Chandrayaan 3 Mission : ચંદ્ર તરફ કૂચ કરનાર ભારત હવે ઈતિહાસ રચવામાં ગણતરીના કલાકો જ દૂર છે. ચંદ્રયાન 3 એ રવિવારે અંતિમ ડિબૂસ્ટિંગ પૂર્ણ કર્યું અને ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. હવે વિક્રમ લેન્ડરે ચંદ્રની ઘણી અદભુત તસવીરો મોકલી છે, જે દર્શાવે છે કે, મિશન તેના ઉદ્દેશ્ય તરફ પુરી ઝડપે આગળ વધી રહ્યું છે.
ચંદ્ર નજીકથી કેવો દેખાય છે, તસવીરો જાહેર
ઈસરો દ્વારા કુલ ચાર તસવીરો મોકલવામાં આવી છે, જેમાં ચંદ્ર ખૂબ જ નજીકથી દેખાઈ રહ્યો છે. આ પહેલા પણ ચંદ્રયાનથી ચંદ્રની તસવીરો સતત મોકલવામાં આવી છે. જ્યારે પણ ડીબૂસ્ટિંગ નીચલી ભ્રમણકક્ષામાં જાય છે, ત્યારે ISRO ચંદ્રયાનમાંથી નવા નવા ફોટો મેળવતું રહે છે. હવે તાજેતરમાં મોકલવામાં આવેલ આ સૌથી નજીકનો ફોટો છે, જેમાં ચંદ્ર પર ખાડાઓ પણ દેખાય છે, પ્રકાશ પણ દેખાય છે અને અંધકાર પણ છે, તમને જણાવી દઈએ કે, 23 ઓગસ્ટે ચંદ્ર પર દિવસ શરૂ થશે.
ડિબૂસ્ટિંગ ટેકનોલોજી, સફળતા ખૂબ નજીક છે
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, વિક્રમ લેન્ડરે ફાઈનલ ડીબૂસ્ટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. એટલે કે તે ચંદ્રની નીચેની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિક્રમ હવે ચંદ્રથી માત્ર 23 કિલોમીટર દૂર છે. હવે જેવો ચંદ્ર પર દિવસ શરૂ થશે ત્યારે 23 ઓગસ્ટે ચંદ્રયાન ધીમે ધીમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડીંગ કરશે.
આ પણ વાંચો –
આ સમયે ઈસરોનો તમામ ભાર વિક્રમની ગતિને નિયંત્રણમાં રાખવા પર છે. છેલ્લી વખત જ્યારે ચંદ્રયાન 2 નિષ્ફળ થયું ત્યારે તેનું મુખ્ય કારણ એ હતું કે, વિક્રમનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ હતું, એટલે કે તે ક્રેશ થઈ ગયું હતું. હવે ડિબૂસ્ટિંગ કરીને સ્પીડમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે અંતર ઘટીને માત્ર 23 કિલોમીટર થઈ ગયું છે. અહીં એ સમજવું જરૂરી છે કે, ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે. આવી સ્થિતિમાં ભારતનું ચંદ્રયાન 14 દિવસ ચંદ્ર પર રહીને તેનું સંશોધન કરવા જઈ રહ્યું છે. વિક્રમ દ્વારા જે પણ માહિતી શેર કરવામાં આવશે, તે આવનારા ઘણા વર્ષો સુધી રાઈઝર માટે મદદરૂપ સાબિત થશે.