scorecardresearch
Premium

ISRO Chandrayaan 3 Launch LIVE News: ચંદ્રયાન 3 મિશન સફળતા પૂર્વક લોન્ચ, ‘ડિયર મૂન વી આર કમિંગ’

Chandrayaan-3 Mission : ઇસરોના વૈજ્ઞાનિકોએ અગાઉના મિશનમાંથી ઘણું શીખ્યા છે. લેન્ડિંગ સ્પોટ સુધી પહોંચવામાં અસમર્થતા, ઈલેક્ટ્રોનિક્સ અથવા સેન્સર્સની નિષ્ફળતા, જરૂરિયાત કરતાં વધુ સ્પીડ હોવા જેવા વિવિધ સંજોગોમાં તે કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે ઘણા ટેસ્ટ પછી લેન્ડરની ડિઝાઇનમાં સુધારો કરવામાં આવ્યો છે.

Chandrayaan 3 Launch Live | ISRO | Mission Moon | Chandrayaan 3 Launch Photos
Chandrayaan 3 Launch Live: ચંદ્રયાન 3 લોન્ચ લાઈવ ફોટો

Chandrayaan 3 Launch LIVE : ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ કરાયું છે. ઇસરો દ્વારા આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટર ખાતેથી 14 જુલાઇ 2023 શુક્રવારે બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. ઈસરો સંચાલિત મિશન મુન ઘણી રીતે વિશેષતા ધરાવે છે. આ ચંદ્રયાન ધરતીથી 3,84,400 કિલોમીટરનું અંતર કાપી 42 દિવસે ચંદ્રની ધરતી પર ઉતરશે. ચંદ્રયાન 3 નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવશે. 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર પહોંચશે.

(ચંદ્રયાન 3 મિશનની અન્ય સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો)

Live Updates
21:20 (IST) 14 Jul 2023
દિલ્હી : મુકુંદપુરમાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત, ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી

Lazy Load Placeholder Image

Delhi Flood : આઈટીઓ હોય, લાલ કિલ્લો હોય કે સિવિલ લાઈન, દરેક જગ્યાએ પાણી જ પાણી છે. યમુનાના જળસ્તરમાં થોડો ઘટાડો થયો છે પરંતુ સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. વધુ વાંચો
19:15 (IST) 14 Jul 2023
ISRO Chandrayaan 3 Launch News: ચંદ્રયાન-3 માટે ઇસરોના વૈજ્ઞાનિકોની દિવસ-રાત 1752 કલાકની મહેનત, ભારતના મિશન મુનને સાકાર કરનાર સાયન્ટિસ્ટ વિશે જાણો

Lazy Load Placeholder Image

ISRO Chandrayaan 3 Launch LIVE updates news in gujarati: ચંદ્રયાન-3ને સફળ બનાવવા ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમ છેલ્લા 73 દિવસથી રાત-દિવસ મહેનત કરી રહી હતી. ભારતના મિશન મુનમાં યોગદાન આપનાર ઇસરોની સાયન્ટિસ્ટ ટીમ પર એક નજર. વધુ વાંચો
18:20 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Launch: ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ, ખરી પરીક્ષા એક મહિના બાદ જ્યાં ચંદ્રયાન 2 થયું હતું નિષ્ફળ

Lazy Load Placeholder Image

ચંદ્રયાન 3 સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરી ઈસરોએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. ચંદ્રયાન નિર્ધારિત ગતિ અને દિશામાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. સફળ લોન્ચિંગ બાદ હવે ખરી પરીક્ષા એક મહિના બાદ લેન્ડિંગ વખતે છે. વધુ વાંચો
17:38 (IST) 14 Jul 2023
ISRO Chandrayaan 3 landing: ચંદ્રયાન-3 જો 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ ન થયું તો શું થશે? ઈસરોએ જણાવી મોટી વાત

Lazy Load Placeholder Image

ISRO Chandrayaan 3 Launch LIVE updates news in gujarati: ઇસરો દ્વારા સરળતાપૂર્વક ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું છે. જો ચંદ્રયાન-3 આગામી 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ ન થયું તો શું થશે? જાણો. વધુ વાંચો
16:45 (IST) 14 Jul 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચંદ્રયાન લોન્ચિંગ સાથે જોડાયેલા સૌને અભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇસરો દ્વારા આજે શ્રીહરિકોટાથી કરવામાં આવેલા ચંદ્રયાન 3 સફળ લોન્ચિંગનું જીવંત પ્રસારણ ગાંધીનગર મુખ્ય મંત્રી કાર્યાલય માંથી નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સતત જે વિશ્વ સિદ્ધિઓ મેળવી રહ્યું છે તેમાં આ ચંદ્રયાન 3 લોન્ચિંગ વધુ એક સીમાચિન્હ બન્યું છે તે માટે તેમણે આનંદ વ્યકત કરી ચંદ્રયાન લોન્ચિંગ સાથે જોડાયેલા સૌને અભિનંદન પાઠવ્યા હતા.

16:04 (IST) 14 Jul 2023
ISRO Chandrayaan 3 Launch : ચંદ્રયાન 3 ને ગત વખત કરતા 30 ટકા ઓછા ખર્ચમાં મોકલ્યું, જાણો પોતાની સાથે શું-શું લઇ જઇ રહ્યું છે

Lazy Load Placeholder Image

Chandrayaan 3 Launch : ચંદ્રયાન-3 મિશનની સફળતા ભારત માટે મોટી જીત હશે, કારણ કે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાનું આ પ્રથમ મિશન હશે. વધુ વાંચો
15:29 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live updates | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફળ લોન્ચિંગ બાદ પાઠવી શુભેચ્છાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3 ના સફળતા પૂર્વક લોન્ચ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ચંદ્રયાન 3ને ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. આ દરેક ભારતીયઓના સપના અને મહત્વપૂર્ણ કક્ષાઓને ઉપર ઉઠાવવા માટે ઊંચી ઉડાન છે. આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.

15:20 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live updates | યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ ક્યું, લખ્યું જયહિંદ

15:03 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live updates | ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ સફળ

LVM3 એ ચંદ્રયાન-3 ને પૃથ્વીની ફરતે ઇચ્છિત ભ્રમણકક્ષામાં ઇન્જેક્ટ કર્યું છે.

14:57 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live | 50 દિવસ બાદ ચંદ્ર પર થશે લેન્ડ

ચંદ્રયાન 3 આશરે 50 દિવસ બાદ 23-24 ઓગસ્ટને ચાંદ પર લેન્ડ કરશે. જો આને સફળતા નહીં મળે તો સપ્ટેમ્બરમાં એકવાર ફરથી કોશિશ કરવામાં આવશે.

14:50 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission : ઈસરોના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 મૂન મિશન વિષે અહીં જાણો વિગતવાર

Lazy Load Placeholder Image

Chandrayaan 3 Mission : ચંદ્ર ઉપર પહોંચવાનું આ પહેલું મિશન નથી, અનેક દેશોએ ઘણી વખત ચંદ્ર ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બહુ ઓછાને સફળતા મળી છે.ઇસરોના ચંદ્રયાન 3 મિશનની સફળતા સામેના મુખ્ય પડકારો છે. વધુ વાંચો

14:46 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live | ચંદ્રયાન 3 નું સફાળતા પૂર્વક લોન્ચિંગ

શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યું છે. થોડા સમયબાદ પૃશ્વીની કક્ષાથી બહાર જતું રહેશે. ચંદ્રયાન 3 ના લોચિંગ સાથે જ ચંદ્ર પર પહોંચવાની સફર શરુ થઈ ગઈ છે. 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર પહોંચશે.

14:31 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live | ચંદ્રયાન 3 મિશન લોન્ચ ના ત્રણ વયક્તિઓ ઉપર બધાની નજર

ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ અને સળંગ પ્રગતિ દરમિયાન ત્રણ મુખ્ય વ્યક્તિઓ ચર્ચામાં રહેશે-એસ સોમનાથ, ISROના અધ્યક્ષ, એસ મોહન કુમાર, મિશન ડિરેક્ટર અને પી વીરામુથુવેલ, ચંદ્રયાન-ના પ્રોજેક્ટ ડિરેક્ટર- 3 અવકાશયાન.

14:29 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live | LVM3 લોન્ચ માટે તૈયાર છે

મિશન ડિરેક્ટર એસ મોહન કુમારે પુષ્ટિ કરી છે કે LVM3 અવકાશયાન તમામ મંજૂરીઓ પૂર્ણ થયા પછી પ્રક્ષેપણ માટે તૈયાર છે. તેમણે મિશનને પ્રક્ષેપણ માટે અધિકૃત કર્યું છે. હવે, ઓટોમેટિક લોન્ચ ક્રમ ટૂંક સમયમાં શરૂ થવાનો છે.

14:28 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live | મિશન કંટ્રોલમાં ઈસરોના અધ્યક્ષ

Lazy Load Placeholder Image

મિશન તેના અંતિમ કાઉન્ટડાઉનમાં આગળ વધી રહ્યું છે ત્યારે, ISROના અધ્યક્ષ એસ સોમનાથ મિશન કંટ્રોલ રૂમમાં જોઈ શકાય છે.

14:20 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Launch : ચંદ્રયાન-3ની લોન્ચથી લેન્ડિંગ સુધીની સફર કેવી રહેશે? જાણો દરેક પ્રશ્નનો જવાબ

Lazy Load Placeholder Image

Chandrayaan 3 Launch : ચંદ્રયાન-3 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બપોરે 2.35 કલાકે લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3 મિશન પર માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. લોન્ચિંગ પછી તેની સફર કેવી રહેશે? કેટલા દિવસોમાં તે ચંદ્રની સપાટી પર ઉતરશે, મિશનનો શું ફાયદો થશે? આ પહેલા, ચંદ્ર પર અન્ય કયા મિશન મોકલવામાં આવ્યા હતા અને તેમનું શું થયું? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં છે. અમારા આ અહેવાલમાં, અમે આવા દરેક પ્રશ્નનો જવાબ સમજીએ છીએ. વધુ વાંચો

14:06 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission | આ વખતે ફેલ નહીં થાય મૂન મિશનઃ માધવન નાયર

ચંદ્રયાન 3 લોન્ચિંગ પહેલા ઇસરો ચીફ જી માધવન નાયરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે માણસ તરીકે આ મિશન માટે જે સંભવ હતું એ બધું કરવામાં આવ્યું છે. એવું કોઈ જ કારણ દેખાતું નથી કે મિશન ચંદ્રયાન 3 ફેલ થાય.

14:01 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live updates | ચંદ્રયાન 3 લોચિંગ જોવા માટે પહોંચ્યા સ્કૂલના બાળકો

થોડાક જ સમયમાં ચંદ્રયાન 3 લોંચ થનાર છે. આ પળના સાક્ષી બનવા માટે 200થી વધારે સ્કૂલના બાળકો આંધ્ર પ્રદેશ શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પહોંચ્યા છે. આ પ્રસંગને લઇને વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્સાહિત છે. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે મોટા થઈને વૈજ્ઞાનિક બનવા માંગે છે.

13:55 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live updates | જુલાઇમાં જ કેમ મુન મિશન હાથ ધરાય છે?

પૃથ્વી અને ચંદ્ર વચ્ચે અંદાજે ચાર લાખ કિમીનું અંતર છે. જુલાઈમાં ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોય છે તેથી ચંદ્ર મિશન માટે આ સમય પસંદ કરવામાં આવે છે. રોકેટ થકી ચંદ્રયાનને પૃથ્વીના ઓર્બિટમાં છોદી દેવાશે. ચંદ્રયાન ત્યારબાદ પોતાના પ્રોપલ્શનની મદદથી ચંદ્રના ચક્કર કાપીને ઝડપ મેળવશે અને ચંદ્ર તરફ તબક્કાવાર આગળ વધશે. 41થી 45 દિવસમાં જ પૃથ્વીનું ઓર્બિટ છોડીને તંદ્રના ઓર્બિટમાં આવી જાય તેવી ગણતરી છે. ચંદ્રના ગ્રેવિટેશનલ ફિલ્ડમાં પહોંચીને તે પ્રોપલ્શનની મદદથી સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે.

13:49 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live updates | મિશન ચંદ્રયાન 2 – 95 ટકા સફળતાએ નવો જુસ્સો આપ્યો

ભારતને ચંદ્રયાન 1 દ્વારા જે સફળતા મળી તેના કારણે ચંદ્રની સપાટી ઉપર ઉતરીને વધારે વિગતે તપાસ કરવાની અને તેની સપાટી ઉપર ખરેખર જીવન શક્ય છે કે નહીંઅથવા તો ચંદ્રનું ખરેખર મહત્વ કેટલું છે તેની તપાસ કરવાનો અવસર મળી ગયો.

આ દિવસમાં 11 વર્ષ સુધી કામ કર્યા બાદ ભારતે 2019માં ચંદ્રયાન 2ને ચંદ્રની સપાટી ઉપર ઉતારવાની જાહેરાત કરી. 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવ્યું હતું. આ યાન પણ સ્વેદશી વ્હિકલ જીએસએતવીની મદદથી લોન્ચ કરાયું હતું. આ અભિયાન માત્ર ગણતરીની મિનિટોમાં જ નિષ્ફળ ગયું હતું. આર્બિટરમાંથી છૂટા પડેલા લેન્ડર અને રોવ માત્ર 2.1 કિમી જ ઉપર હતા અને તેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ઇસરોએ અભિયાન નિષ્ફળ ગયાની જાહેરાત કરી હતી. ભારતે વહેલી વખત સ્વદેશી સાધનોની મદદથી ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનો અને અભ્યાસ કરવાનો પ્રયોગ કર્યો હતો.

13:44 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live updates | મિશન ચંદ્રયાન 1 : ચંદ્ર ઉપર પાણઈ હોવાનું પ્રમાણિત થયું

ભારત દ્વારા 2008માં પહેલી વખત મૂન મિશન લોંચ કરીને સમગ્ર દુનિયાને આશ્ચર્યમાં મુકી દેવામાં આવી હતી. 22 ઓક્ટોબર 2008ના રોજ ભારતના શ્રીહરિકોટાથી સ્વદેશી લોન્ચવ્હિકલ એવા પીએસએલવી રોકેટની મદદથી ચંદ્રયાનને ચંદ્ર તરફ મોકલવામાં આવ્યું હતું. ભારતનું આ મિશન ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનું નહોતું. ચંદ્રયાન ચંદ્રથી 100 કિમી ઉપર રહીને તેના ચક્કર કાપતું હતું અને ચંદ્રની સપાટીની તસવીરો, તેનું મિનરલ ઇમેજિંગ, તેનું મેપિંગ અને તેનામાં રહેલા ખનીજો પાણી અને અન્ય રસાયણોની શોધ કરતું તું. આ યાન લોન્ચ થયાના 21 દિવસમાં ચંદ્રના ઓર્બિટમાં ગોઠવાઈ ગયું હતું. બે વર્ષ સુધી આ યાન ચંદ્રની આસપાસ ફરવાનું હતું. પણ કમનસીબે એક વર્ષમાં તેનો સંપર્ક તૂટી ગયો અને ભારતનું મિશન અટકી ગયું હતું.

13:32 (IST) 14 Jul 2023
અમેરિકાએ ચીનને આપ્યો મોટો ઝટકો, અરુણાચલ પ્રદેશ પર ભારતના સમર્થનનો પ્રસ્તાવ સેનેટ કમિટીમાં થયો પાસ

Lazy Load Placeholder Image

Arunachal Pradesh is integral part of India says US Senate committee resolution : અરુણાચલ પ્રદેશના મુદ્દે ચીનને અમેરિકા તરફથી મોટો ફટકો પડ્યો છે. યુએસ સેનેટની ફોરેન અફેર્સ કમિટીએ વિધિવત રીતે એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારો પર બળજબરીથી દાવો કરી રહ્યું છે. આ પ્રયાસના ભાગરૂપે, થોડા મહિના પહેલા, તેમણે અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોના નામ બદલવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ અમેરિકી સંસદીય સમિતિએ માત્ર અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે જ સ્વીકાર્યું નથી, પરંતુ અમેરિકા મેકમોહન રેખાને ચીન અને ભારત વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપે છે, તે ઠરાવમાં પુનઃપુષ્ટિ પણ કરી છે. વધુ વાંચો

13:30 (IST) 14 Jul 2023
Chandrayaan 3 Mission live updates |આજે દેશ માટે મહત્વપૂર્ણ દિવસ : દિલ્હી સીએમ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે દેશ માટે ખુબ જ મહત્વનો દિવસ છે. ચંદ્રયાન 3 મિશન દ્વારા ભારત એકવાર ફરીથી ચંદ્ર પર પગ મુકવાની કોશિશ કરશે. આ મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો અને દરેક ભારતિય અંતરિક્ષ અનુસંધાન સંગઠનની આખી ટીમની સાથે સાથે સમગ્ર દેશવાસીઓને અનંત શુભેચ્છાઓ.. આશા છે કે આપણે ટૂંક સમયમાં ચાંદ પર તિરંગો ફરકાવીશું.

12:41 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates : નિતિન ગડકરીએ પાઠવી શુભેચ્છાઓ

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ચંદ્રયાન 3 મિશનને લઇને વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ચંદ્રયાન 3 અંતરિક્ષની સીમાઓને આગળ વધારવાનું એક ઉલ્લેખનીય મિશન છે. આ મિશન આપણે બધાને મોટા સપના જોવા અને તારાઓ સુધી પહોંચવા માટે પ્રેરિત કરશે.

12:38 (IST) 14 Jul 2023
ગ્રાફિક્સમાં સમજો ચંદ્રયાન 3 મિશન

Lazy Load Placeholder Image

12:06 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates : ચંદ્રયાન 3થી ખરેખર શું પ્રાપ્ત થશે?

ચંદ્રયાન 3 મિશન માત્ર ભારત માટે જ નહીં પણ દુનિયાના બાકીના દેશો માટે પણ ખૂબ જ મહત્વનું છે. ભારતના આ મિશન થકી દુનિયાના આગામી મૂન મિશનને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. તેમાંય અમેરિકા દ્વારા માણસોને ચંદ્ર ઉપર મોકલવાની જે તૈયારીઓ ચાલી રહી છે તેને પગલે અણેરિકાને ભારતની સફળતાની સૌથી વધારે આશા છે. ભારતની આ હનુમાન છલાંગ ચંદ્રની સપાટીના અભ્યાસ અને ચંદ્રના વાતાવરણના અભ્યાસ માટે હોકાયંત્ર સમાન બની રહેશે. દક્ષિણ ધ્રુવની સપાટીની રચના તેની સ્થિતિ, તેમાં રહેલા ખનીજો, પાણીની સ્થિતિ ઓક્સિજન, હાઇડ્રોજન, હિલિયમ વગેરેની ઉપલબ્ધતા આ મશન થકી જાણી શકાશે.

12:03 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3 ના લોંચ માટે પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3 લોંચ માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતના અવકાશ ક્ષેત્રનો પ્રશ્ન છે 14 જુલાઈ 2023નો દિવસ હંમેશા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. ચંદ્રયાન 3 આપણું ત્રીજું ચંદ્ર મિશન, પોતાની યાત્રા પર જશે. આ ઉલ્લેખનીય મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાઓને આગળ વધારશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે ચંદ્રયાન 3 મિશન માટે શુભેચ્છાઓ.. હું તમારા બધા માટે આ મિશન અને અંતરિક્ષ વિજ્ઞાન અને ઇનોવેશનમાં આપણે જે પ્રગતિ કરી છે એ અંગે સૌથી વધારે જાણવા આગ્રહ કરું છું. આનાથી તમને ખુબ જ ગર્વ મહેસૂસ થશે.

11:58 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates : ચંદ્રયાન 3 નું કાઉન્ટડાઉન શરુ થયું

ચંદ્રયાન 3 નું કાઉન્ટડાઉન શરુ થયું છે. રોકેટમાં એલ-1 સ્ટેજ માટે ફ્યૂલ ભરવાનું કામ પુરુ થઈ ચૂક્યું છે. હવે સી-24 સ્ટેજ માટે ફ્યૂલ ભરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન 3 શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

11:55 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission | ચંદ્રયાન 3 મિશન પ્રભાસની મેગાબજેટ ફિલ્મ આદિપુરુષ કરતા પણ સસ્તું, આટલો થયો ખર્ચ

Lazy Load Placeholder Image

Chandrayaan 3 Mission : શું તમે જાણો છો ચંદ્રયાન 3ના નિર્માણ માટે કેટલા કરોડનો ખર્ચ કરાયો છે? અહીંયા રસપ્રદ વાત એ છે કે ચંદ્રયાન 3 હિંદુ પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ ‘આદિપુરૂષ’થી બહુ ઓછા બજેટમાં તૈયાર થઇ ગયું છે. વધુ વાંચો

11:36 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission | જ્યારે નિષ્ફળ ગયું હતું ચંદ્રયાન -2 મિશન, વડાપ્રધાનના ગળે મળીને ખુબ રડ્યા હતા ISRO ચીફ, ફરીથી વાયરલ થયો વીડિયો

Lazy Load Placeholder Image

chandrayaan 2 PM modi video : chandrayaan 2 સાથે સંપર્ક તૂટ્યા બાદ ઇસરોના વૈજ્ઞાનિકોની સાથે દેશના લોકો પણ નિરાશ થયા હતા. વડાપ્રધાન મોદીને વિદા કરવા પહોંચેલા ઇસરો ચીફના સિવન પણ ભાવુક થયા હતા. પોતાની ભાવનાઓ ઉપર કાબુ ન રાખી શક્યા અને રડી પડ્યા હતા. વધુ વાંચો

10:35 (IST) 14 Jul 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન : રખડતા ઢોરના ત્રાસ મામલે કડક નીયમો બનાવાયા, પશુ રાખવા લાયસન્સ-પરમિટ-ટેગ હવે ફરજિયાત

Lazy Load Placeholder Image

AMC Stray Cattle Control Policy : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરના ત્રાસની સમસ્યા પર અંકુશ લાવવા માટેની નવી પોલીસી મંજુર કરવામાં આવી છે. જેમાં પશુ રાખવા માટે લાયસન્સ-પરમિટની જોગવાઈ સહિતના નવા નિયમો (Rules) નો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ વાંચો

10:27 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates : દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને ચંદ્રયાન 3 મિશન માટે શુભેચ્છા પાઠવી

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને ચંદ્રયાન 3 મિશન અંગે શુભેચ્છાઓ પાઠવી. ડીએમઆરસીએ ટ્વીટ કરીને લખ્યું કે આગામી સ્ટેશન ચંદ્ર હશે.

10:25 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates | LVM-3ને બાહુબલી રોકેટ લોન્ચર કેમ કહેવાય છે?

લોન્ચ વ્હીકલ માર્ક-3ને બાહુબલી રોકેટ તરીકે પણ ઓળખાય છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં LVM-3 એ 36 ઉપગ્રહો સાથે ઉડાન ભરી હતી. ત્યારથી આ રોકેટ લોન્ચર બાહુબલી રોકેટ લોન્ચર તરીકે ઓળખાવા લાગ્યું છે. ઈસરોને તેને બનાવવામાં 15 વર્ષ લાગ્યા હતા. તે ઈસરો દ્વારા બનાવવામાં આવેલ સૌથી શક્તિશાળી રોકેટ છે. આ રોકેટનો ઉપયોગ હેવી લિફ્ટ લોન્ચમાં કરવામાં આવે છે.

09:13 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates ચંદ્રયાન-2 મિશન વિષે જાણો

ચંદ્રયાન -2 નો સૌથી વધુ ચર્ચિત ઉદ્દેશ્ય ચંદ્રના અન્વેષિત (unexplored) દક્ષિણ ધ્રુવ પર લેન્ડર અને રોવરને સોફ્ટ-લેન્ડ કરવાની ક્ષમતા દર્શાવવાનો હતો, તેના અન્ય લક્ષ્યો પણ હતા. આ મિશન, ઇસરો મુજબ, “ટોપોગ્રાફી, સિસ્મોગ્રાફી, ખનિજ ઓળખ અને વિતરણ, સપાટીની રાસાયણિક રચના, ટોચની જમીનની થર્મો-ફિઝિકલ લાક્ષણિકતાઓ અને ચંદ્ર વાતાવરણની રચનાના અને ચંદ્રની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ વગેરેની વિગતવાર અભ્યાસ દ્વારા ચંદ્ર વૈજ્ઞાનિકના નોલેજને વધારો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.”

2021 માં, અવકાશ એજન્સીએ ખુલાસો કર્યો કે મિશનના ઓર્બિટરે ચંદ્ર વિશે ખૂબ જ સુંદર ડેટા ઉત્પન્ન કર્યો છે. આનાથી તેની સપાટી, ઉપ-સપાટી અને એક્સોસ્ફિયરના સંદર્ભમાં અવકાશી પદાર્થના હાલના માહિતી નિર્માણમાં મદદ મળી હતી. દાખલા તરીકે, ચંદ્રયાન-2 નું મુખ્ય પરિણામ એ કાયમી પડછાયાવાળા પ્રદેશો તેમજ રેગોલિથની નીચે ખાડાઓ, પથ્થરોની શોધ અને 3-4 મીટરની ઊંડાઈ સુધી વિસ્તરેલી ટોચની સપાટીનો સમાવેશ કરતી છૂટક થાપણ હતી.

09:02 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates : સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે બનાવ્યું ચંદ્રયાન 3નું સેન્ટ આર્ટ

પ્રસિદ્ધ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી સમુદ્ર તટ પર વિજયી ભવ મેસેજ સાથે 500 સ્ટીલની કટોરીઓ સાથે ચંદ્રયાન 3નું 22 ફૂટ લાંબુ સેન્ડ આર્ટ બનાવ્યું હતું. ઇસરોનું ત્રીજું ચંદ્ર મિશન આજે બપોરે લોન્ચ થશે.

08:55 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates : ચંદ્રયાન પ્રક્ષેપણ પહેલા ઈસરોની મોટી સફળતા, લોંચ રિહર્સલની સાથે ચાંદ જીતવા તૈયાર ભારત, જુઓ વીડિયો

ચંદ્ર પર તિરંગો લહેરાવવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કા પર છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ મંગળવારે 11 જુલાઈએ ચંદ્રયાન-3ના લોંચિન રિહર્સલને પુરું કરી દીધું હતું. વીડિયો જુઓ

08:50 (IST) 14 Jul 2023
PM મોદીને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘લિજન ઓફ ઓનર’, આ સન્માન મેળવનાર પ્રથમ વડાપ્રધાન બન્યા

Lazy Load Placeholder Image

PM Modi France and UAE Visit : પીએમ મોદી હાલમાં ફ્રાન્સ પ્રવાસે છે, તેમને ફ્રાન્સમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લિજન ઑફ ઓનર’ (Legion of Honor award) આપવામાં આવ્યો છે, તેઓ આજે ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના ખાસ આમંત્રણ પર તેમાં હાજરી આપવા આવ્યા છે. વધુ વાંચો

08:44 (IST) 14 Jul 2023
Chandrayaan 3 ISRO: ચંદ્રયાન-3 અંગે ઇસરોએ કહી મહત્વપૂર્ણ વાત, ચંદ્રયાન-2 કરતા કેટલું આધુનિક છે? જાણો વિગતવાર

Chandrayaan 3 launch date and time ISRO update : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (iSRO) ફરીવાર ચંદ્ર પર પહોંચવાની તૈયારી કરી છે. ઇસરોએ ચંદ્રયાન-3 મિશન શરૂ કર્યુ છે અને 14 જુલાઇના રોજ ફરીવાર ચંદ્ર પર અવકાશ યાન મોકલશે. અગાઉ વર્ષ સપ્ટેમબર 2019માં ભારતે ચંદ્રયાન-2 મોકલ્યુ હતુ જો કે ટેકનિકલ ખામીના કારણે સફળતા મળી ન હતી. ઇસરોએ ગત વખતની નિષ્ફળતાના કારણો શોધીને તેને દૂર કરવાો પ્રયાસ કર્યો છે. હવે સમગ્ર દેશની નજર ચંદ્રયાન-3 ઉપર છે. વધુ વાંચો

08:43 (IST) 14 Jul 2023
ચંદ્રયાન 3 : ડર, આશા અને ખુશીની તે 15 મિનિટ…આ સ્ટેજ પાર થયું તો ઝુમી ઉઠશે આખું ભારત

Chandrayaan 3 Launch : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને જાહેરાત કરી છે કે ચાંદ પર પોતાનું ચંદ્રયાન-3 અભિયાન 14 જુલાઇના રોજ બપોરે 2.35 કલાકે મોકલવામાં આવશે. આ પહેલા પણ ભારત આ પ્રયત્ન ત્રણ વખત કરી ચુક્યું છે પણ સફળતા મળી નથી. ભારત ચાંદની સપાટી પર સોફ્ટ લોન્ડિંગ કરી શક્યું નથી. આવું ફક્ત અત્યાર સુધી ત્રણ દેશ રશિયા, અમેરિકા અને ચીન જ કરી શક્યા છે. હવે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ચંદ્રયાન-3 લોન્ચ કરવાની બધી તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે અને આશા છે કે ભારતનું સપનું આ વખતે પુરું થશે. વધુ વાંચો

08:16 (IST) 14 Jul 2023
ચંદ્રયાન-3 મિશન પર આખી દુનિયાની નજર કેમ છે? શું છે મનુષ્ય અને ચંદ્ર વચ્ચે સંબંધ, જાણો દરેક સવાલનો જવાબ

Chandrayaan 3 : ચંદ્રયાન-3માં સ્વદેશી લેન્ડર મોડલ, પ્રપોશનલ મોડલ અને રોવર છે. આ મિશન અંતર્ગત ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે. જો ઇસરો સફળતાપૂર્વક તેનું લેન્ડિંગ કરાવશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરનાર પ્રથમ દેશ બની જશે વધુ વાંચો

08:07 (IST) 14 Jul 2023
દિલ્હી ડૂબી રહ્યું… પૂરનો ખતરો વધી રહ્યો, રેકોર્ડ તૂટી રહ્યા, ત્યારે નેતાઓ કરી રહ્યા… આક્ષેપ, પ્રતિઆક્ષેપ અને રાજકારણ

delhi floods : દિલ્હીમાં એક તરફ લોકો યમુના નદી (Yamuna River) ના જળસ્તરમાં રેકોર્ડ બ્રેક વધરો થતા પૂરથી પરેશાન છે, રોડ-રસ્તા, ઘર-દુકાનો ડૂબી રહી છે, ત્યારે નેતાઓ રાજકારણ (Politics) કરવામાં વ્યસ્ત છે. વધુ વાંચો

07:51 (IST) 14 Jul 2023
Chandrayaan-3 Launch| ચંદ્રયાન-3 લોન્ચ : ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકશો? સંપૂર્ણ વિગત અને શિડ્યુલ

Chandrayaan-3 Launch : ચંદ્રયાન-3 લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. માત્ર દેશની જ નહી સમગ્ર વિશ્વની નજર આ મિશન પર કેન્દ્રિત છે, ચંદ્રયાન-3ને ISRO ના સૌથી ભરોસાપાત્ર રોકેટ LVM થી લોન્ચ કરવામાં આવશે. આ રોકેટે અત્યાર સુધીના તમામ મિશન સફળતાપૂર્વક હાંસલ કર્યા છે. આ રોકેટથી ચંદ્રયાન-2 પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. વધુ વાંચો

07:48 (IST) 14 Jul 2023
Chandrayaan 3: ભારતની રોકેટ મહિલા જેના ઇશારે ઇસરોનું ચંદ્રયાન 3 મિશન મુન થશે લોન્ચ

Lazy Load Placeholder Image

Chandrayaan 3 isro ritu karidhal srivastava : ચંદ્રયાન 3 ઇસરો દ્વારા 14 જુલાઇ, 2023ના રોજ લોન્ચ કરવામાં આવશે. ઇસરોના લોન્ચિંગની જવાબદારી એક યુવા મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલ શ્રીવાસ્તવને સોંપવામાં આવી છે, જે ભારતના રોકેટ વુમન તરીકે ઓળખાય છે. વધુ વાંચો

07:46 (IST) 14 Jul 2023
Chandrayaan 3 ISRO: ચંદ્રયાન 3 લોન્ચ કરવા ઇસરોએ લોન્ચ વ્હિકલ માર્ક LVM-3 કેમ પસંદ કર્યો, જે બનાવવાનો ખર્ચ 3000 કરોડ

Chandrayaan 3 ISRO LVM-3 : ઇસરો દ્વારા ચંદ્રયાન-3 14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2.35 વાગે લોન્ચ થશે. શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. માત્ર ઈસરો જ નહીં પણ દુનિયાભરની અંતરિક્ષ સંસ્થાઓની નજર ભારતના યંદ્રયાન 3 મિશન મુન ઉપર છે. મિશન મુન હેઠળ ISRO ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરશે. વર્ષ 2019માં પણ ISRO એ ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ ખામીને કારણે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. ઇસરો ચંદ્રયાન 2ની ભૂલોને સુધારીને ફરી એકવાર ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ કરવા માંગે છે. ચંદ્રયાન-3 ની સફળતા મોટાભાગે LVM-3 રોકેટ લોન્ચર (લોન્ચ વ્હીકલ માર્ક-3) પર ટકી રહી છે. વધુ વાંચો

07:46 (IST) 14 Jul 2023
Chandrayaan 3 ISRO: ઈસરોનું ચંદ્રયાન 3 કેટલા દિવસમાં ચંદ્ર પર પહોંચશે, ચંદ્રની ઉંમર કેટલી છે અને પૃથ્વીથી કેટલો દૂર છે? જાણો તમામ વિગતો

Chandrayaan 3 ISRO and Earth to Moon distance: ઈસરો મિશન મૂન હેઠળ મહત્વાકાંક્ષી ચંદ્રયાન 3 14 જુલાઇ, 2023ના રોજ લોન્ચ કરશે. ચંદ્રયાન 3 ઇસરોના આંધ્રપ્રદેશ સ્થિત શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશન ખાતે બપોરે 2.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. ચંદ્ર ઉપર પહોંચવાનું આ પહેલું મિશન નથી, અનેક દેશોએ ઘણી વખત ચંદ્ર ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બહુ ઓછાને સફળતા મળી છે. ઇસરોના ચંદ્રયાન 3 મિશનની સફળતા સામેના મુખ્ય પડકારો છે. વધુ વાંચો

07:09 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates : 2019માં ચંદ્રયાન 2 મિશન ક્રેશ લેન્ડ થયું હતું

સફળ સોફ્ટ લેન્ડિંગથી ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બનશે. 2019 માં ઇઝરાયેલ અને ભારતના મિશન ક્રેશ-લેન્ડ થયા અને 2022 માં જાપાનના લેન્ડર-રોવર અને યુએઇના રોવરને લઈ જતું અવકાશયાન નિષ્ફળ ગયા પછી આ ભારતનું મિશન છે જે આવતીકાલે (14 જુલાઈ 2023 ) એ લોન્ચ થશે.

07:08 (IST) 14 Jul 2023
Chandrayaan 3 mission live updates : આજે બપોરે 2:35 કલાકે શ્રીહરિકોટાથી લોંચ થશે ચંદ્રયાન 3 મિશન

દુનિયાની નજર પણ અત્યારે ભારત પર છે, ચંદ્રયાન-3 મિશનની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ,આ મૂન મિશન આજે શુક્રવારે બપોરે 2:35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશનથી ISRO દ્વારા લોન્ચ કરવામાં આવશે.મિશનનો ઉદ્દેશ્ય તેના પુરોગામી 2 મિશન ન કરી શક્યું તે હાંસલ કરવાનો છે, ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવું અને રોવર સાથે તેનું અન્વેષણ કરવાનો છે.

Web Title: Chandrayaan 3 launch moon mission live latest updates isro shriharikota today news ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×