કેન્દ્ર સરકાર દ્વારા મણિપુર હિંસાની તપાસમાં સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ સીબીઆઈએ હિંસા અને ષડયંત્ર સંબંધિત છ એફઆઇઆર નોંધાવી છે. તપાસ એજન્સી આ મામલે અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. જ્યારે 7મી એફઆઇઆર પણ નોંધવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે તેમણે મણિપુરમાં બે મહિલાઓના નિર્વસ્ત્ર કરવામાં આવેલી ઘટના સંબંધીત તપાસ સીબીઆઈને સોંપવમાં આવ્યો છે. કહ્યું કે સરકારનું વલણ મહિલાઓને નિર્વસ્ત્ર કરવા સંબંધીત ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. અને કહ્યું કે સરકારનું વલણ મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ માટે બિલ્કુલ ચલાવી લેવાય તેમ નથી.
ગૃહ મંત્રાલયે પોતાના સચિવ અજય કુમાર ભલ્લા થકી દાખલ એફિડેવીટમાં સુપ્રીમ કોર્ટને આ મામલે સુનાવણી મણિપુરથી બહાર સ્થળાંતરિત કરવાનો પણ અનુરોધ કર્યો છે જેથી કેસની સુનાવણી સમયથી પુરી થઇ શકે. મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં ઉગ્રવાદીઓની સાથે ગોળીબારમાં સેનાના એક જવાન સહિત બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.
અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. રાજ્યની રાજધાની ઇન્ફાલથી લગભગ 50 કિલોમિટર દૂર ફૌબાકચાઓ ઇખાઇ વિસ્તારમાં બૃહસ્પતિવારે સવારે ગોળીબારી શરુ થઈ અને વિદ્રોહિયોએ ભાગ લીધા સુધી લગભગ 15 કલાક સુધી ગોળીબારી ચાલી હતી.
મણિપુરમાં ફરીથી ફાયરિંગ
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે બંને પક્ષોમાં થઈ રહેલા ફાયરિંગ વચ્ચે ભીડને વિખેરવા માટે પોલીસકર્મીઓને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. મણિપુર પોલીસના ઘાયલ કમાંડોની ઓળખ નામીરાકપમ ઇબોમ્ચાના રૂપમાં થઇ હતી. તેમણે કહ્યું કે તેઓ ઉડી રહેલા ડ્રોનમાં ઉગ્રવાદીઓના કેટલાક સાથીઓ સાથે લેવાતી કેટલીક તસવીરો આવી છે. જોકે, હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે કાર્યવાહીમાં કેટલા ઘાયલ થયા અને કેટલાના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે કાંગપોકપી જિલ્લામાં ચાર મેના રોજ બે મહિલાઓને ટાળાએ નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી હતી. આ ઘટના 19 જુલાઈના રોજ વીડિયોના સ્વરૂપમાં સામે આવી હતી. સુપ્રીમ કોર્ટે 20 જુલાઇએ ઘટના ઉપર સંજ્ઞાન લેવા માટે કહ્યું હતું. જ્યારે વીડિયોથી તેઓ ખુબ જ વ્યથિત છે. હિંસાના હથિયારના રૂપમાં મહિલાઓનો ઉપયોગ કરવો પણ બંધારણીય લોકતંત્રમાં સંપૂર્ણ પણે અસ્વીકાર્ય છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠે કેન્દ્ર અને મણિપુર સરકારને તત્કાલ પગલાં ઉઠાવવા અને તેમના પગલાંની જાણકારી કોર્ટને આપવાનો નિર્દેશ કર્યો હતો.
ત્યારબાદ કેન્દ્રએ પોતાનો જવાબ આપતા કહ્યું કે મણિપુર સરકારે 26 જુલાઈ 2023ના રોજ લખેલા એક પત્રમાં કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગના સચિવથી આ મામલાની તપાસ સીબીઆઇને સોંપવાનીભલામણ કરી હતી. અંતે તપાસ સીબીઆઇને સોંપવામાં આવી. એફિડેવીટમાં કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારનું માનવું છે કે તપાસ ટૂંક વહેલી તકે પુરી થવી જોઈએ. કેસની સુનાવણી સમયથી પહેલા પુરી થાય એટલા માટે સુનાવણી મણિપુરની બહાર થવી જોઇએ.