Chandrayaan 3 latest Update live location : ચંદ્રયાન 3 પર ભારત જ નહીં આખી દુનિયાની નજર ટકેલી છે. આજનો દિવસ આ મિશન માટે ખુબ જ મહત્વનો છે. ચંદ્રયાન 3 આજે છેલ્લીવાર પોતાના ઓર્બિટને ઘટાડશે. ઓર્બિટને ઘટાડવાની આ અંતિમ પ્રક્રિયા હશે. જાણકારી પ્રમાણે ઈસરોએ સવારે 8.30 વાગ્યાથી જ શરું કરી દીધું છે. ત્યારબાદ ચંદ્રયાન 3 ને ચંદ્રની 100 કીમી X 100 કીમીના ગોળાકાર કક્ષામાં લાવવામાં આવશે. આ પ્રક્રિયા માટે ચંદ્રયાન 3ના થ્રસ્ટર થોડા સમય માટે ફાયર કરવામાં આવશે. અત્યારે ચંદ્રયાન 150 X 177 કિલમીટરની ઓર્બિટમાં છે. આ પ્રક્રિયા દરમિયાન આગામી દિવસે એટલે કે 17 ઓગસ્ટે ચંદ્રયાન 3 ને પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરવામાં આવશે.
5 ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું ચંદ્રયાન 3
ઉલ્લેખનીય છે કે 14 જુલાઈએ લોન્ચ થયા બાદ ચંદ્રયાન 3 ને 22 દિવસની સફર પુરી કરીને 5 ઓગસ્ટે સાંજે આશરે 7.15 વાગ્યે ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. ત્યારે યાન ચંદ્રની ગ્રેવિટીમાં કેપ્ચર થઈ શક્યું. આ માટે તેની સ્પીડ ઓછી કરવામાં આવી હતી. સ્પીડ ઓછી કર્યા બાદ ઈસરો વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેકન્ડની નજીક અડધા કલાક માટે ફાયર કર્યું હતું. આ ફાયરિંગ સાંજે 7.12 વાગ્યે શરુ કર્યું હતું.
23 ઓગસ્ટે થશે લેન્ડ
23 ઓગસ્ટે ચંદ્રયાન 3 લેન્ડર રોવરની ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવશે. ચંદ્રયાન 3 લોન્ચ થયા બાદ ઓર્બિટને 5,6, 9 અને 14 ઓગસ્ટે ચાર વખત ઘટાડવામાં આવ્યું છે. ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર લેન્ડ કરતા જ ભારત લેન્ડર ઉતારનાર ચોથો દેશ બની જશે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીને જ ચંદ્રની સપાટી પર પોતાનું લેન્ડર ઉતાર્યું છે. એટલું જ નહીં ભારત પહેલો દેશ બની ગયો જે દક્ષિણી ધ્રૂવ પર લેન્ડ કરશે. ભારતે વર્ષ 2019માં ચંદ્રયાન 2 મિશન અંતર્ગત લેન્ડર ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લી ક્ષણોમાં તેનો સંપર્ક ટૂટી ગયો હતો અને તેની ક્રેશ લેન્ડિંગ થઈ હતી.
શું છે ચંદ્રયાન 3 મિશન?
ચંદ્રયાન 3 મિશન 14 જુલાઈએ શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન 3 મિશન અંતર્ગત ઈસરો 23 ઓગસ્ટ સાંજે 5.45 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે. ચંદ્રયાન 3 પોતાની સાથે એક લેન્ડર અને એક રોવર લઈને ગયો છે. લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે. સફળ લેન્ડિંગ થયા બાદ રોવર ચાંદની સપાટી પર રસાયણોની શોધ કરશે. વૈજ્ઞાનિક ચંદ્ર પર હાજર રસાયણોનું અધ્યયન કરશે અને પૃથ્વી અને ચંદ્રના સંબંધોને સમજવાની કોશિશ કરશે.