scorecardresearch
Premium

Delhi-Pune Spicejet flight : દિલ્હી-પૂણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચારથી હડકંપ

bomb threat call In Spicejet Flight : સુરક્ષાના કારણે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે, યાત્રીઓને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા

દિલ્હીથી પૂણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચાર મળવાથી હડકંપ મચી ગયો (File)
દિલ્હીથી પૂણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચાર મળવાથી હડકંપ મચી ગયો (File)

Bomb call on Delhi-Pune Spicejet flight: દિલ્હીથી પૂણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચાર મળવાથી હડકંપ મચી ગયો છે. બોમ્બની સૂચના મળ્યા પછી સુરક્ષા એજન્સીઓ દિલ્હીના ઇન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પૂણે જઇ રહેલ સ્પાઇસજેટના એક વિમાનમાં સર્ચ કરી રહી છે. પોલીસના મતે સાંજે લગભગ 6.30 કલાકની આસપાસ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. જે પછી યાત્રીઓને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસે કહ્યું – નકલી લાગી રહ્યો છે ફોન કોલ

દિલ્હીથી પૂણે જઇ રહેલી ફ્લાઇટમાં બોમ્બ મળવાની સૂચના મળ્યા પછી પોલીસનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આ કોલ નકલી લાગી રહ્યો છે. જોકે સુરક્ષાના કારણે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના મતે વિમાનમાંથી હજુ સુધી કશુ વાંધાજનક મળ્યું નથી. પરંતુ SOP મુજબ સુરક્ષા ડ્રિલનું પાલન કરવામાં આવશે. પેરામિલિટરી ફોર્સ CISF અને દિલ્હી પોલીસ સ્ટેન્ડબાય પર છે.

આ પણ વાંચો – હુબલીમાં PM નરેન્દ્ર મોદીના રોડ શો માં સુરક્ષા ઘેરો તોડીને યુવક માળા પહેરાવા પહોંચ્યો, જુઓ વીડિયો

બે દિવસ પહેલા જામનગર એરપોર્ટ પર મોસ્કો-ગોવા ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે લેન્ડિંગ કરાયું હતું.જેના કારણે હડકંપ મચી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે ફ્લાઈટમાં બોમ્બ મળી આવ્યો ન હતો.

દિલ્હીમાં પણ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ

બે દિવસ પહેલા દિલ્હીમાં આઈજીઆઈ એરપોર્ટ પર રનવે નંબર 28 પર એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિસ્તારાની દિલ્હીથી ભૂવનેશ્વર જઇ રહેલી ફ્લાઇટમાં ટેકનિકલી ખામી સર્જાઇ હતી. જે પછી દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

Web Title: Bomb threat call in spicejet flight from delhi to pune

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×