scorecardresearch
Premium

Chandrayaan 3: ચંદ્રયાન 3નું અંતિમ ડિબૂસ્ટિંગ સફળ, ઇસરો અંતરિક્ષમાં ઇતિહાસ રચવા અગ્રેસર, જાણો હવે ચંદ્ર કેટલુ દૂર છે

Chandrayaan 3 Live Update : ઇસરોનું ચંદ્રયાન 3 ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યુ છે. હાલ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 23 કિમી દૂર છે અને તે 23 ઓગસ્ટે સફળ લેન્ડિંગ કરે તેવી આશા છે

Chandrayaan 3 | isro | Chandrayaan 3 ISRO | Moon
Chandrayaan 3 ISRO: ઇસરોનું મિશન મુન ચંદ્રયાન 3.

ISRO Chandrayaan 3 Landing on Moon Live Update : ચંદ્રયાન 3 ખૂબ જ ઝડપથી ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ઇસરોના ચંદ્રયાન 3 અવકાશને 23 ઓગસ્ટના રોજ સોફ્ટ લેન્ડિંગ પહેલા વધુ એક મોટો માઈલસ્ટોન પાર કરવામાં આવ્યો છે. વિક્રમ લેન્ડરે અંતિમ ડિબૂસ્ટિંગ પૂર્ણ કર્યું છે અને આ સાથે તે ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂકયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિક્રમ લેન્ડર હવે ચંદ્રથી માત્ર 23 કિલોમીટર દૂર છે. નોંધનિય છે કે, ભારતીય અવકાશયાન ચંદ્રયાન 3 આગામી 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરશે.

ઇસરોનું ચંદ્રયાન 3 ચંદ્રની નજીક

હાલ ઈસરોના તમામ પ્રયાસો વિક્રમ લેન્ડરની ગતિને નિયંત્રણમાં રાખવા પર છે. છેલ્લી વખત જ્યારે ચંદ્રયાન 2 નિષ્ફળ ગયુ ત્યારે તેનું મુખ્ય કારણ એ હતું કે વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થતા તે ક્રેશ થઇ ગયું હતું. હવે ડિબૂસ્ટિંગ કરીને સ્પીડમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે ચંદ્ર સુધીનું અંતર ઘટીને માત્ર 23 કિલોમીટર થઈ ગયું છે.

ચંદ્રનો એક સંપૂર્ણ દિવસ એટલે પૃથ્વીના 14 દિવસ બરાબર

તમને જણાવી દઇયે કે ચંદ્ર પર એક સંપૂર્ણ દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. એવામાં 14 દિવસ સુધી ભારતનું ચંદ્રયાન 3 ચંદ્ર પર રહીને પોતાના સંશોધનની કામગીરી પૂર્ણ કરશે. વિક્રમ લેન્ડર તરફથી જે પણ જાણકારી આવી રહી છે, તે આગામી ઘણા વર્ષો સુધી સંશોધનમાં બહુ મદદરૂપ બનશે.

આ પણ વાંચો | ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર લેન્ડિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે? જાણો અહીં

અત્યાર સુધી ચંદ્રયાન 3 ચંદ્રની 6 પ્રદક્ષિણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે છેલ્લા તબક્કામાં તે ચંદ્રની અત્યંત નજીક પહોંચી ગયો છે. હવે ચંદ્રની સૌથી નીચલી કક્ષામાં પહોંચતા ચંદ્રયાન 3ની અગ્નિ પરીક્ષા થશે. કારણ કે જો ચંદ્રયાન 3 ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં સફળ થયુ તો ભારત અંતરિક્ષમાં ઇતિહાસ રચશે અને ચંદ્ર પર પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બનશે.

Web Title: Chandrayaan 3 landing live moon isro moon mission latest update as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×