ભારતનું ચંદ્રયાન 3 પોતાની સફળતાના પરચમ લહેરાવી ચૂક્યું છે. તેની ક્રાંતિને આખી દુનિયાએ પણ જોઇ હતી. ચંદ્રયાન 3ની ચર્ચા સતત ચાલી રહી છે. ત્યારે ભારતનું મંગળયાન એકવાર ફરીથી ચર્ચામાં આવ્યું છે. કહેવામાંતો આ મિશન અનેક વર્ષો જૂનું છે પરંતુ તેના દ્વારા અત્યારે પણ સત જાણકારીઓ મોકલવામાં આવી રહી છે. હવે માર્સના એકદમ નજીક ચંદ્ર ફોબોસનો એક અદભૂત વીડિયો સામે આવ્યો છે.
શું છે ફોબોસ, મંગળ ગ્રહથી શું છે કનેક્શન?
વાયરલ વીડિયોમાં કાળા આકારનો એક ટુકડો ઝડપથી માર્સના ચક્કર લગાવી રહ્યો છે. હવે આ કાળો ટુકડો માર્યનો જ એક મૂન છે એટલે કે મંગળનો ચંદ્ર છે. સામાન્ય રીતે માર્સના બે ચંદ્ર છે. એક ફોબોસ અને બીજો ડીમોસ. જેમાં ફોબોસ મંગળ ગ્રહની સૌથી નજીક છે. વૈજ્ઞાનિકો તો એટલા સુધી માને છે કે એક દિવસ માર્સથી જરૂર ટકરાશે. બીજી તરફ ડીમોસ માર્સની કક્ષાથી બહાર નીકળી રહ્યો છે. આમ તે દૂર જઈ રહ્યો છે.
મંગલયાન મિશન અત્યારે શું કરી રહ્યું છે?
જાણકારી માટે જણાવી દઇએ કે ભારતનું મંગળયાન મિશન વર્ષ 2014થી માર્સની કક્ષમાં ચક્કર લગાવી રહ્યું છે. મંગળયાન માટે નક્કી કામોમાં મંગળગ્રહ પર જીવનની સંભાવિત સંકેત, મીથેન એટલે કે માર્શ ગેસના સૂત્રોને શોધવા ઉપરાંત પર્યાવરણની તપાસ સામેલ હતી. આમાં લગાવવામાં આવેલા કેમેરા થર્મલ ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર લાલ ગ્રહની સપાટી અને તેમાં હાજર ખનીજ સંપદાનું સતત અધ્યયન કરી રહ્યા છે. આંકડા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આ સમયે ચંદ્રયાન 3 પણ ચંદ્રની સતત શાનદાર તસવીરો મોકલી રહ્યું છે. પ્રજ્ઞાને ચંદ્રની દક્ષિણી ધ્રૂવ પર પોતાની પરિક્રમા શરુ કરી છે. તેના કારણે અનેક વણ ઉકેલાયેલા ચંદ્રના રહસ્યો પણ જાણવા મળી રહ્યા છે. આવનારા દિવસોમાં અનેક ઇનપુટ્સ ઈસરો સુધી પહોંચનાર છે.