scorecardresearch
Premium

બિહાર ફ્લોર ટેસ્ટ : વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે શું કહ્યું

Bihar Floor Test : બિહાર ફ્લોર ટેસ્ટ દરમિયાન નીતિશ કુમાર સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. એનડીએ સરકારના પક્ષમાં 129 વોટ પડ્યા. વિપક્ષે સદનમાંથી વોકઆઉટ કર્યું

Bihar Floor Test, Nitish Kumar, Tejashwi Yadav
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Video screengrab/ YouTube)

Bihar Floor Test Updates: બિહાર ફ્લોર ટેસ્ટ દરમિયાન નીતિશ કુમાર સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. એનડીએ સરકારના પક્ષમાં 129 વોટ પડ્યા છે. આ દરમિયાન વિપક્ષે સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. ફ્લોર ટેસ્ટ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે જ્યારે આ લોકો (કોંગ્રેસ અને આરજેડી) સાથે હતા ત્યારે અમે અહીં એક બેઠક પણ યોજી હતી. જેમાં બધાને એક કર્યા હતા. મેં ઘણા દિવસો સુધી સખત મહેનત કરી અને હું બધાને એક કરી રહ્યો હતો પરંતુ કશું થયું નહીં?

નીતિશ કુમારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ડરી ગઈ હતી. અમે વારંવાર કહી રહ્યા હતા કે અન્ય પક્ષોને એક કરો. અમને પાછળથી ખબર પડી કે તેમના (તેજસ્વી યાદવ) પિતા પણ તેમની (કોંગ્રેસ) સાથે હતા, પછી મને ખબર પડી કે કંઇ થવાનું નથી અને પછી હું મારા જૂના સ્થળ (એનડીએ) પર આવ્યો છું જ્યાં હું ઘણા સમય પહેલા હતો.

તમે કર્પુરી ઠાકુરનું નામ લો, છતાં ક્યાં બેઠા છો – તેજસ્વી યાદવ

ફ્લોર ટેસ્ટ પર બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન મળ્યો, આ ખૂબ જ ખુશીની વાત છે. નીતિશ કુમારે કર્પૂરી ઠાકુર અને મારા પિતા સાથે કામ કર્યું છે. તમે જાણતા હશો કે જ્યારે કર્પૂરી ઠાકુરે અનામત વધારી હતી ત્યારે જનસંઘના લોકોએ જ કર્પૂરી ઠાકુરને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા હતા. તમે કર્પૂરી ઠાકુરનું નામ લો છો છતાં તમે ક્યાં બેઠા હતા? આ જ ભાજપ અને જનસંઘ કહેતા હતા કે અનામત ક્યાંથી આવશે?

આ પણ વાંચો – રાજ્યસભામાં જઇ શકે છે સોનિયા ગાંધી, કોંગ્રેસ પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજનને પણ ટિકિટ આપશે!

તેજસ્વી યાદવે કહ્યું કે નીતિશ કુમારે સતત 9 વખત મુખ્યમંત્રી પદના શપથ લઈને રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે એક જ ટર્મમાં ત્રણ વખત સીએમ પદના શપથ લીધા હતા, આ પણ પોતાનામાં જ એક રેકોર્ડ છે. તેજસ્વી યાદવે કહ્યું કે તેમણે હંમેશા નીતિશ કુમારનું સન્માન કર્યું છે અને કરશે.

તેજસ્વીને જીતન રામ માંઝીનો જવાબ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ તેજસ્વીને આરોપોનો આપ્યો હતો. જીતનરામ માંઝીએ કહ્યું હતું હું સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરું છું. હું તેજસ્વીજીને કહેવા માંગુ છું કે સંગત ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જેમની સાથે આપણી રહીશું તો આપણી માનસિકતામાં ક્યાંકને ક્યાંક ખલેલ ચોક્કસથી આવશે. હું ૨૦૦૫ પહેલાંની પરિસ્થિતિનું પુનરાવર્તન કરીશ નહીં.

નેચર અને સિગ્નેચરમાં ક્યારેય ફેરફાર થતો નથી- વિજય સિન્હા

બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ કહ્યું કે તેજસ્વી યાદવે હંમેશા વંશવાદને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન તમામ મહત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા. કોઇ ધારાસભ્ય તે લાયક ન હતા કે તેમને તે મંત્રાલય સોંપવામાં આવે. જે લોકો પોતાને સમાજવાદી કહે છે તેમનામાં આ ચરિત્ર નથી. વિજય સિંહાએ કહ્યું કે, લોકોનો સ્વભાવ અને સિગ્નેચર બદલાતા નથી. જે વ્યક્તિ પોતાને સમાજવાદી પરિવારમાં કહે છે, તેનું આવું ચારિત્ર્ય હોતું નથી.

Web Title: Bihar floor test live updates nitish kumar wins floor test tejashwi yadav ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×