Rahul Gandhi on RSS: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર મહિલાઓનું દમન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, સંસ્થામાં કોઈ મહિલા સભ્ય નથી. તેમણે રાજસ્થાનના દૌસામાં તેમની “ભારત જોડો યાત્રા” દરમિયાન બુધવારે (14 ડિસેમ્બર, 2022) આ વાતો કહી હતી.
RSSએ ‘જય સિયારામ’ને બદલે ‘જય શ્રી રામ’ના નારાનો ઉપયોગ કર્યો
તેમણે દાવો કર્યો હતો કે, ભાજપનું વૈચારિક માર્ગદર્શક આરએસએસ, ‘જય સિયારામ’નો ઉપયોગ કરવાને બદલે ‘જય શ્રી રામ’ ના નારા સાથે મહિલાઓનું અપમાન કરે છે. તેમણે પૂછ્યું, “તમે માતા સીતાને કેમ દૂર કર્યા છે? તમે તેમનું અપમાન કેમ કરો છો? શા માટે ભારતની સ્ત્રીઓનું અપમાન કરો છો? દેવી સીતા, અથવા સિયા, હિંદુ પૌરાણિક કથાઓમાં ભગવાન રામની પત્ની હતા અને ભારતીય સંસ્કૃતિમાં એક પ્રતિષ્ઠિત ધાર્મિક વ્યક્તિ છે.
રાહુલ ગાંધીનો દાવો – ભાજપ અને આરએસએસ દેશમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
દૌસાના બગડી ગામમાં એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, ભાજપ અને આરએસએસ દેશમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહુલે એવો પણ દાવો કર્યો કે, “RSSના સંગઠનમાં કોઈ મહિલા નથી. આરએસએસમાં કોઈ મહિલા જોવા નહીં મળે. તેઓ મહિલાઓનું દમન કરે છે, તેઓ મહિલાઓને તેમની સંસ્થામાં પ્રવેશવા દેતા નથી. આ ડરનો ફાયદો ભાજપ અને આરએસએસને જ થાય છે કારણ કે આ લોકો આ ડરને નફરતમાં ફેરવે છે. તેમના તમામ સંગઠનો આ જ કરે છે. તેઓ દેશના ભાગલા પાડવા અને નફરત અને ભય ફેલાવવાનું કામ કરે છે. ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય દેશમાં ફેલાયેલા ભય અને નફરત સામે ઉભા રહેવાનો છે.
આ પણ વાંચો –
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દેશમાં 4-5 ઉદ્યોગપતિઓ કામ કરે છે અને નોકરિયાતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ઈશારે કામ કરે છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસની “ભારત જોડો યાત્રા” 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. શુક્રવારે તેના 100 દિવસ પૂર્ણ થયા છે.