બિહાર રાજકારણ : આખો દેશ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આરજેડી અને કોંગ્રેસથી નારાજ છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં જ નીતિશ કુમાર બીજેપી સાથે ફરી સરકાર બનાવી શકે છે.
બિહારના રાજકારણ માં નીતિશ અને તેજસ્વી વચ્ચેનું અંતર દેખાઈ રહ્યું છે
બિહારના રાજકારણ માં આની ઝલક શુક્રવારે યોજાનાર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પણ જોવા મળી હતી. વાસ્તવમાં નીતિશ કુમાર પોતાની ખુરશી પર બેઠા હતા અને તેમની બાજુની ખુરશી ખાલી હતી પરંતુ, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ત્યાં ન હતા. નીતીશ કુમારની બાજુમાં નહી પરંતુ ત્રીજી ખુરશી પર તેજસ્વી યાદવ બેઠા હતા.
બિહારના રાજકરણ ના સૂત્રો અનુસાર, કહેવાય છે કે, બંને નેતાઓ આ કાર્યક્રમમાં દોઢ કલાક હાજર રહ્યા હતા પરંતુ, એકબીજા સાથે વાત પણ કરી ન હતી. આ સીન પછી લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે, નીતિશ કુમાર અને આરજેડી વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ દરમિયાન રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જરૂર પડ્યે દરવાજા ખોલી પણ શકાય છે. નીતિશ કુમાર માટે આ સીધો સંકેત છે.

ચિરાગ પાસવાન પણ સક્રિય છે
બિહાર રાજકારણ ની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર, LJP સાંસદ ચિરાગ પાસવાને કહ્યું, “LJP (રામ વિલાસ) બિહારના રાજકીય દૃશ્યની દરેક ક્ષણ પર નજર રાખી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે અમે ગઈકાલે એક બેઠક પણ યોજી હતી. જ્યાં સુધી NDA ગઠબંધનની વાત છે, તો નિર્ણય લેવાની જવાબદારી અમારી છે. અમે આગામી 2-3 દિવસનો પ્લાન કેન્સલ કરીને દિલ્હી જવાના છીએ. જે પણ નિર્ણય લેવામાં આવશે, એલજેપી અને ભાજપ સાથે મળીને લેશે.
આ પણ વાંચો – Nitish Kumar: નીતિશ કુમારની તોડ-જોડની રાજનીતિ, 1974થી અત્યાર સુધી બિહારના મુખ્યમંત્રીના રાજકીય ઘટનાક્રમ પર એક નજર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેડીયુ અને ભાજપ વચ્ચે રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર પાટી હરિવંશના માધ્યમથી વાતચીત થઈ રહી છે. હરિવંશ જેડીયુના મોટા નેતા રહી ચૂક્યા છે. BJP-JDU ગઠબંધન દરમિયાન, હરિવંશ JDU ક્વોટામાંથી ઉપાધ્યક્ષ બન્યા હતા. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનુએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, નીતીશ 2-3 દિવસમાં ભાજપ સાથે આવશે કારણ કે, વાતચીત ઘણી આગળ વધી છે.