બિહારના રોહતાસ જિલ્લામાં ભીષણ રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 5 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ઘાયલ લોકોની સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટના એ સમયે થઈ જ્યારે હાઈવે કિનારા પર ઊભેલા એક કન્ટેનર સાથે સ્કોર્પિયો જઈને ટકરાવી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે સ્કોર્પીયો કારના ભૂક્કા બોલાઈ ગયા હતા. સ્કોર્પીયોને કાપીને લાશોને બહાર કાઢવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે સ્કોર્પિયો બોધગયાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્કોર્પિયોમાં સવાર લોકો કૈમૂરથી કુડારી ગામ જઈ રહ્યા હતા. દુર્ઘટના રોહતાસ જિલ્લાના શિવસાગર નજીક થઈ હતી. જે સ્કોર્પિયો દુર્ઘટના ગ્રસ્ત થઈ તેમાં 12 લોકો સવાર હતા. લોકોનું કહેવું છે કે ચાલકને જોકું આવી જવા કારણે આ દુર્ઘટના થઈ હતી. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા ગાડી હાઈવે કિનારે કંન્ટેનરમાં જઈ ઘૂસી ગઈ હતી. મરનામાં પાંચ મહિલાઓનો સમાવેશ થયો છે. જ્યારે બે બાળકોના પણ મોત નીપજ્યા છે.
NHAIની એમ્બ્યુલન્સે પહોંચાડ્યા હોસ્પિટલ
હાઇવે પર અકસ્માતના પગલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિ નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. પાંચ ઘાયલોમાંથી અનેક લોકોની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. ટક્કર એટલી ભયાનક હતી કે સ્કોર્પીયોની અંદર લોકો ફસાઈ ગયા હતા બધા લોકો એક જ પરિવારના હતા.