સંતોષ સિંહ | બિહાર રાજકારણ : બિહારમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ નીતીશ કુમારના અણધાર્યા પગલાથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. નીતીશ કુમાર બીજેપી છોડીને આરજેડીમાં જોડાવાની અને પછી થોડા મહિનાઓ પછી આરજેડીથી અંતર રાખીને ફરી ભાજપમાં જોડાવાની કોશિશ કરીને નવી ચર્ચા શરૂ કરી દીધી છે. છેલ્લી વખત જ્યારે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ઓગસ્ટ 2022 માં ભાજપ છોડી દીધું હતું, ત્યારે તેમણે ભાજપ પર તેમની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) ના “ભાગલા પાડીને તોડવાનો” પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો, અને તેમણે ભાજપનો સાથ છોડી રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ સાથે સરકાર બનાવી. પછી તેમણે વ્યક્ત કર્યું કે, સમાજવાદી નેતાએ તેમનો વારસો આગળ વધારવો જોઈએ. ત્રણ મહિના પછી, નીતિશે કહ્યું કે, આરજેડીના ડેપ્યુટી સીએમ તેજસ્વી પ્રસાદ યાદવ 2025 માં મહાગઠબંધનના વિધાનસભા ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કરશે.
બિહાર રાજકારણ માં ઉથલપાથલ વચ્ચે અહીં, 26 જાન્યુઆરી, 2024 ના રોજ, પટનામાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં નીતિશ અને તેજસ્વીએ એકબીજાથી અંતર જાળવી રાખ્યું હતું. એવી અટકળો છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી એકવાર તેમના સાથી પક્ષોને છોડી દેશે અને પક્ષ બદલી ભાજપ સાથે હાથ મિલાવશે.
નીતીશે દોઢ વર્ષ પહેલા ઓગસ્ટ 2022 માં NDA કેમ છોડ્યું?
બિહાર રાજકારણ માં જેડીયુ, જે એક સમયે બિહારમાં એનડીએના વરિષ્ઠ સાથી હતી, પરંતુ, સમય જતા તે પોતાની જાતને સંકોચતી જોવા મળી હતી અને નાના સહયોગી ભાજપથી પાછળ રહી ગઈ હતી. ત્યારબાદ નીતીશ ભાજપથી નારાજ હતા કારણ કે, 2015 ની વિધાનસભામાં તેમની પાર્ટીની બેઠકો 71 થી ઘટીને 2020 ની ચૂંટણીમાં 43 થઈ ગઈ હતી, જ્યારે ભાજપની બેઠકોની સંખ્યા 53 થી વધીને 74 થઈ હતી, જે આરજેડીની 75 થી એક બેઠક જ ઓછી હતી.
ચિરાગ પાસવાન પણ છેલ્લી ચૂંટણીમાં ભાજપથી દૂરીનું કારણ હતું
તેમના પક્ષના સાથીદારો સાથેની ખાનગી વાતચીતમાં, નીતિશે લોક જનશક્તિ પાર્ટી (LJP)ના નેતા ચિરાગ પાસવાનને લગભગ તમામ મતવિસ્તારોમાં ઉમેદવાર તરીકે ઉતારવા માટે ભાજપ પર આક્ષેપ કરવાનું શરૂ કર્યું, જ્યાં JDU હરીફાઈમાં હતી. જેડીયુનું માનવું હતું કે, ચિરાગે તેમની પાર્ટીના મત કાપવા અને તેમના ઉમેદવારોને હરાવવા માટે ભાજપના પ્રોક્સી તરીકે કામ કરી રહ્યા છે. ભલે LJP માત્ર એક મતવિસ્તાર જીતી, પરંતુ તેમણે નીતીશના વોટ બેઝને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું હતુ.
જેડીયુને આશંકા હતી કે, તેમની પાર્ટીને તોડવામાં આવી રહી છે
એવું પણ કહેવાય છે કે, નીતીશ કુમાર ડેપ્યુટી સીએમ રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ સાથે સહજ નથી લાગતા. આ બંને નેતાઓ સાથે તેમનો સંબંધ એટલો સારો નહોતો જેટલો 13 વર્ષ સુધી ડેપ્યુટી સીએમ રહેલા સુશીલ કુમાર મોદી સાથે હતો. જેપી આંદોલનના દિવસોથી જ બંને વચ્ચે ગાઢ સંબંધ હતો. જેડીયુ એ આશંકાથી પણ ચિંતિત ન હતું કે તે સમયે કેન્દ્રીય પ્રધાન રહેલા પાર્ટીના તત્કાલિન નેતા આરસીપી સિંહનો ઉપયોગ કરીને ભાજપ તેને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
આખરે, નીતિશ શા માટે એનડીએમાં પાછા આવવા માંગે છે?
જેડીયુના આંતરિક સૂત્રો કોંગ્રેસ, આરજેડી અને ઈન્ડિયા ગઠબંધન જૂથ પ્રત્યે નીતિશના વધતા મોહભંગ માટે ઘણા કારણો આપે છે. તેનું મુખ્ય કારણ એ કહેવાય છે કે તેઓ વર્તમાન રાજકીય વ્યવસ્થાથી અસ્વસ્થતા અનુભવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જેડીયુના ઓછામાં ઓછા સાત સાંસદો લોકસભા ચૂંટણી પહેલા ભાજપના સંપર્કમાં છે. એનડીએના સામાજિક જોડાણને કારણે આ સાંસદો 2019 માં જીત્યા હતા અને તેઓ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથેના ગઠબંધનમાં આવા પરિણામોની અપેક્ષા રાખતા નથી. ઉપરાંત, પાર્ટીના પૂર્વ વડા રાજીવ રંજન સિંહ સિવાય, જેડીયુના મોટા ભાગના ટોચના વરિષ્ઠ નેતાઓ ભાજપ સાથે જોડાણની તરફેણમાં હતા. નીતીશને કદાચ એ વાતનો અહેસાસ હતો કે, જો તેઓ પગલાં નહીં લે તો પાર્ટીમાં ભાગલા પડી શકે છે. ગયા મહિને, તેમણે લાલન સિંહના સ્થાને JDU ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા, જેમની લાલુ પ્રસાદ અને તેજસ્વી સાથેની વધતી જતી નિકટતા મુખ્યમંત્રીને પસંદ ન આવી.
આ પણ વાંચો – બિહાર રાજકારણ : ભાજપના સમર્થનથી નીતિશ કુમારની શપથવિધિ ‘ફાઇનલ’, સુશીલ મોદી બનશે ડેપ્યુટી સીએમ
બિહાર રાજકારણ માં જેડીયુએ 2019 ની લોકસભા ચૂંટણીમાં એનડીએના ભાગ રૂપે લડેલી 17માંથી 16 બેઠકો જીતી હતી. આંતરિક સર્વેક્ષણો પ્રોત્સાહક પરિણામો દર્શાવતા ન હોવાથી, નીતિશે સંભવતઃ અનુમાન લગાવ્યું હતું કે, તેમની પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીતની તકોમાં સુધારો કરી શકશે. જેડીયુને કદાચ લાગ્યું કે, અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન, મોદીની લોકપ્રિયતા અને તેમની સરકારની કલ્યાણકારી યોજનાઓ જીતની ફોર્મ્યુલાનો એક ભાગ છે.