scorecardresearch
Premium

Chandrayaan 3 Mission ISRO : ભારતની સફળતાથી અમેરિકા આશ્ચર્ય, ISRO ચીફે કહ્યું – ચંદ્રયાન 3 ટેક્નોલોજી પ્રાપ્ત કરવા માંગે છે

Chandrayaan 3 Mission ISRO : ઈસરોના વડા એસ સોમનાથ (S Somnath) એ કહ્યું કે, જ્યારે ચંદ્રયાન 3 મિશન માટે અવકાશયાન વિકસાવવામાં આવી રહ્યું હતું, ત્યારે અમેરિકન (America) નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે, ભારતે આ ટેક્નોલોજી (Chandrayaan 3 Technology) વિશેની માહિતી અમેરિકા સાથે શેર કરવી જોઈએ.

chandrayaan 3 | Mission | ISRO | INDIA | America | Chandrayaan 3 landing chandrayaan 3 landing on moon
ચંદ્રયાન 3 નું ચંદ્ર પર સફળતા પૂર્વક ઉતરાણ (ઇમેજ ક્રેડિટ – ઇસરો)

Chandrayaan 3 Mission ISRO : ભારતે ઓગસ્ટ 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં સફળતા મેળવી હતી. ISRO ના ચંદ્રયાન 3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. અવકાશ મિશનમાં ભારતના વધતા કદને જોઈને અમેરિકાએ ભારત સાથે ટેક્નોલોજી શેર કરવાની માંગ કરી છે. આ જાણકારી ખુદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ના ચીફ એસ સોમનાથે આપી છે.

ઈસરોના વડાએ કહ્યું કે, જ્યારે ચંદ્રયાન 3 મિશન માટે અવકાશયાન વિકસાવવામાં આવી રહ્યું હતું, ત્યારે અમેરિકન નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે, ભારતે આ ટેક્નોલોજી વિશેની માહિતી અમેરિકા સાથે શેર કરવી જોઈએ. રામેશ્વરમમાં આયોજિત એક કાર્યક્રમમાં એસ સોમનાથે કહ્યું કે, સમય બદલાયો છે અને ભારત શ્રેષ્ઠ સાધનો અને રોકેટ બનાવવા સક્ષમ છે, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્યું છે.

નાસા જેપીએલના નિષ્ણાતો ઈસરોના હેડક્વાર્ટરમાં આવ્યા હતા

કાર્યક્રમ દરમિયાન એસ સોમનાથે કહ્યું કે, આપણો દેશ ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર છે. તમે સમજ્યા? આપણો દેશ જ્ઞાન અને બુદ્ધિના સ્તરની દ્રષ્ટિએ વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંનો એક છે. તેમણે કહ્યું કે, જ્યારે અમે ચંદ્રયાન 3 મિશન માટે સ્પેસક્રાફ્ટ ડિઝાઇન અને ડેવલપ કર્યું ત્યારે અમે જેટ પ્રોપલ્શન લેબોરેટરી, નાસા-જેપીએલના નિષ્ણાતોને આમંત્રિત કર્યા હતા. તે બધા રોકેટ અને મુશ્કેલ મિશન પર કામ કરે છે.

ઈસરોના વડાએ કહ્યું, “નાસા-જેપીએલના લગભગ 5-6 લોકો ઈસરોના હેડક્વાર્ટરમાં આવ્યા હતા અને અમે તેમને ચંદ્રયાન 3 વિશે સમજાવ્યું હતું. આ 23 ઓગસ્ટના રોજ સોફ્ટ લેન્ડિંગ પહેલા હતું. અમે તેને કેવી રીતે ડિઝાઇન કર્યું અને અમારા એન્જિનિયરોએ કેવી રીતે બનાવ્યું તે સમજાવ્યું, સાથે ભારત ચંદ્રની સપાટી પર કેવી રીતે ઉતરશે એ પણ સમજાવ્યું. જે પછી તેમણે માત્ર એટલું જ કહ્યું, કોઈ ટિપ્પણી નહીં. બધું સારું થઈ જશે.”

અમેરિકન અવકાશ નિષ્ણાતોએ પૂછ્યું કે આ કેવી રીતે બન્યું?

એસ સોમનાથે કહ્યું, “અમેરિકન અવકાશ નિષ્ણાતોએ પણ કહ્યું કે, વૈજ્ઞાનિક સાધનો જુઓ, તે ખૂબ જ સસ્તા છે. તે બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ઉચ્ચ તકનીકી છે. તમે તેને કેવી રીતે બનાવ્યું?” તેમણે કહ્યું કે, તમે તેને અમેરિકાને કેમ વેચતા નથી.

ચંદ્રયાન 3 નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ

ઉલ્લેખનીય છે કે, ભારતના ચંદ્રયાન 3 એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. જે પછી તે ચંદ્ર પર ઉતરવાની સિદ્ધિ મેળવનાર અમેરિકા, ચીન અને તત્કાલીન સોવિયત સંઘ પછી ચોથો દેશ બન્યો.

Web Title: Chandrayaan 3 mission isro america surprised india success isro chief says wants to acquire technology jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×