scorecardresearch
Premium

Chandrayaan 3 Landing live: ચંદ્રયાન 3ની સફળતા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા; કહ્યું – ચાંદા મામા દૂર નહીં હવે ટુર છે

PM Narendra Modi after Chandrayaan 3 Landing live: ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગને પીએમ નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાથી નિહાળ્યુ અને ઇસરોના વૈજ્ઞાનિકોની મહેતનની પ્રશંસા કરી, ભારત માટે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્ષણ ગણાવી

brics summit 2023 | brics summit | PM Modi
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ અભિનંદન પાઠવતા પીએમ નરેન્દ્ર મોદી (Photo- @isro)

PM Narendra Modi On ISRO Chandrayaan-3 Moon Landing Live Updates : ચંદ્રયાન 3 એ ચંદ્રની દક્ષિણ ધ્રુનની સપાટી પર સફળ લેન્ડિંગ કરીને ભારતે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. ચંદ્રયાન 3 એ ચંદ્ર પર સફળ ઉતરણ કરીને ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને દુનિયાભરમાં ભારતનો ડંકો વાગ્યો છે. ચંદ્રયાન 3ના ચંદ્ર પર લેન્ડિંગની ઐતિહાસિક ક્ષણને સમગ્ર ભારત, દુનિયાભરના તમામ દેશો અને તમામ અવકાશ સંસ્થાઓએ નિહાળ્યુ હતુ. આ મહત્વપૂર્ણ ક્ષણને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાઇવ નિહાળી અને ચંદ્રયાન 3ની સફળતા માટે ઈસરો, સમગ્ર ભારત, વિશ્વને અભિનંદન પાઠવ્યા હતા.

ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગથી વિકસીત ભારતનો શંખનાંદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ લાઇવ પ્રવચન આપ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે, ‘મારા પ્યારા પરિવારજનો, આપણે આંખોની સામે આવી ઐતિહાસિક ઘટનાઓ જોઇ છે, આ ક્ષણ અવિસ્મણીય છે, ક્ષણ અભૂતપૂર્વ છે. આ ક્ષણ વિકસીત ભારતના શંખનાદનો છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષનો છે. આ ક્ષણ મુશ્કેલીના મહાસાગરને પાર કરવાનો છે. આ ક્ષણ જીતના ચંદ્ર પથ પર ચાલવાનો છે, આ ક્ષણ 140 કરોડો ધડકનના સામર્થ્યની છે. આ ક્ષણ નવી ઉર્જા., વિશ્વાસ અને નવી ચેતનાની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહ્વાનનો છે.

ચંદ્રયાન-3: ધરતી પણ સંકલ્પ લીધો અને ચંદ્ર પર સાકાર કર્યો

તેમણે ઉમેર્યુ કે, ‘અમૃતકાળના પ્રથમ પ્રભાવમાં અમૃત વર્ષા થઇ છે. આપણે ધરતી પર સંકલ્પ લીધો અને ચંદ્ર પર સાકર કર્યુ છે. ‘India Now On The Moon’ આપણે અંતરિક્ષમાં નવા ભારતની નવી ઉડાનના સાક્ષી બન્યા છીએ. હાલ હું દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છુ પરંતુ મારું મન ચંદ્રયાન-3ના મહાન અભિયાનમાં લાગેલુ હતુ. નવો ઇતિહાસ રચાતા ભારત જશ્નમાં ડુબી ગયુ છે. ઘર-ઘરમાં ઉત્સવનો માહોલ છે. હદયથી હું પણ દેશવાસીઓ સાથે ઉંમગ ઉલ્લાસ સાથે જોડાયેલો છું.

ચંદ્રયાન-3ની સફળતા માટે ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

પીએમ મોદીએ કહ્યુ કે, હું ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવું છે, જેમણે આ ક્ષણ માટે વર્ષો સુધી સુધી મહેતન કરી છે. ઉત્સાહ, ઉમંગ, આનંદ અને ભાવુકતાથી ભરેલા આ ઉદભૂત પળ માટે 140 કરોડ દેશવાસીઓને કોટીકટી શુભકામના પાઠવું છે. વૈજ્ઞાનિકોના
પરિશ્રમ અને પ્રતિભાવથી ભારત ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર પહોચ્યું છે, જ્યાં કોઇ પહોંચ્યુ નથી.

chandrayaan 3 landing | isro chandrayaan-3 landing | vikram lander
ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ (Photo- @isro)

ચંદ્રયાન-3: ચંદ્ર સંબંધિત કહેવત બદલાઇ જશે

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, હવે ચંદ્ર સબંધિત માન્યતાઓ બદલાઇ જશે અને નવી પેઢી માટે કહેવત પણ બદલાઇ જશે. ભારતમાં પણ તો આપણે બધા ધરતીને માતા કહીય છે અને ચંદ્રને મામા કરીયે છીએ. ક્યારેક કહેવાતું હતુ કે ચંદા મામા બહુ દૂરના છે, હવે એક દિવસ એવો પણ આવશે કે બાળકો કહેશે ચાંદા મામા દૂરના નહીં હવે ટુરના છે.

ચંદ્રયાન-3ની સફળતા એ માત્ર ઈસરો કે ભારતની નહીં સમગ્ર વિશ્વની છે – પીએમ મોદી

પીએમ મોદીએ ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગને માત્ર ઈસરો કે ભારતની નહીં પણ સમગ્ર વિશ્વની સફળતા ગણાવી છે. આજનો દિવસ સમગ્ર વિશ્વ માટે જશ્નનો દિવસ છે. ભારત એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્યમાં માને છે.

ચંદ્રયાન-3: ભારત હવે ચંદ્રની કક્ષાથી આગળ જશે

પીએમ મોદીએ કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ભારતને ચંદ્રની કક્ષાઓથી આગળ લઇ જવાનો છે. આપણા સૌર મંડળના રહસ્યો શોધીશું છે. બ્રહ્માંડની સંભાવનાઓ સાકાર કરીશું. અમે ભવિષ્યની માટે ઘણા મોટા મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યા છે.

આ પણ વાંચો | ચંદ્ર પર ભારતનો સૂર્યોદય, ઈસરોએ રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડરનું થયું સફળ લેન્ડિંગ

ચંદ્રયાન-3 બાદ હવે સૂર્ય અને શુક્ર ગ્રહ માટે અવકાશયાન મોકલાશે

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ચંદ્રયાન-3ની સફળતા બાદ ટૂંક સમયમાં ભારતે સૂર્યના વિસ્તૃત અધ્યયન માટે આદિત્ય-એલ1 અવકાશયાના પ્રક્ષેપણની તૈયારીઓ શરૂ કરીશું. શુક્ર ગ્રહ પણ ઈસરોના ટાર્ગેટ પર છે. ભારત વારંવાર સાબિત કરી છે કે, આકાશની
કોઇ સીમા નથી. વિજ્ઞાન, ટેકનોલોજી દેશના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. આજનો દિવસ ભારત માટે યાદદાર છે. જે ઉજ્વળ ભવિષ્ય તરફ લઇ જવા પ્રેરિત કરશે, સિદ્ધિ હાંસલ કરવા તરફ દોરી જશે, દેશના વૈજ્ઞાનિકોને બહુ અભિનંદન.

Web Title: Chandrayaan 3 landing live pm narendra modi isro lunar mission moon vikram lander landing time site telecast photos as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×