scorecardresearch
Premium

OMG! ડોકટરો સર્જરી માટે મગજ ખોલીને બેઠા હતા, તો દર્દી હનુમાન ચાલીસા ગાતો રહ્યો અને પિયાનો વગાડતો રહ્યો

Brain tumor Opration : મગજની ગાંઠના ચાલુ ઓપરેશનમાં દર્દી (patient) હનુમાન ચાલીસા (Hanuman Chalisa) ગાતો હતો, વીડિયો જોયા બાદ દરેક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. લોકો દર્દીના વખાણ પણ કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે ગમે તેટલી સમસ્યા આવે, હિંમતથી તેનો સામનો કરીએ તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

Brain tumor Opration | Brain Surgery | Hanuman Chalisa
ફોટો સ્ત્રોત – એઈમ્સ, ભોપાલ

Ajab Gajab : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારી ઘટના વાયરલ થઈ રહી છે. અહીં એક વ્યક્તિની મગજની સર્જરી થઈ રહી હતી. મગજની સર્જરી દરમિયાન માણસે પિયાનો વગાડવાનું ચાલુ રાખ્યું. તે વ્યક્તિ માત્ર પિયાનો વગાડતો ન હતો પરંતુ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી રહ્યો હતો. આ સમાચારથી દરેક લોકો આશ્ચર્યચકિત છે. ડૉક્ટરો પણ તે વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.

ચર્ચામાં રહેલો આ વ્યક્તિ બિહારના બક્સર જિલ્લાનો છે. તેની ઉંમર 28 વર્ષની છે. આ વ્યક્તિના મગજમાં ગાંઠ હતી, જેના કારણે તેને વારંવાર મગજના એટેક આવતા હતા. મગજની સર્જરી દ્વારા ગાંઠને દૂર કરવાનો એકમાત્ર રસ્તો હતો. આ પ્રક્રિયાને ક્રેનિયોટોમી કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ઓપરેશન દરમિયાન દર્દીને સભાન રાખવામાં આવે છે. શસ્ત્રક્રિયા કરવામાં આવે છે તે વિસ્તાર જ માત્ર સુન્ન થાય છે.

સર્જરી દરમિયાન દર્દીને સભાન રાખવા માટે, ડોકટરો તેની સાથે વાત કરતા રહે છે. પરંતુ અહીં દર્દી સર્જરી દરમિયાન મંજીરા અને પિયાનો વગાડતા હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે અખબાર પણ વાંચ્યું. સમગ્ર સર્જરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોયા બાદ દરેક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. લોકો દર્દીના વખાણ પણ કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે, ગમે તેટલી સમસ્યા આવે, હિંમતથી તેનો સામનો કરીએ તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે. કેટલાક લોકો લખી રહ્યા છે કે, સર્જરી સફળ થઈ એ ભગવાન હનુમાનનો ચમત્કાર છે.

આ પણ વાંચોAccident Video : પાંચ સેકન્ડમાં બે વાર મૃત્યુનો સામનો, છતાં જીવ બચ્યો, તમે પણ બોલી ઉઠશો, ‘રામ રાખે તેને કોણ ચાખે’

આ સર્જરી અંગે ડોક્ટરોએ નિવેદન પણ જાહેર કર્યું છે. ન્યુરોસર્જન ડૉ. સુમિત રાજ, જેઓ આ ઑપરેશન ટીમનો ભાગ હતા, તેમણે જણાવ્યું હતું કે, ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે અને દર્દી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ડૉક્ટરોએ કહ્યું કે, સમગ્ર સર્જરી દરમિયાન દર્દીને કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી નથી અને તે તેની શારીરિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. આ કારણોસર, તે સમગ્ર ઓપરેશન દરમિયાન સરળતાથી આવા કામ કરવાનું ચાલુ રાખ્યું.

Web Title: Brain tumor opration video aims patient hanuman chalisa piano jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×