Chandrayaan 3, landing latest update, live streaming : ભારત અવકાશમાં ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. 23 ઓગસ્ટ સાંજે 6.04 વાગ્યે ચંદ્રયાન 3 મૂન પર લેન્ડ કરશે, 25 કિલોમીટરની ઉંચાઈએ લેન્ડર વિક્રમની સોફ્ટ લેન્ડિંગ કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ પહેલા સાઉથ કોરિયા, જાપાન, અમેરિકા અને રશિયા પણ ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે.
જોકે, ઇસરોનો એક બેકઅપ પ્લાન પણ રાખ્યો છે. જો ચંદ્રયાન 3 લેન્ડરને લેન્ડ કરવામાં કોઇ તકલીફ આવે છે અથવા તો જગ્યા મળથી નથી તો 27 ઓગસ્ટે લેન્ડિંગ કરાવવામાં આવશે. ઈસરો અમદાવાદના ડાયરેક્ટર નિલેશ દેસાઇએ કહ્યું કે 23 ઓગસ્ટ લેન્ડિંગથી 2 કલાક પહેલા ઇસરોના પ્રમુખ વૈજ્ઞાનિક નિર્ણય લેશે કે લોન્ડિંગ કરાવવામાં આવશે કે નહીં.
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ પણ ચંદ્રયાન 3ના લેન્ડિંગ સમયે મદદ કરવાની ઘોષણા કરી છે. નાસા બાદ યુરોપિયન સ્પેસ એજન્સી ESA પણ લેન્ડિંગ સમયે ઈસરોને મદદ કરશે. બંને સ્પેસ એજન્સીઓ ચંદ્રયાન 3માં ખભાથી ખભા મિલાવીને ભારતની મદદ કરશે. ઉલ્લેખનીય છે કે 14 જુલાઈએ ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું.