PFI Ban: કેન્દ્ર સરકાર દ્વારા પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) તેના સહયોગીઓ અને તમામ મોરચાને ગેરકાયદેસર જાહેર કરી દીધા છે. સરકારે આ બધા પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારના આદેશ સાથે જ પીએફઆઈને UAPAની કલમ 35 અંતર્ગત 42 પ્રતિબંધિત આતંકી સંગઠનની યાદીમાં જોડવામાં આવ્યું છે.
કેન્દ્રએ ગેરકાનૂની ગતિવિધિ રોકધામ અધિનિયમ, 1967 અંતર્ગત પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાને એક ગેરકાનૂની સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. જે પછી દેશભરની કેન્દ્રીય કાનુન પ્રવર્તન એજન્સીઓ અને રાજ્ય પોલીસ પાસે હવે સંગઠનના સદસ્યોની ધરપકડ કરવા, તેમના ખાતાને ફ્રિજ કરવા અને તેમની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે.
સંગઠનના સભ્યો સાથે શું કાર્યવાહી થઇ શકે છે?
કોઇ સંગઠનને પ્રતિબંધિત કરવા કે તેને આતંકી સંગઠન જાહેર કર્યા પછી તેનું ફંડિંગ અને તેની સાથે જોડાયેલા લોકો અપરાધી બની જાય છે. UAPAની કલમ 38 અંતર્ગત એવો વ્યક્તિ જે કોઇ આતંકી સંગઠન સાથે જોડાયેલો છે, તેને 1 થી 10 વર્ષની કેદ કે દંડ અથવા બન્ને સજા થઇ શકે છે. જોકે તેમાં તે લોકોને છૂટ આપવામાં આવી છે જેણે આતંકી સંગઠન જાહેર થયા પહેલા જ સંગઠન છોડી દીધું હોય કે કોઇ ગતિવિધિમાં સામેલ ના હોય.
ફડિંગ કરવા પર 14 વર્ષની કેદ કે દંડ
આતંકી સંગઠનની મદદ કરનારને 10 વર્ષની કેદ કે દંડ તે બન્ને સજા થઇ શકે છે. જો કોઇ આવા સંગઠનને ફંડિંગ કરે છે તો 14 વર્ષની કેદ કે દંડ અથવા બન્ને સજા થઇ શકે છે. UAPAની કલમ 20 પ્રમાણે જો કોઇ વ્યક્તિ કોઇ આતંકી સંગઠન કે આતંકી સંગઠનનો સભ્ય છે તો તેને ઉમર કેદ અને દંડની સજા થઇ શકે છે.
કલમ 10 એ પણ કહે છે કે કોઇપણ વ્યક્તિ જે આવા સંગઠનનો સદસ્ય છે કે આવા સંગઠનની બેઠકોમાં ભાગ લે છે, આવા સંઘમાં યોગદાન આપે કે કોઇપણ પ્રકારના સંગઠનના સંચાલનમાં સહાયતા કરે તો તેના પર બે વર્ષની જેલની સજા થઇ શકે છે અને દંડ પણ થઇ શકે છે.
સરકાર ફંડના ઉપયોગને કરી શકે છે પ્રતિબંધ
કાનૂન પ્રમાણે જો કોઇ વ્યક્તિ પાસે વિસ્ફોટક છે અને તેના પરિણામસ્વરુપ મૃત્યું કે ગંભીર ઇજાગ્રસ્ત કે સંપત્તિને વધારે નુકસાન થાય તો વ્યક્તિને મોત કે પાંચ વર્ષની સજા કે આજીવન જેલની સજા થઇ શકે છે. યૂએપીએની કલમ 7 સરકારને કોઇપણ ગેરકાનૂની સંગઠન દ્વારા ફંડના ઉપયોગને પ્રતિબંધ કરવાની શક્તિ આપે છે.
કાનૂન પ્રમાણે કોઇ સંગઠનને ગેરકાનૂની કામો માટે પ્રતિબંધિત કર્યા પછી, કેન્દ્ર સરકાર લેખિત આદેશ દ્વારા આવા વ્યક્તિને પૈસાનું પેમેન્ટ કરવા, વિતરિત કરવા, સ્થાનાંતરિત કરવા કે કોઇપણ પ્રકારના ઉપયોગ કરવાથી રોકી શકે છે. કાનૂન એજન્સીઓ અને પોલીસને આવા સંગઠનોના પરિસરો પર રેઇડ કરવાનો, સર્ચ કરવાનો અને તેમની એકાઉન્ટ બુકની તપાસ કરવાનો અધિકાર પણ આપે છે.