scorecardresearch
Premium

‘બાબા’ કશ્યપ’ નું કારસ્તાન: મહિલાઓ પર બળાત્કાર, બ્લેકમેઈલનો લાગ્યો આરોપ, દ્વારકા પોલીસે કરી ધરપકડ, શું છે મામલો?

Baba Vinod Kashyap : દિલ્હીના દ્વારકા (Dwarka) માં આશ્રમ ચલાવતા બાબા વિનોદ કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. તે યુટ્યુબ (Youtube) પર પણ દરબાર ભરતો, અને લોકોને તેમના જીવનની સમસ્યાનું નિરાકરણ કરવાનો દાવો કરતો.

Baba Vinod kashyap Arrest | Dwarka | Delhi
બાબા વિનોદ કશ્યપની ધરપકડ

જીજ્ઞાસા સિન્હા : રાજધાની દિલ્હીના દ્વારકા ગામમાં તેમના આશ્રમમાં બાબા તેમના ઘણા ભક્તો પર જાતીય શોષણ કરતા હોવાનો અને તેમને ચૂપ રહેવા માટે બ્લેકમેલ કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે બાબા સ્વ-શૈલીના ગોડમેન વિનોદ કશ્યપ ની પોલીસે ધરપકડ કરી છે. દ્વારકાના ડીસીપી હર્ષ એમ વર્ધને કશ્યપની ધરપકડની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિનોદ કશ્યપ વિરુદ્ધ બે મહિલાઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી અને લોનીના ત્રણ-ચાર ભક્તોએ પણ કશ્યપ પર અનેક આરોપો લગાવ્યા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યત્વે દિલ્હી અને લોનીના ત્રણ-ચાર ભક્તોએ દિલ્હી પોલીસને પણ ફોન કર્યો હતો અને 39 વર્ષીય કશ્યપ પર સમાન આરોપો લગાવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કશ્યપનો ‘દરબાર’ હંગામી ધોરણે ચાલે છે. આમાં કશ્યપ મુખ્યત્વે ગામમાં ધાર્મિક શોભાયાત્રા અને કાર્યક્રમોની આગેવાનીમાં સામેલ થાય છે. તે વારંવાર ભાષણો આપે છે અને વંધ્યત્વથી લઈને કૌટુંબિક અને વૈવાહિક વિવાદો સુધીના મુદ્દાઓને “ઇલાજ” કરવાનો દાવો કરે છે.

બે મહિલાઓએ બળાત્કાર, ધમકીઓ અને છેડતીનો આક્ષેપ કરી લેખિત ફરિયાદ નોંધાવી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે બે મહિલાઓએ કશ્યપ વિરુદ્ધ લેખિત ફરિયાદ લઈને દ્વારકા જિલ્લા પોલીસનો સંપર્ક કર્યો હતો. તેણીએ કશ્યપ પર તેણીની તમામ સમસ્યાઓ હલ કરવાના વચનો સાથે તેમને લાલચ આપવાનો અને બાદમાં તેમની સાથે બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો હતો. તેણે મહિલાઓને ધમકી પણ આપી હતી. ફરિયાદીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કશ્યપે તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા.

મહિલાની ફરિયાદના આધારે દ્વારકા પોલીસે ગુનો નોંધ્યો હતો

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “મહિલાઓએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે, તેમને તેમના ઘરેણાં વેચીને કશ્યપને પૈસા આપવા પડ્યા હતા કારણ કે, તેણે મહિલાઓને કહ્યું હતું કે, તેની પાસે તેમના જીવનને બરબાદ કરવાની શક્તિ છે અને તે તેમના જીવનસાથી અને પરિવારોને નષ્ટ કરી શકે છે.”” પોલીસે જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે કશ્યપ વિરુદ્ધ બળાત્કાર અને ફોજદારી ધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

સ્વયં-ઘોષિત બાબા વિનોદ કશ્યપ ઘરેથી ભાગી ગયો હતો, પોલીસે મંગળવારે કરી ધરપકડ

કેસ નોંધાયા પછી, પોલીસે કશ્યપની ધરપકડ કરવા એસએચઓ સંજીવ પાહવાના નિર્દેશ પર એસઆઈ રશ્મિ ધારીવાલ અને એસઆઈ દુર્ગેશની આગેવાની હેઠળ એક ટીમ મોકલી. પોલીસે જણાવ્યું કે, આરોપીને ફરિયાદોની જાણ થઈ અને તે જ દિવસે તે તેના ઘરેથી ભાગી ગયો. આ પછી ગામની આસપાસ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના ઘણા પ્રયાસો બાદ મંગળવારે વહેલી સવારે કશ્યપની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર ધકેલ્યો, બાબાના યુટ્યુબ પર હજારો સબસ્ક્રાઈબર્સનો દાવો

દિલ્હી પોલીસે જણાવ્યું કે, વિનોદ કશ્યપને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. તેના સાગરિતોને પકડવા વધુ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન કશ્યપે કહ્યું કે, તેની પાસે 900 થી વધુ વીડિયો અને 34.5K સબસ્ક્રાઈબર્સ સાથેની યુટ્યુબ ચેનલ છે. તેના મોટાભાગના વીડિયોમાં કશ્યપ દ્વારકામાં વિવિધ કાર્યક્રમોમાં ભજન ગાતો જોવા મળે છે.

જીવનમાં હતાશ લોકોને યુટ્યુબ ચેનલ પર દરબારમાં આવવા આમંત્રણ આપે છે

સ્વ-શૈલીના ગોડમેન વિનોદ કશ્યપની યુટ્યુબ ચેનલ જાહેર કરે છે, “હું ન તો ધાર્મિક ગુરુ છું, કે ન તો ઉપદેશક. હું તો માત્ર એક શિષ્ય અને ભક્ત છું… જે હતાશ લોકોને મદદ કરવા માંગે છે (ભોજન, પૈસા, કપડાં વગેરેની વ્યવસ્થા કરીને)… જો તમે તમારી સમસ્યાઓનું નિરાકરણ મેળવવા માંગતા હોવ અથવા અમારી પાસેથી કંઈપણ પૂછવા માંગતા હોવ તો તમારે દરબારમાં જરૂર આવવું જોઈએ… ”

મહિલા કોન્સ્ટેબલ કેસઃ આરોપી 2 વર્ષથી છુપાઈને કરતો હતો આ કામ, આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો. વિડિઓઝ

Web Title: Baba vinod kashyap arrest dwarka police sexual assault in delhi ashram jsart import km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×