કેનેડાએ 20 ઓક્ટોબરે ચંદીગઢ, મુંબઈ અને બેંગલુરુમાં તેના કોન્સ્યુલેટ્સમાં વ્યક્તિગત સેવાઓ સ્થગિત કરવાની અને 41 રાજદ્વારીઓને ભારતમાં પાછા બોલાવવાની જાહેરાત કરી હતી. ટ્રાવેલ વિઝા અને વર્ક વિઝા સાથે કેનેડા જવાની આશા રાખતા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકો આ પગલાથી ચિંતિત હતા. હવે VFS (વિઝા ફેસિલિટેશન સર્વિસિસ) ગ્લોબલ, જે વિઝા આપે છે, તેણે કહ્યું કે, કેનેડા માટે તેના વિઝા અરજી કેન્દ્રોમાં કામ સામાન્ય રીતે ચાલુ રહેશે.
VFS એ જણાવ્યું હતું કે, કેનેડિયન વિઝા અરજદારો હજુ પણ વહીવટી સહાય મળતી રહેશે અને તેમના કેન્દ્રો પર બાયોમેટ્રિક્સ સબમિટ કરી શકાશે.
VFS એ શા માટે સ્પષ્ટતા આપી?
કેનેડાએ શુક્રવારે જાહેરાત કરી કે, તે 41 રાજદ્વારીઓને પાછા બોલાવી રહ્યું છે તે પછી કેનેડિયન વિઝા શોધનારાઓમાં થોડો ગભરાટ હતો. તમને જણાવી દઈએ કે, દર વર્ષે 2 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ શૈક્ષણિક હેતુઓ માટે કેનેડા જાય છે, અથવા વિઝિટર વિઝા પર લોકો જાય છે.
VFS ગ્લોબલ એ સૌથી મોટી વિઝા આઉટસોર્સિંગ અને ટેક્નોલોજી સેવા કંપનીઓમાંની એક છે, જે કેનેડા સહિત વિશ્વભરની ઘણી સરકારો માટે વિઝા અરજીઓનું સંચાલન કરવા માટે જવાબદારી નિભાવે છે. તેથી જ્યારે VFS એ સ્પષ્ટ કર્યું કે, કેનેડાએ વ્યક્તિગત વિઝા અટકાવ્યા બાદ પણ તે તેના કેન્દ્રો સામાન્ય રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે, તેનો અર્થ એ છે કે, વિઝા અરજી પ્રક્રિયા કોઈપણ વિક્ષેપ વિના આગળ વધશે.
આનો અર્થ એ થયો કે, કેનેડાએ ભારતમાં તેની વિઝા એપ્લિકેશન સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરી નથી. તેણે ફક્ત ત્રણ કેન્દ્રો પર વ્યક્તિગત સેવાઓ સ્થગિત કરી છે.
VFS મુખ્યત્વે કયા પ્રકારની વિઝા પ્રક્રિયાને હેન્ડલ કરે છે?
VFS કેનેડા વિઝા અરજી કેન્દ્રો દ્વારા તમામ અસ્થાયી નિવાસી શ્રેણીઓ માટેની અરજીઓ સ્વીકારવા માટે અધિકૃત છે. આમાં વિઝિટર વિઝા, એજ્યુકેશન વિઝા અને વર્ક પરમિટ તેમજ ભારતમાં કેનેડિયન કાયમી રહેવાસીઓના યાત્રા દસ્તાવેજ અરજીઓનો સમાવેશ થાય છે. તેમની જવાબદારીમાં એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવી, વિઝા અરજીઓ એકત્રિત કરવી, બાયોમેટ્રિક્સ નામાંકન કરવું અને સીલબંધ નિર્ણય સાથે કવરમાં અરજદારોને પાસપોર્ટ પરત કરવાનો સમાવેશ થાય છે.
વિઝા આપવાનો નિર્ણય VFS ગ્લોબલ નથી લેતુ
તમને એ પણ જણાવી દઈએ કે, વિઝા આપવાનો નિર્ણય વીએફએસ નથી લેતુ, અગત્યનું એ પણ છે કે VFS ગ્લોબલ એ સુનિશ્ચિત કરવા માટે સેવાઓ પ્રદાન કરે છે કે, જેમાં વિઝા અરજીઓ પૂર્ણ અને યોગ્ય રીતે સબમિટ કરવામાં આવી છે. વિઝા આપવાનો કે નકારવાનો નિર્ણય તો કેનેડિયન વિઝા નીતિઓ અને માર્ગદર્શિકા અનુસાર ફક્ત IRCC ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા જ લેવામાં આવે છે.