scorecardresearch
Premium

Wrestling news: ચાર ફોટોગ્રાફ અને કોલ રેકોર્ડ, 5 કેસમાં હાજરીના પુરાવાથી બ્રિજભૂષણ સિંહની મુશ્કેલીઓ વધી

Brij Bhushan Sharan Singh case : પાંચ કુસ્તીબાજોના આરોપ (wrestlers allegations) મામલે પોલીસે તેમની હાજરીના પુરાવાઓ અને કેટલાક ફોટો સાથે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશિટ (chargesheet) દાખલ કરી, બીજેપી સાંસદ ની મુશ્કેલી વધી શકે છે.

Brij Bhushan Sharan Singh chargesheet
બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

મહેન્દ્રસિંહ મનરલ : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઈંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં દિલ્હી પોલીસે બીજેપી સાંસદ પર પીછો કરવાનો અને યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પોલીસનું કહેવું છે કે, તેમને કેટલાક પુરાવા મળ્યા છે, જે ઘટના સ્થળે બ્રિજ ભૂષણની હાજરી સાબિત કરે છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર દિલ્હી પોલીસે ચાર્જશીટમાં ચાર તસવીરો આપી છે.

બ્રિજભૂષણ સિંહની મુશ્કેલીઓ વધી

ચાર્જશીટમાં આપવામાં આવેલી તસવીરોમાં બ્રિજ ભૂષણ સિંહ ફરિયાદ કરનારી એક મહિલા તરફ પગલા ભરતા જોવા મળે છે. મહિલા કુસ્તીબાજના જણાવ્યા અનુસાર, બ્રિજભૂષણ સિંહના ફોન લોકેશને તે જગ્યાએ તેની હાજરીની પુષ્ટિ કરી છે, જ્યાં તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, અશોકા રોડ પર બ્રિજ ભૂષણ સિંહના ઘર અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ઓફિસના સીસીટીવીમાં આ ઘટના સંબંધિત કોઈ વીડિયો સામે આવ્યો નથી. તેમજ બંને સ્થળોએ મુલાકાતીઓના રજિસ્ટરમાં કુસ્તીબાજોના નામ નથી.

બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કોલ રેકોર્ડ અને ફોટા

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ પોલીસ નોટિસના જવાબમાં ચાર ફોટોગ્રાફ્સ આપ્યા છે. આ તસવીરો કઝાકિસ્તાનમાં યોજાયેલી ટુર્નામેન્ટની છે. તસવીરો અને કોલ ડિટેઈલ રેકોર્ડ્સે સાબિત કર્યું છે કે, બ્રિજ ભૂષણ સિંહ તે જગ્યાએ હાજર હતા, જ્યાં છમાંથી પાંચ રેસલર્સે જાતીય સતામણી વિશે કહ્યું હતું.

પ્રથમ કુસ્તીબાજ

આરોપ – મેડલ જીત્યા બાદ કોચ મને બ્રિજભૂષણ સિંહને મળવા લઈ ગયા, જ્યાં તેમણે મને બળજબરી ગળે લગાવી. મારા એક હાથમાં ધ્વજ હતો, પણ મેં બીજા હાથે પ્રયાસ કર્યો. તેમ છતાં તે ખસ્યા નહીં. જ્યારે હું રેસલિંગ લીગમાં મેચ હારી ગઈ ત્યારે, ત્યાં પણ તેઓએ મને 15-20 સેકન્ડ સુધી મને બળજબરીથી આલિંગન કર્યું.

પ્રૂફ – બે ફોટામાં બ્રિજ ભૂષણ રેસલર તરફ જતા જોવા મળે છે. ટૂર્નામેન્ટના વીડિયો પણ સાબિત કરે છે કે, બ્રિજ ભૂષણ ત્યાં હાજર હતા.

બીજી કુસ્તીબાજ

આરોપ – મને મારા કોચ સાથે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ઓફિસમાં બોલાવવામાં આવી હતી. બ્રિજ ભૂષણ સિંહ ખુરશી પર બેઠા હતા અને મને બેસવા કહ્યું. જ્યારે મેં તેમને મારી ઈજા વિશે જણાવ્યું તો, તેમણે મને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું. લોકેશન – અશોકા રોડ, દિલ્હીનું હતું. આ એ જ જગ્યા છે, જ્યાં રેસલિંગ ફેડરેશનની ઓફિસ આવેલી છે.

ત્રીજી કુસ્તીબાજ

આરોપ – ‘હું ફોટો લેવા માટે છેલ્લી લાઈનમાં ઉભી હતી. આરોપી મારી સાથે આવીને ઊભો રહ્યો. તેણે તેનો હાથ મારી કમ્મરની નીચે મુક્યો. મેં મારો હાથ હટાવ્યો, તો તેણે બળપૂર્વક મારા ખભા પર હાથ મૂક્યો. તે પછી હું આગળ આવી ગઈ’

પુરાવા – પોલીસ પાસે ઘટનાના ફોટોગ્રાફ્સ છે, જ્યાં છોકરી આગળની હરોળમાં બેઠેલી જોવા મળી હતી, જ્યારે બ્રિજ ભૂષણ સિંહ છેલ્લી હરોળમાં હતા.

ચોથી કુસ્તીબાજ

આરોપ – ‘હું મેટ પર સૂતી હતી, બ્રિજ ભૂષણ સિંહે મારી સંમતિ વિના મારું ટી-શર્ટ ઊંચું કર્યું અને છાતીથી પેટ સુધી હાથ ફેરવવાનું શરૂ કર્યું. મને રૂમમાં બોલાવી, દરવાજો બંધ કર્યો અને વધુ સંબંધ બનાવવાની કોશિશ કરી.

પુરાવા – તસવીરોમાં ફરિયાદી કુસ્તીબાજ બ્રિજ ભૂષણ સિંહ સાથે ઉભેલી જોવા મળે છે. આ તસવીરો બ્રિજ ભૂષણ સિંહની ત્યાં હાજરીની પુષ્ટિ કરે છે.

પાંચમી કુસ્તીબાજ

આરોપ – બ્રિજભૂષણ સિંહ મને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરવતા હતા. તેણે મને તેના પલંગ પાસે બોલાવી અને મારી સંમતિ વિના મને બળપૂર્વક ગળે લગાવી દીધી. તેઓએ મને સપ્લિમેન્ટ્સ આપવાના બદલામાં સેક્સ્યુઅલ ફેવર માંગ્યું

પ્રૂફ – WFIને નોટિસ મોકલવામાં આવી છે, જે મુજબ ઈવેન્ટ ઓર્ગેનાઈઝરને ફોટોગ્રાફ્સ મોકલવાના હતા, આ સિવાય તેની પાસે હોટલનો નંબર પણ માંગવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Brij bhushan sharan singh chargesheet police wrestlers allegations presence km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×