scorecardresearch
Premium

ચંદ્રયાન 3 મિશન : 50 વર્ષ પહેલા 3 દિવસમાં ચંદ્ર પર કેવી રીતે પહોંચ્યું હતુ અપોલો, ચંદ્રયાન-3ને 40 દિવસ કેમ લાગશે?

Chandrayaan-3 mission : ઈસરો (ISRO) ના ચંદ્રયાન 3 મિશનને ચંદ્ર (Moon) પર પહોંચતા 40 જેટલા દિવસ લાગશે, પરંતુ આજથી 50 વર્ષ પહલા નાસા (NASA) એ કેવી રીતે અપોલો મિશન (apollo mission) 3 દિવસમાં ચંદ્ર પર મોકલ્યું હતું.

Chandrayaan-3 mission
ચંદ્રયાન 3 મિશન કેમ 40 દિવસે ચંદ્ર પર પહોંચશે

Chandrayaan-3 Mission : ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું. માત્ર 17 મિનિટમાં ચંદ્રયાન-3 પૃથ્વી છોડીને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પહોંચી ગયું હતું. ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષાની બહાર સતત આગળ વધી રહ્યું છે. 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે. ચંદ્રયાન-3 મિશનને ચંદ્ર સુધી પહોંચવામાં લગભગ 40 દિવસ લાગશે. જોકે નાસાનું એપોલો મિશન માત્ર 3 દિવસમાં ચંદ્રની સપાટી પર પહોંચી ગયું હતું. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એપોલો મિશનને આટલો ઓછો સમય કેમ લાગ્યો હતો.

એપોલો 3 દિવસમાં ચંદ્ર પર કેવી રીતે પહોંચ્યું?

આજથી લગભગ 50 વર્ષ પહેલા નાસાએ એપોલો-11 મિશન લોન્ચ કર્યું હતું. ચંદ્રની સપાટી પર પહોંચવામાં માત્ર 3 દિવસનો સમય લાગ્યો હતો. તો, ISROના ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર પહોંચવામાં 40 દિવસથી વધુ સમય લાગશે. તમને જણાવી દઈએ કે, અપોલો મિશને 16 જુલાઈ 1969ના રોજ કેપ કેનેડીથી ઉડાન ભરી હતી. તે માત્ર 3 દિવસમાં ચંદ્ર પર પહોંચવામાં સફળ રહ્યું હતું. શનિ-5 રોકેટે એપોલો મિશન પર ઉડાન ભરી હતી. શનિ-5 રોકેટ એક શક્તિશાળી રોકેટ છે, તેનું પેલોડ પણ ઘણું વધારે છે. શનિ-5 એ સૌપ્રથમ એપોલો-11ને પૃથ્વી પર લાવ્યું હતું.

ચંદ્રયાન-3 આટલો લાંબો સમય કેમ લેશે?

ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર પહોંચવામાં 40 દિવસ લાગશે. ચંદ્રયાન-3 સીધા ચંદ્રની ભ્રમણકક્ષામાં નહીં જાય. પહેલા ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગયું છે. અહીંથી તે ધીરે ધીરે તેની ઝડપ વધારી રહ્યું છે અને જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર લઘુત્તમ હશે, ત્યારે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને ચંદ્ર સુધી પહોંચવાનો સફળતાપૂર્વક પ્રયાસ કરશે. ઈસરોના વડાએ જણાવ્યું છે કે, 5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં પહોંચશે. ઈસરોના જણાવ્યા અનુસાર, અમારી પાસે એટલું શક્તિશાળી રોકેટ નથી, કે જે ચંદ્રયાન-3ને સીધા ચંદ્રની કક્ષામાં મોકલી શકે.

આ પણ વાંચોમોદીના શાસનમાં ઈસરોને મળ્યું બુસ્ટર! અત્યાર સુધીમાં 47 લોન્ચ, મનમોહન સરકારમાં 24 અને વાજપેયીના કાર્યકાળમાં 6 લોન્ચ

ચંદ્રયાન-3ને LVM-3 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે, પરંતુ આ રોકેટ એટલું શક્તિશાળી પણ નથી કે, તે ચંદ્રયાન-3ને સીધા ચંદ્રની કક્ષામાં લઈ જઈ શકે. એટલા માટે ચંદ્રયાન-3માં કેટપલ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નિક હેઠળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમે ઓછા ઈંધણ અને ઓછા પૈસામાં ચંદ્ર પર પહોંચી શકશો. પરંતુ આ પ્રક્રિયાની સૌથી મોટી ખામી એ છે કે, ચંદ્ર સુધી પહોંચવામાં ઘણો સમય લાગે છે અને મિશનને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ ટેકનિકને લુનર ટ્રાન્સ સફર ટ્રેજેક્ટરી કહેવામાં આવે છે. આ ટેકનિકનો ઉપયોગ કરીને મંગળયાનને મંગળની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યું હતું.

Web Title: Chandrayaan 3 mission isro and apollo mission nasa moon mission time km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×