scorecardresearch
Premium

Chandrayaan-3 Landing : ચંદ્રયાન અને અન્ય મૂન મિશન વિશે આ પાંચ બાબતો ચોક્કસ જાણવી જોઈએ

Chandrayaan-3 Landing Live Status Tracker Updates : ચંદ્રયાન-2 મિશન, જેમાં લેન્ડર અને રોવર હતું, તે મૂળ 2011-12ની લિમિટમાં જવાનું હતું. તે સમયે ભારતે પોતાનું લેન્ડર અને રોવર વિકસાવ્યું ન હતું. મૂળ ચંદ્રયાન-2 અવકાશયાન રશિયા સાથે સંયુક્ત મિશન હોવાનું માનવામાં આવ્યું હતું.

chandrayaan 3 landing | isro chandrayaan-3 landing | vikram lander
ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ

Amitabh Sinha : ચંદ્રયાન -3 મિશન ભારતના અવકાશ કાર્યક્રમ(space program) દુનિયાભરમાં ચર્ચાઓ થઇ રહી છે. અહીં મિશનને લઈને કેટલીક બાબતો છે જેના વિશે તમે કદાચ જાણતા ન હોવ.

અબ્દુલ કલામે ચંદ્રયાન-1ની ચંદ્ર પર છાપ છોડવાની ખાતરી આપી હતી

ચંદ્રયાન -1 મિશન જે વર્ષ 2008 માં ચંદ્ર પર ભારતનું પ્રથમ મિશન હતું, જે માત્ર એક ઓર્બિટર હતું. જ્યારે અવકાશયાન એસેમ્બલ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે સમયના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ઇસરો ) કાર્યાલયની મુલાકાત લીધી હતી. ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ જી માધવન નાયરના એક અહેવાલ મુજબ, કલામે વૈજ્ઞાનિકોને કહ્યું કે ચંદ્રયાન-1 એ ચંદ્ર પર છાપ છોડવાની ખાતરી આપશે.

જ્યારે વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમાં ચંદ્રની સપાટીની ઇમેજ હશે, ત્યારે કલામે કહ્યું કે તે પૂરતું નથી. ત્યારપછી તેમણે સૂચન કર્યું કે અવકાશયાન એક સાધન વહન કરે જે ચંદ્રની સપાટી પર પહોંચી શકે.

ISRO એ કલામની સલાહ પર ધ્યાન આપ્યું અને નવા સાધનને સમાવવા માટે ડિઝાઇનમાં ફેરફાર કર્યા હતા. આ મૂન ઇમ્પેક્ટ પ્રોબ ચંદ્રની સપાટી પર પટકાયું અને ચંદ્ર પર પ્રથમ ભારતીય પદાર્થ બન્યો હતો.

આ પણ વાંચો: Today News Live Updates, 23 August 2023 : ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે નિધન, કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા

ચંદ્રયાન-2 લેન્ડર રશિયાથી આવવાનું હતું

રશિયાનું લુના-25 અવકાશયાન શનિવારે ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. આ જ લેન્ડરનું અગાઉનું વર્ઝન ભારતના ચંદ્રયાન-2 અવકાશયાન પર જવાનું હતું, પરંતુ તે થયું નહીં.

ચંદ્રયાન-2 મિશન, જેમાં લેન્ડર અને રોવર હતું, તે મૂળ 2011-12ની લિમિટમાં જવાનું હતું. તે સમયે ભારતે પોતાનું લેન્ડર અને રોવર વિકસાવ્યું ન હતું. મૂળ ચંદ્રયાન-2 અવકાશયાન રશિયા સાથે સંયુક્ત મિશન હોવાનું માનવામાં આવતું હતું. ભારતે રોકેટ અને ઓર્બિટર આપવાનું હતું, જ્યારે લેન્ડર અને રોવર રશિયાથી આવ્યા હોત.

ચંદ્રયાન-2 માટે રશિયા જે પ્રકારનું લેન્ડર અને રોવર વિકસાવી રહ્યું હતું, તેમ છતાં, અલગ મિશનમાં સમસ્યાઓ દર્શાવી, જેના કારણે રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસને ડિઝાઇનમાં ફેરફાર કરવાની ફરજ પડી. નવી ડિઝાઇન જોકે મોટી હતી અને ભારતીય રોકેમાં સમાવી શકાતી ન હતી.

રશિયા આખરે સહયોગમાંથી બહાર નીકળી ગયું હતું, અને ISRO લેન્ડર અને રોવરના સ્વદેશી વિકાસ માટે આગળ વધ્યું. જેમાં સમય લાગ્યો અને ચંદ્રયાન-2 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું.ભારતના આગામી ચંદ્ર મિશનને ચંદ્રયાન કહેવામાં આવતું નથી.

ચંદ્ર મિશનની સમગ્ર સિરીઝની યોજના ધરાવતા કેટલાક દેશોથી વિપરીત, ભારતે હજુ સુધી ચંદ્રયાન-3 માટે ફોલો-અપ મિશનની જાહેરાત કરી ન નથી. જ્યારે દેખીતી રીતે ચંદ્રયાન-4, 5, 6 કે તેથી વધુ પણ મિશન હોઈ શકે, પંરતુ તે પહેલા ભારત જાપાન સાથે મળીને બીજું ચંદ્ર મિશન મોકલશે. તેને LUPEX કહેવામાં આવે છે. આ મિશન 2024-25ની સમયમર્યાદામાં શરૂ થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Chandrayaan-3 Landing Live : આજે ચંદ્ર પર ભારતની સૌથી મોટી ચઢાઈ, ચંદ્રયાનને દક્ષિણી ધ્રૂવ પર કરવાનું છે લેન્ડિંગ, લૂના 23 મળેલી સીખ ઇતિહાસ રચવા માટે મહત્વની

યુક્રેન યુદ્ધના કારણે યુરોપે રશિયાના લુના-25 મિશનથી પીછેહઠ કરી હતી

યુરોપિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસ માટે એક મહત્વપૂર્ણ પાર્ટનરશીપ હતી, માત્ર લુના-25 પર જ નહીં પરંતુ આ દાયકાના અંતમાં આયોજિત લુના-26 અને લુના-27 મિશન પર પણ હતા. ESA લુના-25 પર નેવિગેશન કેમેરા અને ઓપ્ટિકલ નેવિગેશન સિસ્ટમ મૂકી રહ્યું હતું. લુના-26 અને લુના-27માં વધુ રોબોટિક સાધનોને એકીકૃત કરવાની યોજના હતી. રશિયાના મંગળ મિશન માટે પણ આવો જ સહયોગ ચાલી રહ્યો હતો.

જો કે, ગયા વર્ષે એપ્રિલમાં રશિયન દળોએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી યુરોપિયન એજન્સી દ્વારા તે બધું સ્થગિત કરવામાં આવ્યું હતું. યુરોપે આ મિશન દ્વારા જે વિજ્ઞાન અને ટેક્નોલોજીના એઇમ પૂરા કરવાની યોજના બનાવી હતી તે હવે નાસા સાથેના સહયોગ દ્વારા પૂર્ણ થશે.જાપાન, ઈઝરાયેલ લેન્ડિંગ બિડ ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી.

છેલ્લા એક દાયકામાં, પાંચ દેશોએ ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં ચીન, ઇઝરાયેલ, ભારત, જાપાન અને રશિયા છે. અત્યાર સુધી માત્ર ચીન જ સફળ થયું છે. ઇઝરાયેલ અને જાપાનના ચંદ્ર મિશન અનુક્રમે બેરેશીટ અને હાકુટો-આર ખાનગી કંપનીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા. આજ સુધી, ચંદ્ર પર ઉતરાણ કરવાના પ્રાઇવેટ સ્પેસ એજન્સીઓ દ્વારા આ પ્રથમ પ્રયાસો છે.

આ મહિનાના અંતમાં, જાપાનની સ્પેસ એજન્સી JAXA તેનું પ્રથમ મૂન લેન્ડિંગ મિશન મોકલવા માટે તૈયાર છે. તેને SLIM અથવા સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન કહેવામાં આવે છે.

Web Title: Chandrayaan 3 live updates isro lunar mission moon vikram lander landing 5 things you did not know about chandrayaan sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×