધરતી ઉપર સફળ લેન્ડિંગ બાદ ગુરુવારે રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમથી બહાર આવ્યું હતું. ઈસરોએ 23 ઓગસ્ટે ચંદ્રયાન 2 ના ઓર્બિટ હાઈ રિજ્યોલુશન કેમેરા દ્વારા લીધેલી ચંદ્રયાન 3 લેન્ડરની તસવીર રજૂ કરી હતી. જોકે એએનઆઈ સમાચાર એજન્સી પ્રમાણે ઈસરોએ આ તસવીર સાથે કરેલું ટ્વીટ ડિલિટ કરી દીધું છે.

23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 6.4 વાગ્યે ચંદ્રયાન 3 નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ

14 જુલાઈ 2023ના રોજ લોન્ચ થયેલા ચંદ્રાયન 3 મિશન 41 દિવસની સફર પૂર્ણ કરીને 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 6.4 વાગ્યે ચંદ્રના દક્ષિણ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. દક્ષિણ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો હતો. જ્યારે ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો હતો.

વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રૂવ પર કેવી રીતે ઉતર્યું?

વિક્રમ લેન્ડર દસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચંદ્રની સપાટી ઉપર આવીને બેઠું છે. જો આને છોડવામાં આવે તો આ ખૂબ જ ગતિથી પડત. જેવી રીતે ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર ક્રેસ કરી ગયું હતું. પરંતુ ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે તે ચંદ્રની સપાટી પર આરામથી ઉતરી શકે અને બાદમાં તે બેગલુરુ સ્થિત કમાંડ સેન્ટર સાથે વાતચીત કરી શકે. આ એક કઠીન કામ છે. વિશ્વમાં અત્યાર સુધી જેટલા પણ સોફ્ટ લેન્ડિંગ થયા છે એમાંથી બે પૈકી એક સોફ્ટ લેન્ડિંગ સફળ થયું છે. આ પહેલા ભારતના ચંદ્રયાન 2 નું લેન્ડર ક્રેશ કરી ગયું હતું. ત્યારબાદ ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડર ચંદ્ર ઉપર ઉતરું મોટી સફળતા છે. વિક્રમનું નામ ભારતમાં સ્પેસ ટેક્નોલોજીના જનક વિક્રમ સારાભાઈના નામ પર આપવામાં આવ્યું છે.

કેવી રીતે ઓછી થઈ વિક્રમ લેન્ડરની ગતિ

ચંદ્રમાની સપાટી ઉપર ઉતરતા પહેલા વિક્રમ લેન્ડરની ગતિ ઓછી કરવી એક પડકાર હતો. આને લઇને ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરને 125 X 25 કિલોમીટરના ઓર્બિટમાં રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ડિઓર્બિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચંદ્રની સપાટી પર મોકલવામાં આવ્યું હતું. ત્યાર તેની ગતિ છ હજાર કિલોમિટર પ્રતિ કલાકથી પણ વધારે હતી. ત્યારબાદ કેટલીક મિનિટમાં જ્યારે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડ કરી તો તેની ગતિ એક દમ ઓછી હતી. ગતિને ઓછી કરવા માટે વિક્રમ લેન્ડર પર ચાર એન્જીનનો સહારો લેવામાં આવ્યો હતો. બાદમાં બે એન્જીનોની મદદથી વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી ઉપર ઉતારવામાં આવ્યું હતું.

પ્રજ્ઞાન રોવર કેવી રીતે બહાર આવ્યું?

ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરી ગયું છે. હવે પ્રજ્ઞાન રોવરને બહાર નીકળવાની રાહ જોવાઈ રહી હતી. જોકે, પ્રજ્ઞાનને વિક્રમ લેન્ડરથી બહાર નીકળવા માટે યોગ્ય સમયની રાહ જોવાઈ રહી હતી. વિક્રમ લેન્ડર ચંદ્રની જમીન પર બેઠવાના કારણે ધૂલના કણ પેદા થયા છે તે થોડા કલાક પછી પાછા બેશી ગયા છે. ત્યારબાદ વિક્રમ લેન્ડરથી એક રેમ્પ ખુલ્યું હતું, જેનો સહારો લઇને પ્રજ્ઞાન ચંદ્રની જમીન પર ચાલવાનું શરુ કર્યું છે. પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર એકબીજા સાથે વાત કરી શકશે. વિક્રમ લેન્ડર ચંદ્રયાન 2ના ઓર્બિટ અને બેંગ્લુરુ સ્થિત કમાંડ સેન્ટર બંનેથી વાત કરી શકે છે.

વિક્રમ અને પ્રજ્ઞાન બંને સૌર્ય ઉર્જાથી સંચાલિત છે. આને ચંદ્રની રોશની વાળી જગ્યા પર ઠીકથી પહોંચી ગયું છે. કારણે હવે 14 દિવસ સુધી રોશની રહેશે તો પ્રજ્ઞાન અને વિક્રમ કામ કરી શકશે. કેટલાક સમયમાં ચંદ્રની સપાટીની તસવીર આવશે જેમાં પ્રજ્ઞાન વિક્રમની તસવીર લેશે અને વિક્રમ પ્રજ્ઞાનની તસવીર આપશે. આ ચંદ્રની સપાટી પર લીધેલી આ પ્રકારની પહેલી તસવીર હશે.

પ્રજ્ઞાન અને વિક્રમ વચ્ચે વાત કેવી રીતે થાય છે?

પ્રજ્ઞાન અને વિક્રમ વચ્ચે વાતચીતના માધ્યમ રેડિયો વેબ્સ છે. આ ઇલેક્ટ્રો મેગ્નેટિવ વેવ હોય છે. જેને એ પ્રકારે બનાવવામાં આવ્યા છે. કે પ્રજ્ઞાન પોતાના લેન્ડર વિક્રમ સાથે વાત કરી શકે. પ્રજ્ઞાન સીધા બેંગ્લુરુ સ્થિત કમાંડ સેન્ટર સાથે વાત કરી શકે છે. પરંતુ વિક્રમ સીધા બેંગલુરુ સ્થિત કમાંડ સેન્ટર સાથે વાત કરી શકે છે. જોકે, ચંદ્રયાન 3ના પ્રોપેલ્શન મોડ્યુલમાં કોઈ કમ્યુનિકેશન ડિવાઇસ નથી. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ચંદ્રથી ધરતી સુધી સંદેશ આવવા માટે સવા સેકન્ડનો સમય લાગે છે. આ સંપૂર્ણ પ્રોસેસ ઓટોમેટેડ રીતે થાય છે.

Web Title: Chandrayaan 3 mission isro shares first video of pragyan rover ramping down on moons surface ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×