scorecardresearch
Premium

BSF : ભારતની સરહદ પર મધમાખીઓ બનશે સૈનિક! બીએસએફ ઘૂષણખોરને રોકવામાં મદદ કરશે

BSF Deploying Bees On India Bangladesh Border : બીએસએફ ભારત – બાંગ્લાદેશ સરહદ પર ઘૂષણખોરો – દાણચોરોને રોકવા માટે મધમાખીઓની મદદ લેશે. આ પ્રયોગથી સ્થાનિક લોકોને પણ રોજગારી મળશે

border | BSF |
પ્રતિકાત્મક તસ્વીર (Representational Image)

BSF Deploying Bees On India Bangladesh Border : દાણચોરી અને ઘૂસણખોરી અટકાવવી બોર્ડ સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) હંમેશા પડકારજનક કામ રહ્યું છે. બાંગ્લાદેશ અને ભારતની સરહદ પર મોટા પ્રમાણમાં ઘૂસણખોરી અને દાણચોરી થાય છે, હવે ઘૂસણખોરો અને દાણચોરોને કાબૂમાં લેવા માટે બીએસએફ મધમાખીનો સહારો લેવા જઈ રહ્યું છે. આનાથી ઘૂસણખોરો પર અંકુશ તો આવશે જ સાથે સાથે સ્થાનિક લોકોને આવક પણ થશે.

સરહદને સુરક્ષિત કરવાનો અને મધમાખીઓ દ્વારા થતી ઘૂસણખોરી અને દાણચોરીને અંકુશમાં લેવાનો આ પ્રયોગ અનોખો છે. અને સંભવતઃ આ વિશ્વમાં પ્રથમ વખત બની રહ્યું છે. નોંધનીય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 4 હજાર કિલોમીટરની સરહદ છે, જેમાંથી લગભગ 2200 કિલોમીટર પશ્ચિમ બંગાળમાં છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં બીએસએફ હવે મધમાખીઓ દ્વારા ઘૂસણખોરી અને દાણચોરીને રોકવાનો પ્રયોગ કરી રહ્યું છે.

એનડીટીવીના રિપોર્ટ અનુસાર, ભારતીય સૈન્ય બીએસએફ બોર્ડર પર વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ આ પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા બીએસએફ સરહદ પર રહેતા ગ્રામજનોને મધમાખી ઉછેર સાથે જોડશે. બીએસએફ આમાં કેન્દ્ર સરકારની મદદ લઈ રહ્યું છે. મધમાખી ઉછેરમાંથી થતી આવકનો હિસ્સો ગ્રામજનોને પણ મળશે.

બીએસએફ ફેન્સિંગની નજીક મધમાખીના મધપૂડા લગાવી રહી છે, આવી સ્થિતિમાં, કોઈપણ ઘુસણખોર અથવા દાણચોર ફેન્સીંગને અડશે કે તરત જ મધમાખીઓ હુમલો કરીને ઈજા પહોંચાડશે. આવી સ્થિતિમાં ઘુસણખોર કે દાણચોરો ત્યાંથી ભાગી જવું પડશે. આ રીતે મધમાખીઓ હવે બોર્ડર બીએસએફને મદદ કરવા જઈ રહી છે. જો આ સફળ થાય છે તો સરહદ પર સુરક્ષામાં બીએસએફને ઘણી મદદ મળી શકે છે.

આ પણ વાંચો | 400 km દૂરથી જ ખતમ કરી નાંખશે દુશ્મનના વિમાન, DRDO તૈયાર કરી રહ્યું છે ઈઝરાયલ જેવું Iron Dome

એટલું જ નહીં, બીએસએફ બોર્ડર પર એવા છોડ અને ફૂલો લગાવી રહી છે જે મધમાખીઓને ત્યાં આકર્ષિત કરશે. મધમાખીઓમાંથી મેળવેલું મધ બીએસએફ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા ખરીદવામાં આવશે અને પછી તેને વેચવામાં આવશે. જે નફો મળશે તેમાં ગ્રામજનોને પણ હિસ્સો મળશે. આ સાથે, એક કામથી બે ટાર્ગેટ પૂરા કરી શકાય છે. સરહદની સુરક્ષા પણ થશે અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે.

Web Title: Bsr bees india bangladesh border border security force as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×