scorecardresearch
Premium

ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી, રાજસ્થાનમાં નીતિન પટેલને મળી મોટી જવાબદારી

BJP : ભાજપે ચાર રાજ્યમાં ચૂંટણી પ્રભારીની નિમણુક કરી છે. રાજસ્થાનમાં પ્રહલાદ જોષી, મધ્ય પ્રદેશ ભુપેન્દ્ર યાદવ, છત્તીસગઢમાં ઓમપ્રકાશ માથુર અને તેલંગાણામાં પ્રકાશ જાવડેકરને પ્રભારી બનાવ્યા

BJP, BJP election in charge
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચાર રાજ્યમાં ચૂંટણી પ્રભારીની નિમણુક કરી (ફાઇલ ફોટો)

BJP election in charge : ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે કમર કસી લીધી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચાર રાજ્યમાં ચૂંટણી પ્રભારીની નિમણુક કરી છે. રાજસ્થાનમાં પ્રહલાદ જોષીને પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઇને સહ ચૂંટણી પ્રભારી બનાવ્યા છે.

મધ્ય પ્રદેશમાં ભુપેન્દ્ર યાદવને પ્રભારી અને અશ્વિની વૈષ્ણવને સહ પ્રભારી બનાવ્યા છે. છત્તીસગઢમાં ઓમપ્રકાશ માથુરને પ્રભારી અને ડો. મનસુખ માંડવિયાને સહ પ્રભારી બનાવ્યા છે. તેલંગાણામાં પ્રકાશ જાવડેકરને પ્રભારી અને સુનીલ બંસલને સહ પ્રભારી બનાવ્યા છે.

એ સમજવું જરૂરી છે કે જે ચાર રાજ્યોમાં ભાજપે પ્રભારીની જાહેરાત કરી છે તે બધા સ્થળે ચૂંટણી થવાની છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી યોજાવાની છે. તો તેલંગાણામાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે. જેથી બીજેપીએ 2024ની લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણીનું પણ ધ્યાન રાખ્યું છે.

આ પણ વાંચો – ભાજપે ગ્રાઉન્ડ લેવલે પણ મોટા ફેરફારોની કરી તૈયારી! 80 ટકા જિલ્લાઓમાં કરશે આ કામ

નીતિન પટેલ રાજસ્થાનના સહ પ્રભારી

ભાજપના લિસ્ટમાં એક મોટું નામ ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ છે. પહેલા કહેવામાં આવતું હતું કે બીજેપી હાઇકમાન્ડ તેમને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી શકે છે. જોકે હવે તેમને રાજસ્થાનના સહ પ્રભારી બનાવ્યા છે. તે પ્રહલાદ જોષી સાથે મળીને કામ કરશે.

ચૂંટણી પહેલા બીજેપી એક્શનમાં આવી ગઇ છે. આ પહેલા ભાજપે કેટલાક રાજ્યોના પ્રદેશ પ્રમુખ બદલ્યા હતા. ઝારખંડની જવાબદારી બાબુલાલ મરાંડીને સોંપવામાં આવી હતી. જી કિશન રેડ્ડીને તેલંગાણા અને ડી.પુરંદેશ્વરીને આધ્ર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.

Web Title: Bjp announced election in charge in elangana mp chhattisgarh and rajasthan nitin patel co in charge in rajasthan

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×