ISRO Chandrayaan-3 Moon Landing Live Updates : ચંદ્રયાન 3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ બાદ ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. મૂન મિશન દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રનો અભ્યાસ કરીને પૃથ્વીની ઉત્પત્તિને સમજવા માંગે છે. વૈજ્ઞાનિકો ચંદ્રની સપાટી પર માત્ર પાણી જ નહી, તેની સાથે સાથે ચંદ્રની પર રહેલા અન્ય રસાયણો અને ખનિજો વિશે સંશોધન કરવા ઇચ્છે છે. ચંદ્ર પર શું છે ભવિષ્યમાં માનવ વસવાટ કરી શકશે, જે ચંદ્રની સપાટી પર રહેલા રસાયણો અને ખનિજ તત્વો પરથી જ જાણી શકાશે.
માણસ સતત ચંદ્ર પર વસવાટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઘણા દેશોના અબજોપતિ લોકો ચંદ્ર પર જમીન ખરીદી હોવાનો દાવો કરે છે. આ દરમિયાન ઘણી અવકાશ એજન્સીઓ પણ ચંદ્ર પર કોલોની સ્થાપિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ભવિષ્યની આ લડાઈને કારણે વિવિધ દેશો ચંદ્ર પર વસાહત સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાક્રમમાં ભારતનું ચંદ્રયાન-3 મિશન પણ મહત્વની ભૂમિકા ભજવશે. ચંદ્રયાન-3નો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ધ્રુવ પર પાણીની શોધ કરવાનો છે તેમજ ચંદ્ર પર મનુષ્યના રહેવા માટે યોગ્ય વાતાવરણની પણ શોધ કરવાનો છે.

ચંદ્રયાન-3 ચંદ્ર પર શું શોધશે?
ચંદ્રયાન-3 મિશન હેઠળ ISRO ચંદ્ર પર પાણી ઉપરાંત અન્ય આવશ્યક તત્વોની પણ શોધ કરશે. તેમાં હિલિયમ-3 જેવા તત્વો પણ સામેલ હશે. ઈસરોના પૂર્વ ગ્રુપ ડાયરેક્ટર સુરેશ નાઈકે મીડિયાને જણાવ્યું કે ચંદ્રના દક્ષિણ પ્રદેશમાં મોટા માત્રામાં પાણીની હાજરી હોવાની આશા છે. પરંતુ આ સિવાય મહત્વનું પરિબળ પાવર જનરેટર છે કારણ કે આ ભાગની ટોપોગ્રાફી સંપૂર્ણપણે અલગ છે.
ચંદ્રયાન-3 લેન્ડિંગના 5 મુખ્ય સમાચાર (1) ચંદ્ર પર ભારતનો સૂર્યોદય, ઈસરોએ રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડરનું થયું સફળ લેન્ડિંગ (2) ચંદ્રયાન 3ની સફળતા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા; કહ્યું – ચાંદા મામા દૂર નહીં હવે ટુર છે (3) ચંદ્રયાન 3 સફળ, હવે સૂર્ય મિશન આદિત્ય એલ1 લોન્ચ કરાશે, ઈસરો બનાવશે ‘સૂર્યયાન’ (4) ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગથી ભારતમાં ખુશીનો માહોલ, તસવીરોમાં જુઓ આ ઐતિહાસિક ક્ષણ (5) ચંદ્ર પર હાઇડ્રોજન બોમ્બ બ્લાસ્ટ કરવાનો અમેરિકાએ બનાવ્યો હતો સિક્રેટ પ્લાન, પ્રોજેક્ટ A119 શું છે? જાણો
આ પણ વાંચો | ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગથી ભારતમાં ખુશીનો માહોલ, તસવીરોમાં જુઓ આ ઐતિહાસિક ક્ષણ
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ચંદ્ર પર એવા પ્રદેશો પણ છે, જે સંપૂર્ણપણે ઢંકાયેલો છે. આ વિસ્તાર ઘણો ઉંચો છે. તેના કેટલાક ક્ષેત્રમાં સૂર્યની કિરણો પડે છે પરંતુ સંપૂર્ણ વિસ્તાર સુધી પહોંચી શકતી નથી. જો કે અહીંયા માનવ કોલોની બનાવવાની સંભાવના સૌથી વધુ છે. તે ઉપરાંત ચંદ્ર પર ઘણા તત્વો છે જેમાં સૌથી મહત્વપૂર્ણ છે હિલિયમ-3, જે માનવ માટે પ્રદૂષણ સહિત ઇલેક્ટ્રિસિટી બનાવવામાં મદદ કરશે. આગામી 2-3 વર્ષમાં ચંદ્ર પર પહોંચવામાં દુનિયાભરના દેશો વચ્ચે હરિફાઇ જામશે. આગામી 2 વર્ષમાં જ દુનિયાભરમાંથી 9-10 મિશન મૂન લોન્ચ કરવામાં આવશે.