Chandrayaan 3 Update : ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરમાં લાગેલા પેલોડે ચંદ્રની સપાટી પર સલ્ફરની હાજરી શોધી કાઢી હતી. રોવર પર લગાવવામાં આવેલા અન્ય એક સાધને અન્ય તકનીકની મદદથી ચંદ્રની સપાટી પર સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. ISRO એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે. ઈસરોએ વધુમાં લખ્યું છે કે, ચંદ્રયાન 3 દ્વારા કરવામાં આવેલી આ શોધ વૈજ્ઞાનિકોને આ પ્રદેશમાં સલ્ફર (S) ના સ્ત્રોત માટે નવા ખુલાસા વિકસાવવા મજબૂર કરે છે – શું સલ્ફર ચંદ્રની સપાટી પર આંતરિક રીતે હાજર છે, અથવા જ્વાળામુખીથી ઉત્પન્ન થાય છે કે શું તે ઉલ્કાપિંડથી ઉત્પન્ન થાય છે?
ISRO દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં પ્રજ્ઞાન રોવર પર માઉન્ટ થયેલ APXS ફરતું જોઈ શકાય છે. ઈસરોએ જણાવ્યું હતું કે, APXS ને PRL, અમદાવાદના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
ઈસરો સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટી પર સલ્ફર મળવાની આશા નહોતી. ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવર સાથે જોડાયેલા બે પેલોડ્સે ચંદ્રની સપાટી પર સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. હવે વૈજ્ઞાનિક ચંદ્રમાની સપાટી પર સલ્ફર કેવી રીતે ઉત્પન્ન થયું, તે જાણવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો – Aditya L1 mission | આદિત્ય L1 મિશન શું છે? L1 બિંદુ શું છે? ઈસરોનો ઉદ્દેશ્ય શું છે? જાણો તમામ માહિતી
તમને જણાવી દઈએ કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ છે. ચંદ્રયાને ચંદ્રની સપાટી પર ઓક્સિજનની શોધ પણ કરી છે. હવે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર હિલિયમ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.