scorecardresearch
Premium

જેડીયુના 3 ધારાસભ્યો ગાયબ, ફોન પણ બંધ, સોમવારે ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં થશે ખેલા?

Bihar Trust Vote : બિહારમાં સોમવારે થનારા બહુમત પરીક્ષણ પહેલા રાજકીય હલચલ વધી ગઇ. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને બહુમત માટે 122 મત જરૂરી છે

bihar floor test, Nitish Kumar, tejashwi yadav
તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર (ફાઇલ ફોટો)

Bihar Trust Vote : બિહારમાં સોમવારે થનારા બહુમત પરીક્ષણ પહેલા રાજકીય હલચલ વધી ગઇ છે. એક તરફ આરજેડીએ પોતાના તમામ ધારાસભ્યોને તેજસ્વી યાદવના ઘરે રાખ્યા છે તો બીજી તરફ જેડીયુ પણ પોતાની પાર્ટીને એકજૂટ રાખવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલ છે કે જેડીયુ દ્વારા બોલાવવામાં આવેલા લંચમાં 3 ધારાસભ્યો પહોંચ્યા નથી, આવી સ્થિતિમાં બિહારની રાજનીતિમાં હજુ પણ સસ્પેન્સ છે.

જાણવા મળ્યુ છે કે જેડીયુના ચાર ધારાસભ્ય બીમા ભારતી, સુદર્શન, દિલીપ રાય અને રિંકુ સિંહ મીટિંગમાં પહોંચ્યા નથી. ખાસ વાત એ છે કે જેડીયુના ધારાસભ્ય બીમા ભારતી, સુદર્શન, દિલીપ રાયના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. તેમની તરફથી નીતીશ જૂથ સાથે કોઈ સંપર્ક થયો નથી. આ દરમિયાન નીતિશ કુમારે બેઠકમાં એ વાત પર ભાર મૂક્યો છે કે દરેકે એકજૂટ રહેવાની જરૂર છે અને સમયસર ગૃહમાં પહોંચવું જરૂરી છે. તેઓ માની રહ્યા છે કે નંબર તેમની પાસે છે, ફક્ત નિયમોનું પાલન કરો.

બિહારમાં રાજકીય ડ્રામા

હવે કોણ શું કરી રહ્યું છે, શું રણનીતિ છે, તે ચર્ચાનો વિષય છે, પરંતુ સૌથી પહેલા બિહારની નંબર ગેમને સમજવી જરૂરી છે. આવતી કાલે સોમવારે બહુમત પરીક્ષણ દરમિયાન કોઇના દાવા કે નિવેદનોથી કોઇ ફરક પડવાનો નથી, માત્ર આંકડાઓ જ બધુ નક્કી કરવાના છે. હાલ બિહારમાં બે જૂથ છે – લાલુ યાદવ-તેજસ્વીનું મહાગઠબંધન અને નીતિશ-ભાજપનું ગઠબંધન. જો વાત તેજસ્વી જૂથની હોય તો તેમાં આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું – હું નરેન્દ્ર મોદીજીની સાથે છું અને મોદીજી દેશની સાથે છે

બહુમત માટે 122 મત જરૂરી

આરજેડી 79 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે ડાબેરીઓ પાસે 16 સભ્યો છે. આ રીતે મહાગઠબંધનનો કુલ આંકડો 114 પર બેસે છે, જે બહુમતથી આઠ સીટો ઓછી છે. બીજી તરફ એનડીએ પાસે હાલ 128ની મજબૂત બહુમતી છે. હાલ ભાજપ પાસે 78, નીતિશની જેડીયુ પાસે 45 અને જીતનરામ માંઝીની એચએએમ પાસે 4 ધારાસભ્યો છે. એક અપક્ષ ધારાસભ્યને પણ સાથે રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં કુલ આંકડો 128 પર પહોંચી રહ્યો છે. બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને બહુમત માટે 122 મત જરૂરી છે.

હવે સમજવા જેવી વાત એ છે કે બહુમત પહેલા સૌથી વધુ બેચેની નીતિશ જુથમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત હવે કેટલાક ધારાસભ્યોના ફોન બંધ હોવાથી તે તમામ અટકળોને વધુ બળ મળ્યું છે. એ ભૂલવું ન જોઈએ કે તેજસ્વી યાદવે ઘણા પ્રસંગોએ કહ્યું છે કે ખેલા થશે. સીએમ ચોક્કસપણે નીતીશ બની ગયા છે, પરંતુ રમત બદલાઈ રહી છે. હવે રમત કેવી હશે તેનો અંદાજ આવતીકાલે બહુમત પરીક્ષણ દરમિયાન લગાવવામાં આવશે.

Web Title: Bihar floor test nda number mahagathbandhan nitish kumar tejashwi yadav ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×