scorecardresearch
Premium

ISRO Chandrayaan 3 Launch News: ચંદ્રયાન-3 માટે ઇસરોના વૈજ્ઞાનિકોની દિવસ-રાત 1752 કલાકની મહેનત, ભારતના મિશન મુનને સાકાર કરનાર સાયન્ટિસ્ટ વિશે જાણો

ISRO Chandrayaan 3 Launch LIVE updates news in gujarati: ચંદ્રયાન-3ને સફળ બનાવવા ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમ છેલ્લા 73 દિવસથી રાત-દિવસ મહેનત કરી રહી હતી. ભારતના મિશન મુનમાં યોગદાન આપનાર ઇસરોની સાયન્ટિસ્ટ ટીમ પર એક નજર

Chanrayaan 3 mission moon launch photos | isro Chandrayaan 3 scientist team | ISRO | Chandrayaan 3 | ISRO chief S Somanath
ISRO Chandrayaan 3 scientist team : ચંદ્રયાન-3ના લોન્ચિંગ પ્રસંગે ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથ અને વૈજ્ઞાનિક ટીમ (photo: ISRO)

ISRO Chandrayaan 3 scientist team : ઇસરો દ્વારા ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3ને 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત અવકાશ સંશોધન કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ સ્પેશ સેન્ટર વિભાગના સચિવ અને ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3એ પોતાનો પ્રવાસ શરૂ કરી દીધો છે.

તેમણે કહ્યું કે LVM3 M4 વ્હિકલને ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દીધું છે. આગામી દિવસોમાં તે ચંદ્રની સપાટી પર પહોંચે તે માટે આપ સૌને શુભકામનાઓ.

ISROના અધ્યક્ષ સોમનાથે ચંદ્રયાન-3 ને સફળ બનાવવા માટે કાર્યરત ટીમનો પરિચય પણ કરાવ્યો હતો. આ મિશનના ડિરેક્ટર મોહન કુમાર, પ્રોજેક્ટ ડિરેક્ટર વીરમુથુવેલ, એસોસિયેટ પ્રોજેક્ટ ડિરેક્ટર કલ્પના જેવા ઘણા વૈજ્ઞાનિકો આ ચંદ્રયાન-3 મિશન મુન માટે મહેતન કરી રહ્યા હતા.

મિશન ડાયરેક્ટર મોહન કુમારે કહ્યું કે છેલ્લા 73 દિવસથી વૈજ્ઞાનિકો ચંદ્રયાન-3 પર દિવસ-રાત કામ કરી રહ્યા હતા. દરેક મિનિટની વિગતો તપાસવામાં આવી રહી હતી. આવું જણાવતા તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. ચંદ્રયાન-3 ને સફળ બનાવવા માટે રાત-દિવસ મહેનત કરનારી ટીમ પર એક નજર કરીએ…

Chanrayaan 3 mission moon launch photos | isro Chandrayaan 3 scientist team | ISRO | Chandrayaan 3 | ISRO chief S Somanath
ISRO Chandrayaan 3 scientist team : ચંદ્રયાન-3ના લોન્ચિંગ પ્રસંગે ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથ અને વૈજ્ઞાનિક ટીમ (photo: ISRO)

ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથ

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ આ સમગ્ર ચંદ્રયાન-3 મિશન મુન પ્રોજેક્ટના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે. 14 જાન્યુઆરી 2022ના રોજ ઈસરોના અધ્યક્ષ બનવાની સાથે તેઓ ચંદ્રયાન-3 પાછળ મહેનત કરી રહ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, આદિત્ય એલ-1 (સૂર્ય મિશન) અને ગગનયાન જેવા મિશન પર પણ કામ ચાલી રહ્યું છે.

પી વીરમુથુવેલ

પી વીરમુથુવેલ ચંદ્રયાન-3ના પ્રોજેક્ટ ડિરેક્ટર છે. તેઓ ચંદ્રયાન-2 મિશન સાથે પણ નજીકથી જોડાયેલા હતા. વીરમુથુવેલ એ વ્યક્તિ છે, જેઓ ISRO માટે નાસા સાથે વાટાઘાટોની જવાબદારી સંભાળે છે.

Chandrayaan 3 | isro | Chandrayaan 3 isro
ઇસરોનું ચંદ્રયાન 3. (Source: @isro.in/instagram)

મોહન કુમાર

મોહન કુમાર ચંદ્રયાન-3ના મિશન ડિરેક્ટર હતા અને આ મિશન મુનની દરેક વિગતો પર નજર રાખતા હતા. ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ પર તેઓ ભાવુક દેખાતા હતા.

કલ્પના

ઇસરોના વૈજ્ઞાનિક કલ્પના ચંદ્રયાન-3ના એસોસિએટ પ્રોજેક્ટ ડિરેક્ટર છે. તેઓ નાની નાની બાબતો પર નજર રાખી રહ્યા હતા.

એસ. ઉન્નીકૃષ્ણન નૈયર

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર એસ ઉન્નીક્રિષ્નન નાયર અને તેમની ટીમ ચંદ્રયાન-3 મિશનને સપોર્ટ આપી રહી હતા અને વૈજ્ઞાનિકો સાથે કામગીરી કરતા હતા.

આ પણ વાંચોઃ ચંદ્રયાન-3 જો 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ ન થયું તો શું થશે? ઈસરોએ જણાવી મોટી વાત

એ. રાજરાજન

એ. રાજરાજન લોન્ચ ઓથોરાઈઝેશન બોર્ડ (LAB)ના ચેરમેન છે. આ સાથે સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર પણ છે. તેઓ પણ આ પ્રોજેક્ટને સપોર્ટ કરી રહ્યા હતા.

એમ.શંકરન

યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર એમ શંકરન કોમ્યુનિકેશનથી લઇને નેવિગેશનન જેવી બાબતો માટે ચંદ્રયાન-3ની ટીમે મદદ કરતા હતા.

Web Title: Chandrayaan 3 launch live updates news photos isro chandrayaan 3 scientist team as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×