scorecardresearch
Premium

Budget 2024 : બજેટ 2024માં 51000 કરોડનો વિનિવેશ ટાર્ગેટ, ચાલુ વર્ષેનો ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ઘટાડ્યો

Budget 2024 Disinvestment Target For FY25 : બજેટ 2024માં નાણા મંત્રી નિર્મલા સીતારામને આગામી વર્ષ માટે 51000 કરોડનો વિનિવેશ લક્ષ્ય નક્કી કર્યો છે. અલબત્ત ચાલુ નાણાંકીય વર્ષેના ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટમાં ધરખમ ઘટાડો કર્યો છે.

Budget 2024 | disinvestment | Budget 2024 news | Budget 2024 disinvestment target | Nirmala Sitharaman | Nirmala Sitharaman budget 2024 | psu disinvestment
Budget 2024 Disinvestment Target : બજેટ 2024માં નિર્મલા સીતારામને નાણાંકીય વર્ષ 2025 માટે ઉંચો વિનિવેશ લક્ષ્ય નક્કી કર્યો છે.

Budget 2024 Disinvestment Target For FY25 : બજેટ 2024માં નાણા મંત્રી નિર્મલા સીતારામને ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશ અંગે મોટી ઘોષણા કરી છે. બજેટમાં નાણાં વર્ષ 2024-25 માટે વિનિવેશ ટાગ્રેટ 50,000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 માટે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ઘટાડીને 40000 કરોડ રૂપિયા કર્યો છે.

ચાલુ નાણાંકીય વર્ષનો વિનિવેશ લક્ષ્યાંક ઘટાડ્યો (Disinvestment Target For FY24)

ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 માટે વિનિવેશ લક્ષ્યાંક ઘટાડ્યો છે. બજેટ પ્રવચનમાં નાણાં મંત્રીએ 51,000 કરોડ રૂપિયા ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ રાખ્યો હતો. જો કે સરકાર અત્યાર સુધીમાં માત્ર 12504 કરોડ રૂપિયા જ એક્ત્ર કરવામાં સફળ થઇ છે. સરકારે SJVN, કોલ ઇન્ડિયા, આરવીએનએલ અને NHPC જેવી 7 જાહેર ક્ષેત્રની અન્ય કંપનીઓમાં હિસ્સેદારી વેચીને આ રકમ મેળવી છે. પણ હવે નાણા મંત્રીએ ચાલુ નાણાંકીય વર્ષ માટે વિનિવેશનો ટાર્ગેટ ઘટાડીને 30,000 કરોડ કર્યો છે.

Budget 2024 Nirmala Sitharaman Photos Images
Budget 2024 Nirmala Sitharaman :વચગાળાનું બજેટ 2024 (Express Photo by Tashi Tobgya)

ડિવિડન્ડ પેટે 48000 કરોડ મળવાની અપેક્ષા

બજેટ દસ્તાવેજ અનુસાર સરકારને નાણાંકીય વર્ષ 2024-25માં જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી 48,000 કરોડનું ડિવિડન્ડ મળવાની અપેક્ષા છે. તો રિઝર્વ બેંક અને અન્ય જાહેર ક્ષેત્રોની બેંકો પાસેથી સરકારને કુલ 1.5 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળવાની અપેક્ષા છે. તેમાંથી 1.02 લાખ કરોડ રૂપિયા આરબીઆઈ અને પીએસયુ બેન્કોમાંથી આવશે.

તો બીજી બાજુ નાણાકીય વર્ષ 2024 માટે સરકારે ભારતીય રિઝર્વ બેંક અને PSU બેંકો પાસેથી ડિવિડન્ડ આવકનો અંદાજ વધારીને ₹1.04 લાખ કરોડ કર્યો છે.

રાજકોષીય ખાધ 5.8 ટકા રહેવાનો અંદાજ (Fiscal Deficit Target)

બજેટ 2024 ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2023-24 માટે સંશોધિત રાજકોષીય ખાધ જીડીપીના 5.8 ટકા રહેવાનો લક્ષ્ય છે. તો આગામી નાણાંકીય વર્ષ 2024-25 માટે ફિસ્કલ ડેફિસિટ દેશની કુલ જીડીપીના 5.1 ટકા રહેવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. તેમજ નાણાંકીય વર્ષ 2025-26 માટે 4.5 ટકા રાજકોષી ખાદ્યનો ટાર્ગેટ નક્કી કરાયો છે.

આ પણ વાંચો | બજેટ 2024માં ગીફટ સિટી IFSC માટે ખાસ ઘોષણા, જાણો ક્યાં સુધી ટેક્સ બેનેફિટ્સ મળશે

ઉપરાંત સરકારે બજારમાંથી નાણાં ઉધાર લેવાનો અને માર્કેટ બોરોઇંગ કરવાનો લક્ષ્ય ઘટાડ્યો છે. ખાનગી ક્ષેત્રને બજારમાંથી વધારે નાણાંકીય ભંડોળ એક્ત્ર કરવાનો મોકો આપવામાં આવશે. FY25માં નેટ 11.75 લાખ કરોડના બોરોઇંગનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

Web Title: Budget 2024 nirmala sitharaman disinvestment target 50000 crore fy25 fiscal deficit as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×