scorecardresearch
Premium

Chandrayaan 3 ISRO: ચંદ્રયાન 3 લોન્ચ કરવા ઇસરોએ લોન્ચ વ્હિકલ માર્ક LVM-3 કેમ પસંદ કર્યો, જે બનાવવાનો ખર્ચ 3000 કરોડ

Chandrayaan 3 ISRO LVM-3 : ઇસરોના મિશન મુન ચંદ્રયાન 3 પર હાલ ભારત સહિત દુનિયાભરની નજર છે. આ મિશનનો પ્રથમ તબક્કો ISRO દ્વારા નિર્મિત બાહુબલી રોકેટ લોન્ચર LVM-3 પર નિર્ભર છે.

Chandrayaan 3 | isro | Chandrayaan 3 isro
ઇસરોનું ચંદ્રયાન 3. (Source: @isro.in/instagram)

Chandrayaan 3 ISRO LVM-3 : ઇસરો દ્વારા ચંદ્રયાન-3 14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2.35 વાગે લોન્ચ થશે. શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. માત્ર ઈસરો જ નહીં પણ દુનિયાભરની અંતરિક્ષ સંસ્થાઓની નજર ભારતના યંદ્રયાન 3 મિશન મુન ઉપર છે. મિશન મુન હેઠળ ISRO ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનો પ્રયાસ કરશે. વર્ષ 2019માં પણ ISRO એ ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ ખામીને કારણે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. ઇસરો ચંદ્રયાન 2ની ભૂલોને સુધારીને ફરી એકવાર ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ કરવા માંગે છે. ચંદ્રયાન-3 ની સફળતા મોટાભાગે LVM-3 રોકેટ લોન્ચર (લોન્ચ વ્હીકલ માર્ક-3) પર ટકી રહી છે.

LVM-3ને બાહુબલી રોકેટ લોન્ચર કેમ કહેવાય છે?

લોન્ચ વ્હીકલ માર્ક-3ને બાહુબલી રોકેટ તરીકે પણ ઓળખાય છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં LVM-3 એ 36 ઉપગ્રહો સાથે ઉડાન ભરી હતી. ત્યારથી આ રોકેટ લોન્ચર બાહુબલી રોકેટ લોન્ચર તરીકે ઓળખાવા લાગ્યું છે. ઈસરોને તેને બનાવવામાં 15 વર્ષ લાગ્યા હતા. તે ઈસરો દ્વારા બનાવવામાં આવેલ સૌથી શક્તિશાળી રોકેટ છે. આ રોકેટનો ઉપયોગ હેવી લિફ્ટ લોન્ચમાં કરવામાં આવે છે.

Chandrayaan 3 launch from sriharikota center, Chandrayaan 3
ઇસરો (ISRO ) 13 જુલાઈના રોજ ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કરશે (પ્રતિકાત્મક તસવીર)

આ રોકેટ લોન્ચર કેવી રીતે કામગીરી કરે છે?

આ રોકેટ ત્રણ તબક્કામાં કામ કરે છે. પ્રથમ તબક્કા હેઠળ થ્રસ્ટ માટે બે સોલિડ ફ્યૂઅલ બૂસ્ટર (ઘન ઇંધણ બૂસ્ટર) સ્થાપિત કરવામાં આવે છે. તો કોર થ્રસ્ટ માટે એક લિક્વિડ બૂસ્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. LVM-3 રોકેટ 640 ટનથી વધુ વજન ઉપાડી શકે છે. ઉપરાંત તેની પેલોડ ક્ષમતા 4,000 કિલોગ્રામથી વધુ છે. તેની લંબાઈ 43.5 મીટર છે. આ રોકેટનું જૂનું નામ GSLV-MK-III હતું, જે ગયા વર્ષે બદલીને LVM-3 (LVM-III કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Chandrayaan 3: ભારતની રોકેટ મહિલા જેના ઇશારે ઇસરોનું ચંદ્રયાન 3 મિશન મુન થશે લોન્ચ

LVM-3ના નિર્માણમાં 3000 કરોડનો ખર્ચ, તમામ મિશન પૂર્ણ કર્યા

LVM-3 રોકેટે અત્યાર સુધીના તમામ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ રોકેટથી ચંદ્રયાન-2 પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 તેનું ચોથું મિશન છે. LVM-3નું પ્રથમ મિશન GSAT-19 કોમ્યુનિકેશન સેટેલાઇટને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડવાનું હતું. તેણે તેનું બીજું મિશન એસ્ટ્રોસેટ એસ્ટ્રો નોમી સેટેલાઇટ પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડ્યું. ISROના સૌથી મોટા મિશન પૈકીના એક ગગનયાનને પણ LVM-3 રોકેટ લઇ જશે. તમને જણાવી દઈએ કે તેને બનાવવામાં કુલ 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

Web Title: Chandrayaan 3 isro lvm 3 launch vehicle mark india third lunar mission know more details

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×