scorecardresearch
Premium

ISRO Chandrayaan 3 : ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ચંદ્ર તરફ પ્રયાણ, ઈસરોનું અવકાશયાન ચંદ્ર પર ક્યારે લેન્ડ થશે

ISRO Chandrayaan-3 Towards Moon : ઇસરોનું ચંદ્રયાન-3 બે અઠવાડિયા સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહ્યા બાદ મંગળવારની વહેલી સવારે ચંદ્ર તરફ પ્રયાણ શરૂ કર્યુ

Chandrayaan 3 | isro | Chandrayaan 3 ISRO | Moon
Chandrayaan 3 ISRO: ઇસરોનું મિશન મુન ચંદ્રયાન 3.

ISRO Chandrayaan 3 Moon Mission Update: ઇસરોનું ચંદ્રયાન-3 નિર્ધારિત ગતિ અને દિશામાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યુ છે. બે અઠવાડિયા સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહ્યા બાદ ભારતના અવકાશયાન ચંદ્રયાન-3ને મંગળવારની વહેલી સવારે ચંદ્ર તરફ પ્રયાણ શરૂ કરીને ટ્રાન્સલુનર ઓર્બિટમાં આગળ વધ્યું હતું.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “આગામી મુકામ: ચંદ્ર”.

ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયુ છે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવામાં લગભગ ચાર દિવસ લાગશે. ઇસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3 આગામી 5 ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને ચંદ્રની આસપાસ ફરવાનું શરૂ કરશે, એકદમ એવી જ રીતે જેમ અત્યાર સુધી પૃથ્વીની આસપાસ ફરતું હતું. ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષા મોટીથી નાની થતી જશે અને છેલ્લે 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં પહોંચશે. આ સૌથી છેલ્લી ભ્રમણકક્ષામાં જ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર મોડ્યુલનું અંતિમ ઉતરાણ 23 ઓગસ્ટની આસપાસ થશે.

ઇસરોનું ચંદ્રયાન-3 હવે ચંદ્ર તરફ (Photo- @isro)

ચંદ્રયાન-3ને પૃથ્વીથી ચંદ્ર પર પહોંચવામાં કેટલા દિવસ લાગશે

ઇસરો દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા સ્પેશ સ્ટેશન ખાતે 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ કરવામાં આવ્યુ છે. અવકાશમાં 42 દિવસ સુધીની મુસાફરી કરીને ચંદ્રયાન-3 આગામી 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ઉતરણ કરશે. જો ચંદ્રયાન-3નું લેન્ડિંગ સફળ થયુ તો તો ચંદ્ર પર ઉતરણ કરનાર ભારતનું પ્રથમ અવકાશયાન હશે. નોંધનિય છે કે, વર્ષ 2019માં ચંદ્રયાન-2 સાથે ભારતને ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરવામાં સફળતા મળી ન હતી.

ચંદ્રયાન-3 18 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે

ભારતનું ા અવકાશયાન આગામી 18 કે તેથી વધુ દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે અને ઉતરાણની તૈયારી માટે ગતિ અને ભ્રમણકક્ષામાં ઘટાડો થશે. ચંદ્રયાન-3ની અંતિમ ભ્રમણકક્ષા ચંદ્રની આસપાસ 100*100 કિમી હશે. લેન્ડર રોવર પછી પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈને ચંદ્રની સપાટી પર ઉતરણ કરશે.

ચંદ્રના ક્યા સ્થળે ચંદ્રયાન-3 ઉતરણ કરશે

ચંદ્રની સપાટી પર સફળ ઉતરણ કરાવવા માટે આ વખતે ચંદ્રયાન-3ના લેન્ડિંગની જગ્યા બદલવામાં આવી છે. મિશન મૂન માટે પસંદ કરાયેલી લેન્ડિંગ સાઇટ એ ચંદ્રયાન-2 માટે પસંદ કરાયેલી સાઇટથી થોડી દૂર છે. અવકાશયાન ચંદ્રના દક્ષિણી ધ્રુવની નજીક 69.36oS અને 32.34oE પર ઉતરણ કરશે. આ પ્રદેશને પસંદ કરવા પાછળ કેટલાક કારણો છે. ચંદ્રની સપાટી પર અમુક સ્થળોએ કાયમ અંધારું હોયછે, અને તે પાણીના બરફ અને કિંમતી ખનિજોનો ભંડાર હોય શકે છે.

આ પણ વાંચો | ચંદ્રયાન-3ની જો સ્પીડ ઓછી ન થઇ તો શું થશે?

તો ભારત ચંદ્ર પર પહોંચનાર દુનિયાનો ચોથો દેશ બનશે

ચંદ્રયાન-3 જો ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવામાં સફળ થયુ તો આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બનશે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પહોંચવામાં સફળ થયા છે. તેમજ ચંદ્રના દક્ષિણી ધ્રુવની નજીક પ્રથમ સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ હશે.

Web Title: Chandrayaan 3 earth moon orbit isro mission moon chandrayaan 3 live update as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×